Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 49:24 - પવિત્ર બાઇબલ C.L.

24 દમાસ્ક્સના લોકો લાચાર બન્યા છે. તેઓ નાસી છૂટવા માગે છે, પણ ભયથી સ્તબ્ધ થઈ ગયા છે. પ્રસૂતાની જેમ તેઓ દુ:ખ અને વેદનામાં સપડાયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 દમસ્કસ લાચાર બની ગયું છે, તે પાછું ફરીને નાસવાનું કરે છે, ને તેને ધ્રૂજારી છૂટી છે; પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ તેને સષ્ટ તથા વેદના થયાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 દમસ્કસ લાચાર બની ગયું છે; તેના સર્વ લોકો પાછા ફરીને નાસે; પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ તેને કષ્ટ તથા વેદના થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 દમસ્ક લાચાર બની ગયું છે. તેના સર્વ લોકો પાછા ફરીને નાસે છે. પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ ભય, પીડા તથા દુ:ખોએ તેના પર પક્કડ જમાવી છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 49:24
13 Iomraidhean Croise  

પછી ઈશ્વરે સ્ત્રીને કહ્યું, “હું તારું ગર્ભધારણનું દુ:ખ વધારીશ અને બાળકને જન્મ આપવામાં તને ભારે વેદના થશે. છતાંય તું તારા પતિની ઝંખના સેવ્યા કરીશ અને તે તારા પર અધિકાર ચલાવશે.”


તેમનામાં ગભરાટ ફેલાઈ જશે. તેઓ દર્દ અને વેદનામાં સપડાઈ જશે; તેથી તેઓ જાણે કે પ્રસૂતાની જેમ કષ્ટાશે. તેઓ એકબીજાની સામે ભયભીત આંખે તાકી રહેશે અને તેમના ચહેરા ભડકે બળશે.


જરા તપાસ કરી જૂઓ! શું કોઈ પુરુષ કદી બાળકને જન્મ આપી શકે? તો પછી હું દરેક પુરુષને પ્રસૂતાની જેમ પીડાઈને પોતાનું પેટ દાબતો કેમ જોઉં છું? વળી, બધાનાં મુખ કેમ ફિક્કાં પડી ગયાં છે?


કોઈ પ્રસૂતા પોતાના પ્રથમ બાળકને પ્રસવ આપતી વખતે કષ્ટાઈને ચીસો પાડતી હોય એવી યરુશાલેમ નગરની ચીસોનો સાદ મને સંભળાય છે. તે હાંફે છે, અને પોતાના હાથ પ્રસારીને કહે છે, “હાય, હાય, મારું આવી બન્યું છે, મારી હત્યા કરનારા આવી પહોંચ્યા છે.”


તેનાં નગરો જીતી લેવામાં આવશે. અને તેના કિલ્લાઓ કબજે કરવામાં આવશે તે સમયે પ્રસૂતાની જેમ મોઆબના સૈનિકોની હિંમત ઓગળી જશે.


જેમ ગરુડ પાંખો પ્રસારીને તરાપ મારે છે તેમ શત્રુ બોા પર ઓચિંતો તૂટી પડશે. તે સમયે પ્રસૂતાની જેમ અદોમના સૈનિકોની હિંમત ઓસરી જશે.”


તેમના તંબૂઓ, ઘેટાંબકરાં, તંબૂના પડદા અને તેમનો બધો સરસામાન કબજે કરી લો. તેમનાં ઊંટો પડાવી લો અને પોકારીને કહો, ‘ચોમેર આતંક છે.”


હું એલામના લોકોને તેમનો જીવ લેવા ઇચ્છનાર તેમના શત્રુઓથી ભયભીત કરી દઈશ. હું મારા ઉગ્ર ક્રોધમાં એલામના લોકો પર આફત લાવીશ અને તેમનો વિનાશ ન થાય ત્યાં સુધી યુદ્ધ તેમનો પીછો કરે એવું કરીશ.


બેબિલોનના રાજાએ આ સમાચાર સાંભળ્યા છે, અને તેના હાથ હેઠા પડયા છે, તેને તીવ્ર પીડાએ જકડી લીધો છે. પ્રસૂતિની વેદના જેવી વેદના તેને થઈ છે.


યરુશાલેમના લોકો કહે છે, “અમે એ સમાચાર સાંભળ્યા છે, અમે ગભરાઈ ગયા છીએ, અને અમે પ્રસૂતિની વેદના જેવી પીડામાં પટક્યા છીએ.


ઇઝરાયલને જીવતા રહેવાની તક છે. પણ પોતાની માને પ્રસૂતિની વેદના ઊપડી હોય અને છતાં બાળક ઉદર બહાર આવવા માગે નહિ તેના જેવું તે મૂર્ખ છે.


આ બધું તો સૂતિ પહેલાં થતા કષ્ટ જેવું છે.


પ્રજાઓ અંદરોઅંદર લડશે, રાજ્યો એકબીજા પર હુમલો કરશે. ઠેરઠેર ધરતીકંપો થશે અને દુકાળો પડશે. આ બધા બનાવો તો પ્રસવ પહેલાં થતી વેદના જેવા છે.


Lean sinn:

Sanasan


Sanasan