યર્મિયા 48:26 - પવિત્ર બાઇબલ C.L.26 પ્રભુએ કહ્યું, “મોઆબને પીવડાવીને ચકચૂર બનાવો, કારણ, તેણે મારી સામે પડકાર ફેંકયો છે; પણ મોઆબ પોતાની જ ઊલટીમાં આળોટશે અને લોકો તેની મશ્કરી કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 “તેને ચકચૂર કરો; કેમ કે તેણે યહોવાની વિરુદ્ધ બડાઈ મારી છે; મોઆબ પોતાની ઊલટીમાં આળોટશે, ને તેની હાંસી કરવામાં આવશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તેને ભાનભૂલેલો બનાવી દો, તેણે યહોવાહની વિરુદ્ધ બડાઈ મારી છે. મોઆબ પોતાની ઊલટીમાં આળોટશે અને લોકોની હાંસીનું પાત્ર થશે. Faic an caibideilપવિત્ર બાઈબલ26 “મોઆબને છાકટો પીધેલો બનાવી દો! એણે યહોવાનો વિરોધ કર્યો છે. એ એની ઊલટીમાં આળોટશે અને લોકોની હાંસીનું પાત્ર થશે, સર્વ કોઇ તેનો તિરસ્કાર કરશે. Faic an caibideil |
પ્રભુ કહે છે, “ધનુર્ધારીઓને બેબિલોન પર તીરનો મારો ચલાવવાનું કહો. જે કોઈને ધનુષ્ય અને તીર ચલાવતા આવડતું હોય તેવા દરેકને મોકલી આપો. ચારેબાજુથી નગરને ઘેરો ઘાલો અને કોઈને છટકી જવા દેશો નહિ; તેને તેનાં કાર્યોનો બદલો આપો. તેણે જેવી બીજાની દશા કરી હતી એવી જ દશા તેની પણ કરો. કારણ, તેણે મારી એટલે ઇઝરાયલના પવિત્ર પ્રભુ વિરુદ્ધ તુમાખી દાખવી હતી.
તમે આકાશના પ્રભુની વિરુદ્ધ વર્ત્યા છો. તેમના મંદિરમાંથી લાવવામાં આવેલા પ્યાલા અને વાટકાઓમાં તમે, તમારા ઉમરાવોએ, તમારી પત્નીઓ અને ઉપપત્નીઓએ દ્રાક્ષાસવ પીધો છે, અને જોઈ શકે નહિ, સાંભળી શકે નહિ કે કંઈ સમજી શકે નહિ એવાં સોના, ચાંદી, તાંબુ, લોખંડ, લાકડું અને પથ્થરમાંથી ઘડેલાં દેવદેવીઓની સ્તુતિ કરી છે. પણ જેમના હાથમાં તમારા જીવન-મરણનો નિર્ણય છે અને જે તમારાં સર્વ કાર્યોનું નિયંત્રણ કરે છે એવા ઈશ્વરને તમે માન આપ્યું નથી.