Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 48:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તેથી પ્રભુ કહે છે, “એવો સમય આવી રહ્યો છે જ્યારે હું ઠાલવનાર લોકો મોકલીને તે દ્રાક્ષાસવને ઠાલવી દેવડાવીશ. તેનાં પાત્રો ખાલી કરી દેવામાં આવશે અને તેના કૂજાઓ ફોડી નાખવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેથી યહોવા કહે છે, જુઓ, એવો સમય આવે છે કે, જે સમયે હું તેની પાસે ઊલટસૂલટ કરનારા મોકલીશ, તેઓ તેને ઉલટપાલટ કરશે. અને તેઓ તેનાં પાત્રો ખાલી કરશે, ને તેની બરણી ફોડી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 યહોવાહ કહે છે કે, તેથી જુઓ, એવો સમય આવે છે કે’ જે સમયે હું તેઓની પાસે ઊલટસુલટ કરનારા મોકલીશ. તેઓ તેને ઊલટપાલટ કરશે. તેઓ તેના પાત્રો ખાલી કરશે. તેમની બરણીઓ ફોડી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 યહોવાએ કહ્યું છે કે, “આ લોકો મોઆબ શહેરને ખાલી કરી નાખશે જેમ લોકો દ્રાક્ષારસની બરણી ખાલી કરે છે. જેમ લોકો માટીના ઘડાના ટૂકડે ટૂકડા કરી નાખે છે તેમ તેના નગરોનો નાશ કરવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 48:12
14 Iomraidhean Croise  

તું તેમને લોહદંડથી ખંડિત કરીશ, અને માટીના પાત્રની જેમ તેમના ચૂરેચૂરા કરીશ.”


માળામાંથી હાંકી કાઢવામાં આવેલા ફફડતા પક્ષીની જેમ મોઆબના લોકો આર્નોનના ઓવારાઓ પર અટવાય છે.


માટીના કોઈ પાત્રને ભાગી નાખવામાં આવે અને એના એવા ચૂરેચૂરા થઈ જાય કે એના ઠીકરાથી ચૂલામાંથી અંગારોયન લઈ શકાય કે પાણીના ટાંકામાંથી પાણી પણ કાઢી ન શકાય તેવી અમારી દશા થશે.


તેમના અમીરઉમરાવો નોકરોને પાણી લેવા મોકલે છે, તેઓ પાણીના ટાંકા પાસે જાય છે, પણ પાણી મળતું નથી; તેથી તેઓ ખાલી વાસણો સાથે પાછા ફરે છે. હતાશા અને મૂંઝવણમાં તેઓ શરમથી પોતાનાં મુખ ઢાંકે છે.


પછી પ્રભુએ મને મારી સાથે આવેલા માણસોના દેખતાં તે કૂજો ફોડી નાખવા, અને તેમને આ સંદેશ આપવા કહ્યું. સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “કુંભારનો કૂજો ભાંગી નાખ્યા પછી સાંધી શક્તો નથી: એ જ પ્રમાણે હું આ નગરને તથા આ લોકોને તોડી નાખીશ, અને જરા પણ જગા ખાલી ન રહે ત્યાં સુધી તેઓ તોફેથમાં શબો દફનાવશે.


ઓ લોકના પાલકો, તમે પોક મૂકો, અને વિલાપ કરો, ઓ ટોળાના માલિકો, રાખમાં આળોટીને શોક કરો; કારણ, તમારી ક્તલનો સમય આવી પહોંચ્યો છે; માતેલા ઘેટાની જેમ તમે પણ કપાઈને પડશો.


તેથી હું ઉત્તરની બધી પ્રજાઓને અને મારા સેવક બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારને લઈ આવીશ. આ યહૂદિયાના દેશ તથા તેના બધા રહેવાસીઓ અને આસપાસના બધા દેશો સામે યુદ્ધ કરવા હું તેમને લઈ આવીશ. મેં આ દેશોનો તથા તેની આસપાસના દેશોનો સંપૂર્ણ સંહાર કરવાનું નક્કી કર્યું છે. હું તેમની એવી દશા કરીશ કે લોકો એ જોઈને ડઘાઈ જશે, આઘાત પામશે અને તેમની હંમેશને માટે નામોશી થશે.


મોઆબ દેશે આરંભથી જ સલામતી ભોગવી છે. તે તો ઠરવા મૂકેલા દ્રાક્ષાસવ જેવો છે; જેને એક પાત્રમાંથી બીજામાં રેડવામાં આવ્યો નથી (એટલે કે, તેના લોકો કદી દેશનિકાલ કરાયા નથી.) તેથી તે દ્રાક્ષાસવનો, સ્વાદ જળવાયો છે, અને તેની સુગંધ બદલાઈ નથી.


જેમ ઇઝરાયલીઓ તેમના ‘બેથેલ’ના દેવ પર ભરોસો રાખવાને લીધે લજ્જિત થયા હતા તેમ મોઆબીઓ તેમના દેવ કમોશ પર ભરોસો રાખવાને લીધે લજ્જિત થશે.


મોઆબ દેશ અને તેનાં નગરોનો વિનાશ થયો છે; તેના શ્રેષ્ઠ યુવાનો ક્તલ માટે દોરી જવાયા છે; જેમનું નામ સેનાધિપતિ યાહવે છે તે રાજાની આ વાણી છે.


મોઆબની બધી અગાસીઓ પર અને શેરીઓના ચોકમાં માત્ર રુદન સંભળાય છે; કારણ, નકામા પાત્રની જેમ મેં મોઆબને ભાંગી નાખ્યું છે.


દરેક નગર પર વિનાશ આવી પડશે અને કોઈ નગર બચશે નહિ. પ્રભુએ કહ્યું છે તેમ ખીણપ્રદેશનો નાશ થશે અને સપાટ ઉચ્ચપ્રદેશ પણ પાયમાલ થશે.


(ઇઝરાયલને તેના દુશ્મનોએ લૂંટી લીધું તે પહેલાંની તેની જાહોજલાલી પ્રભુ ફરીથી સ્થાપવાની પેરવીમાં છે.)


Lean sinn:

Sanasan


Sanasan