Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 48:45 - પવિત્ર બાઇબલ C.L.

45 લાચાર નિર્વાસિતો હેશ્બોનમાં આશરો શોધે છે, પણ હેશ્બોનમાં તો આગ લાગી છે. એક વેળાએ એ સિહોન રાજાનું પાટનગર હતું, પણ અત્યારે તો ત્યાં જવાળા ભભૂકે છે અને એ ગર્વિષ્ઠોની ભૂમિ મોઆબની સીમો અને પહાડોને ભરખી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 જેઓ નાઠા તેઓ લાચાર થઈને હેશ્બોનની છાયામાં ઊભા રહે છે; પણ હેશ્બોનમાંથી અગ્નિ તથા સિહોનમાંથી જ્વાળા નીકળીને મોઆબની સીમ તથા ગર્વિષ્ઠોના માથાનું તાલકું ખાઈ ગયાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 નાસી ગયેલા બળહીન નિર્વાસિતો હેશ્બોનની છાયા તળે વિસામો લે છે, હેશ્બોનમાંથી અગ્નિ અને સીહોનમાંથી જ્વાળાઓ નીકળીને, મોઆબની સીમ અને ગર્વિષ્ઠ લોકનાં માથાં ખાઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

45 “નાસી ગયેલા અસહાય નિર્વાસિતો હેશ્બોનની છાયા તળે વિસામો લે છે, પણ હેશ્બોનમાંથી આગ ભભૂકી નીકળે છે. સીહોનના રાજમહેલમાંથી જવાળાઓ લપકારા મારે છે, અને એ તોફાનીઓની ભૂમિને, મોઆબના સીમાડા અને પર્વતોને ભરખી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 48:45
12 Iomraidhean Croise  

એટલે અમોરીઓના રાજા સિહોનને, બાશાનના રાજા ઓગને તથા કનાનના સર્વ રાજાઓને તેમણે માર્યા.


તેમના શ્રેષ્ઠ યુવાનો અગ્નિથી બળી મર્યા, ત્યારે યુવાન કન્યાઓનાં લગ્નગીત ગવાયાં નહિ.


મેમ્ફીસ અને તાહપન્હેસના લોકોએ તેની ખોપરી ભાંગી નાખી છે.


મોઆબનું ગૌરવ ચાલ્યું ગયું છે. હેશ્બોન નગરમાં શત્રુઓ તેના પતનનું કાવતરું ઘડે છે: ‘ચાલો, એ આખી પ્રજાનું નિકંદન કાઢી નાખીએ’ હે માદમેન નગર, તને સૂમસામ બનાવી દેવાશે! તારામાં ભયંકર ક્તલેઆમ થશે.


એ માટે હું મોઆબ દેશ પર અગ્નિ વરસાવીશ અને કરીઓથના કિલ્લા બાળી નાખીશ. યુદ્ધમાં સૈનિકોના હોકારા વચ્ચે અને રણશિંગડાંના નાદ મધ્યે મોઆબના લોકો માર્યા જશે.


મારા લોક પર વહીવટ કરવા માટે તેમનામાંથી જ શાસકો, આગેવાનો, અને અમલદારો ઊભા થશે.


ત્યાર પછી ઇઝરાયલીઓએ અમોરીઓના રાજા સિહોનને સંદેશકો મારફતે સંદેશો મોકલ્યો:


હેશ્બોન તે અમોરીઓના રાજા સિહોનની રાજધાની હતી. સિહોને મોઆબીઓના અગાઉના રાજા સામે યુધ કરીને આર્નોન નદી સુધીનો તેનો બધો પ્રદેશ કબજે કરી લીધો હતો.


કારણ, હેશ્બોનમાંથી અગ્નિ અને સિહોનના નગરમાંથી ભડકો નીકળ્યો! તેણે મોઆબના આર નગરને અને આર્નોનના ઉચ્ચપ્રદેશને ભરખી નાખ્યા છે.


હે મોઆબના લોકો, તમારી કેવી પાયમાલી થઈ છે! હે કમોશના પૂજકો, તમારું સત્યાનાશ વળ્યું છે! તમારા દેવે તો તમારા યોધાઓને શરણાર્થી બનાવી દીધા છે, અને તમારી યુવતીઓને અમોરીઓના રાજા સિહોનના કબજામાં જવા દીધી.


હું તેને જોઉં છું પણ તે અત્યારને માટે નથી, હું તેને નિહાળું છું પણ નજીકના સમય માટે નહિ. યાકોબના વંશમાંથી એક સિતારો ઝળકી ઊઠશે, એટલે ઇઝરાયલી પ્રજામાંથી એક રાજા ઉદ્ભવશે. તે મોઆબના આગેવાનોને વીંધી નાખશે અને શેથના લોકોનો સંહાર કરશે.


ઈસુએ તેમને કહ્યું, શાસ્ત્રમાં જે લખેલું છે તે તમે નથી વાંચ્યું? ’બાંધકામ કરનારાઓએ જે પથ્થરને નકામો માની ફેંકી દીધો હતો તે જ આધારશિલા બન્યો છે. એ તો પ્રભુનું કાર્ય છે અને આપણી દૃષ્ટિમાં એ કેવું અદ્‌ભૂત છે!’


Lean sinn:

Sanasan


Sanasan