Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 48:8 - પવિત્ર બાઇબલ C.L.

8 દરેક નગર પર વિનાશ આવી પડશે અને કોઈ નગર બચશે નહિ. પ્રભુએ કહ્યું છે તેમ ખીણપ્રદેશનો નાશ થશે અને સપાટ ઉચ્ચપ્રદેશ પણ પાયમાલ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 વિનાશક સર્વ નગર પર તૂટી પડશે, કોઈ નગર બચશે નહિ. યહોવાએ કહ્યું છે તેમ ખીણનો નાશ થશે, ને મેદાન પાયમાલ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 દરેક નગર પર વિનાશ ઊતરશે, એક પણ શહેર બચવા પામશે નહિ. ખીણ નાશ પામશે અને મેદાન પાયમાલ થશે. એવું યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 દરેક નગર પર વિનાશ ઊતરશે, એક પણ શહેર બચવા પામશે નહિ.” આ હું યહોવા બોલું છું.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 48:8
10 Iomraidhean Croise  

મેં જ તમારા દેશમાં દરિયાની રેતીના કણ કરતાં વધારે વિધવાઓ બનાવી છે. મેં તમારા જુવાનોને તેમની ભરજુવાનીમાં મારી નાખ્યા છે, અને તેમની માતાઓને વિલાપ કરાવ્યો છે; એમ મેં તેમના પર અચાનક વેદના અને આતંક મોકલ્યાં છે.


તેથી હું ઉત્તરની બધી પ્રજાઓને અને મારા સેવક બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારને લઈ આવીશ. આ યહૂદિયાના દેશ તથા તેના બધા રહેવાસીઓ અને આસપાસના બધા દેશો સામે યુદ્ધ કરવા હું તેમને લઈ આવીશ. મેં આ દેશોનો તથા તેની આસપાસના દેશોનો સંપૂર્ણ સંહાર કરવાનું નક્કી કર્યું છે. હું તેમની એવી દશા કરીશ કે લોકો એ જોઈને ડઘાઈ જશે, આઘાત પામશે અને તેમની હંમેશને માટે નામોશી થશે.


હે દીબોન નગરમાં વસનારા લોકો, ગૌરવના સ્થાનેથી નીચે ઊતરો અને સૂકીભઠ ભૂમિ પર બેસો, કારણ, મોઆબનો વિનાશક તમારા પર ચઢી આવ્યો છે અને તેણે તમારા કિલ્લાઓને તોડી પાડયા છે.


તેઓ બેબિલોનનો વિનાશ કરવા આવેલા છે. તેના સૈનિકો કેદ પકડાયા છે અને તેમનાં ધનુષ્યોને ભાંગી નાખવામાં આવ્યાં છે. હું ભૂંડાને સજા કરનાર ઈશ્વર છું અને બેબિલોનને યોગ્ય સજા કરીશ.


પ્રભુ પોતાના લોકોને કહે છે, “હે મારાં સંતાનો, શોક પ્રદર્શિત કરવા તાટ પહેરીને રાખમાં આળોટો; જેમ કોઈ પોતાના એકનાએક પુત્રને માટે વિલાપ કરે, તેમ હૈયાફાટ રુદન કરો; કારણ, તમારો વિનાશક ઓચિંતો ત્રાટકશે.


તેથી હું મોઆબીઓના ગૌરવસમાં સરહદી નગરો એટલે બેથ યશીમોથ, બઆલ મેઓન, તથા કિર્યાથાઇમ પર ચારેય બાજુઓથી આક્રમણ કરાવીશ. હું પૂર્વના રણપ્રદેશની ટોળીઓને આમ્મોનની સાથે સાથે મોઆબને પણ જીતી લેવા દઈશ;


વળી, તેમાં હેશ્બોન અને ઉચ્ચપ્રદેશમાં આવેલાં આ નગરોનો પણ સમાવેશ થઈ જતો હતો: દિબોન, બામોથ બઆલ, બેથ- બઆલમેઓન,


એમાં ઉચ્ચપ્રદેશનાં બધાં નગરોનો તેમજ હેશ્બોનમાં રહીને રાજ કરનાર અમોરી રાજા સિહોનના સમગ્ર રાજ્યનો સમાવેશ થતો હતો. મોશેએ તેને તથા મિદ્યાનમાં શાસન કરતા તેના ખંડિયા રાજાઓને, એટલે અવી, રેકેમ, ઝૂર, હૂર અને રેબાને હરાવ્યા હતા.


તેમના પ્રદેશનો વિસ્તાર આર્નોન ખીણને છેડે આવેલા અરોએર અને એ ખીણની મધ્યમાં આવેલા શહેર સુધીનો હતો અને એમાં મેદબાથી દીબોન સુધીના ઉચ્ચપ્રદેશનો સમાવેશ થતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan