Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 49:28 - પવિત્ર બાઇબલ C.L.

28 કેદાર અને હાસોરના તાબાના પ્રદેશો જેમને બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે જીતી લીધા હતા તેમના વિષેનો સંદેશ. પ્રભુ આ પ્રમાણે કહે છે; “ઊઠો, કેદારના લોકો પર આક્રમણ કરો! પૂર્વ તરફની એ જાતિનો વિનાશ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 કેદાર વિષે, તથા હાસોરનાં જે રાજ્ય બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પાયમાલ કર્યાં તે વિષેની વાત. યહોવા કહે છે, “તમે ઊઠીણે કેદાર પર ચઢો, ને પૂર્વ તરફના લોકોનો નાશ કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 કેદાર અને હાસોરના વિષે યહોવાહ બાબિલના રાજા નબૂખાદનેસ્સારને કહે છે કે, હવે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર આ જગ્યાઓનો નાશ કરશે; “ઊઠો અને કેદાર પર ચઢાઈ કરો અને પૂર્વ તરફના લોકનો નાશ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 બાબિલના રાજા નબૂખાદરેસ્સારે જીતી લીધેલાં કેદાર અને હાસોરના વિષે યહોવાની આ ભવિષ્યવાણી છે; તેઓનો નાશ કરવા માટે બાબિલના રાજા નબૂખાદરેસ્સારને યહોવા મોકલી આપશે અને કહેશે, “ચાલો, કેદારના કુળસમૂહો પર હલ્લો કરો; પૂર્વના એ લોકોનો સંહાર કરો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 49:28
20 Iomraidhean Croise  

ઇશ્માએલના પુત્રોનાં નામ વયાનુક્રમે આ પ્રમાણે છે: જયેષ્ઠ પુત્ર નબાયોથ, પછી કેદાર, આદબએલ, મિબ્સામ,


પણ પોતાની ઉપપત્નીઓના પુત્રોને તો તેણે બક્ષિસો આપીને પોતે જીવતો હતો તે જ દરમ્યાન ઇસ્હાકથી દૂર પૂર્વપ્રદેશમાં મોકલી દીધા.


તેમની વંશાવળી આ પ્રમાણે છે: ઇશ્માએલના પુત્રો: નબાયોથ જયેષ્ઠપુત્ર, પછી કેદાર, આદબએલ, મિબ્સામ,


તેની સંપત્તિમાં સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ અને ઘણાં દાસદાસીઓ હતાં; જેથી તે પૂર્વીય દેશોના લોકોમાં સૌથી નામાંક્તિ ગણાતો હતો.


અરેરે, તેમની મધ્યે વસવું એ તો મારે માટે મેશેખમાં દેશનિકાલ થવા જેવું અથવા કેદારના તંબૂઓમાં વસવા બરાબર છે.


હે યરુશાલેમની નવયૌવનાઓ, હું શ્યામ પણ સુંદર છું; રણમાંના કેદારના તંબુઓ જેવી હું કાળી છું, પણ શલોમોનના મહેલના પડદાઓ જેવી રૂપાળી છું.


તેઓ સાથે મળીને પશ્ર્વિમ તરફ પલિસ્તીઓ પર આક્રમણ કરશે, તેમજ પૂર્વની પ્રજાઓને પણ લૂંટશે. તેઓ અદોમ અને મોઆબ પર વિજય મેળવશે અને આમ્મોનીઓ તેમને આધીન થશે.


અરબસ્તાન વિરુદ્ધ આ સંદેશ છે: “હે અરબસ્તાનની ઝાડીઝાંખરાંમાં પડાવ નાખનારા દદાનીઓના કાફલા,


વેરાન પ્રદેશ અને તેમાંનાં નગરો, તમે તમારો સાદ ઊંચો કરો. કેદારના લોકના સઘળા વસવાટો, તમે ખુશી મનાઓ. સેલા નગરના લોકો પર્વતના શિખરેથી આનંદના પોકાર કરો.


પશ્ર્વિમમાં કિત્તીમ ટાપુઓમાં જઈને જુઓ, પૂર્વમાં કેદારના પ્રદેશમાં જઈને ઝીણવટભરી તપાસ કરો; તમને ખબર પડશે કે પહેલાં આવું કદી જ બન્યું નથી.


યર્મિયાએ કહ્યું, “‘હે અદોમના લોકો, મને પ્રભુ તરફથી એક સંદેશ મળ્યો છે. બધા દેશમાં રાજદૂત મોકલીને તમારા પર આક્રમણ કરવા લશ્કરને સાબદું રાખવાનું ફરમાવ્યું છે.


હાસોરનો પ્રદેશ સદાકાળ શિયાળવાંનું રહેઠાણ અને ઉજ્જડ સ્થાન બનશે, ત્યાં કોઈ માણસ રહેશે નહિ કે કોઈ પડાવ નાખશે નહિ.”


અરબસ્તાનના લોકો અને કેદાર દેશના બધા રાજવીઓ તારી સાથે વેપાર કરતા અને હલવાનો તથા ઘેટાંબકરાંના બદલામાં તારો માલ ખરીદતા.


જ્યારે જ્યારે ઇઝરાયલીઓ વાવણી કરે ત્યારે ત્યારે મિદ્યાનીઓ પોતાની સાથે અમાલેકીઓ અને અન્ય પૂર્વપ્રદેશની જાતિઓને લઈને ચડી આવતા અને તેમના પર હુમલો કરતા.


Lean sinn:

Sanasan


Sanasan