Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 49:17 - પવિત્ર બાઇબલ C.L.

17 પ્રભુ કહે છે, “અદોમ પ્રદેશ આતંકપ્રદ બનશે. તેમાંથી પસાર થનાર હાહાકાર કરશે. અને તેના પર આવેલી આફત જોઈને આઘાત પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અદોમ વિસ્મયજનક થશે. જે કોઈ તેની પાસે થઈને જાય તે વિસ્મિત થશે, ને તેની સર્વ વિપત્તિઓ જોઈને ફિટકાર કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેથી અદોમ વિસ્મયપાત્ર બનશે. ત્યાં થઈને જતા આવતા સર્વ વિસ્મય પામશે. અને તેની સર્વ વિપત્તિઓ જોઈને ફિટકાર કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 “તેથી અદોમ માનને પાત્ર બનશે. ત્યાં જઇને જતા આવતા સૌ કોઇ એની દશા જોઇને હબકાઇ જશે અને જ્યારે લોકો જોશે કે તેને કેવું ઘાયલ કરવામાં આવ્યું છે તો તેઓ સિસકારા બોલાવશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 49:17
16 Iomraidhean Croise  

આ બુલંદ મંદિર ખંડિયેર બની જશે અને તેની પાસે થઈને જનારા આશ્ર્વર્ય અને આઘાત અનુભવશે. તેઓ પૂછશે, ‘પ્રભુએ આ દેશની અને આ મંદિરની આવી દશા કેમ કરી?’


તેમણે આ ભૂમિની હાલત ભયંકર કરી મૂકી છે; તેને જોઈને ફિટકાર ઊપજે છે. તેની પાસેથી પસાર થનાર હાહાકાર મચાવે છે અને આઘાત પામીને માથું ધૂણાવે છે.


હું પ્રભુ સોગંદપૂર્વક કહું છું કે બોસ્રા નગરને જોઈને લોકોમાં હાહાકાર મચી જશે, તે વેરાન, નિંદાપાત્ર અને શાપરૂપ બની જશે. તેની આસપાસનાં નગરો પણ સદાને માટે ઉજ્જડ બની જશે.”


મારા કોપના લીધે તેમાં કોઈ વસવાટ કરશે નહિ. આખો દેશ વેરાન બની જશે. બેબિલોન પાસેથી પસાર થનારા લોકો તેમની દશા જોઈને આઘાત પામશે અને આશ્ર્વર્યમાં પડી જશે.


બેબિલોન ખંડેરનો ઢગલો બની જશે અને શિયાળોનું રહેઠાણ બનશે. તેને વસ્તીહીન થયેલું જોઈને લોકો આઘાત પામશે અને તેના પર ફિટકાર વરસાવશે.


એ માટે હું પ્રભુ પરમેશ્વર કહું છું કે હું અદોમને સજા કરીશ અને તે દેશમાંથી બધાં માણસો અને પશુઓનો વિનાશ કરીશ, અને તેમાનથી દેદાન સુધીના આખા દેશના લોકો યુદ્ધમાં માર્યા જશે.


તું કાયમને માટે નાશ પામ્યું છે. તારો ભયંકર નાશ જોઈને આખી દુનિયાના વેપારીઓ ગભરાઈ ઊઠયા છે.”


મારી અંગત મિલક્ત સમાન ઇઝરાયલને ખેદાનમેદાન થયેલો જોઇને જેમ તું આનંદ કરતો હતો તેમ સેઇરનો પર્વતીય પ્રદેશ, સમસ્ત અદોમ પ્રદેશ પણ વેરાન થઇ જશે ત્યારે સૌ જાણશે કે હું પ્રભુ છું.”


પ્રભુ પરમેશ્વર કહે છે કે, ઓ સેઇરના પર્વતીય પ્રદેશ, હું તારી વિરુદ્ધ છું. હું તારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ અને તને ઉજ્જડ ને વેરાન બનાવી દઇશ.


હું અદોમના પર્વતીય પ્રદેશને વેરાન બનાવી દઇશ અને તેમાં થઇને આવજા કરનારનો સંહાર કરીશ.


તમે ઓમ્રી રાજા અને તેના પુત્ર આહાબના કુટુંબના દુષ્ટ વિધિઓને અનુસર્યા છો. તમે તેમની પ્રણાલિકાઓ ચાલુ રાખી છે અને તેથી હું તમને વેરાન કરીશ. સૌ તમારો તિરસ્કાર કરશે અને તમે મારા લોક હોવાને લીધે તેઓ તમારા પ્રત્યે ઘૃણાજનક વર્તાવ કરશે.”


પોતાની સત્તામાં મદમસ્ત અને પોતે સલામત છે એવું માનતા શહેરની એવી દુર્દશા થશે. પોતાનું શહેર તો દુનિયામાં સૌથી મહાન છે એવું તેના લોકો માને છે. પણ એ કેવું વેરાન બની જશે! એ તો વન્ય પશુઓનું વિશ્રામસ્થાન બની જશે! તેની પાસેથી પસાર થનાર સૌ કોઈ ભયભીત બની તેનાથી દૂર ભાગશે.


“તમારાં સંતાનોની ભાવિ પેઢી અને દૂર દેશોથી આવનાર પરદેશીઓ ભવિષ્યમાં પ્રભુએ તમારા દેશ પર ઊતરેલા રોગો અને આફતો જોશે.


Lean sinn:

Sanasan


Sanasan