Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 47:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પણ તે કેવી રીતે ઝંપે? કારણ, મેં પ્રભુએ જ એ તલવારને આજ્ઞા આપી છે, મેં જ તેને આશ્કલોન નગરમાં અને દરિયાકિનારે વસતા લોકોનો સંહાર કરવા આદેશ આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પણ યહોવાએ તને આજ્ઞા આપી છે, તો તું કેમ શાંત રહી શકે? આશ્કલોન તથા સમુદ્રના કાંઠાની વિરુદ્ધ યહોવાએ તરવાર નિર્માણ કરી છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પણ યહોવાહે તને આજ્ઞા આપી છે તો તું શી રીતે શાંત રહી શકે? આશ્કલોન તથા સમુદ્ર કાંઠાની વિરુદ્ધ તેણે તલવાર નિર્માણ કરી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પણ યહોવાએ એને આજ્ઞા કરી હોય પછી એ આરામ શી રીતે કરે? કારણ કે આશ્કલોન તથા સમુદ્રને કાંઠે વસનારાઓનો વિનાશ કરવાની તેણે તેને આજ્ઞા કરીને મેં દરિયાકાંઠાને સાફ કરવાનું સોંપ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 47:7
15 Iomraidhean Croise  

મને કોપાયમાન કરનાર અધર્મી પ્રજા પર આક્રમણ કરવા હું આશ્શૂરને મોકલીશ. તેમને લૂંટી લેવા, તેમની સંપત્તિ પચાવી પાડવા અને તેમને શેરીઓ ક્દવની જેમ ખૂંદી નાખવા હું આશ્શૂરને આજ્ઞા આપીશ.”


પ્રભુએ પોતાના સમર્પિત લોકને હુકમ આપ્યો છે, અને તેમના વિજયથી આનંદ પામનારા સૈનિકોને પોતાના ક્રોધનો અમલ કરવા બોલાવ્યા છે.


“શું તને ખબર નથી કે આ બધું તો મેં પુરાતનકાળથી નિર્માણ કરેલું હતું? અને મેં પ્રાચીનકાળથી એની યોજના કરી હતી? હવે મેં જ એ પ્રમાણે થવા દીધું છે. મેં તારી પાસે ખંડિયેરના ઢગલા કરાવ્યા છે.


જે કોઈ પ્રભુનું કાર્ય કરવામાં બેદરકારી રાખે તે શાપિત હો! જે કોઈ પોતાની તલવાર કાઢીને ક્તલ ન ચલાવે તે શાપિત હો!


અથવા હું તલવાર મોકલીને એ આખાયે દેશમાં યુદ્ધથી જનજનાવરનો સંહાર કરું,


“હે મનુષ્યપુત્ર, સંદેશ પ્રગટ કર. તારા હાથથી તાળી પાડ અને એ સંહારક તલવાર બે વાર, હા, ત્રણ વાર પ્રહાર કરશે. એ તો આસપાસ કત્લેઆમ કરનારી તલવાર છે.


તલવાર મ્યાન કરો; જે ભૂમિમાં તમે જનમ્યાં, જે સ્થળમાં તમારું સર્જન થયું ત્યાં હું તમારો ન્યાય કરીશ.


“હે મનુષ્યપુત્ર, સંદેશ પ્રગટ કર. લોકોને કહે કે પ્રભુ આમ કહે છે: તલવાર સરાણે ચડાવેલી અને ચકચકિત છે.


તેથી હું પ્રભુ પરમેશ્વર પોતે કહું છું કે હું પલિસ્તીઓ પર પ્રહાર કરીશ. હું કેરેથીઓને નાબૂદ કરી નાખીશ અને સમુદ્રકિનારાના બાકીના બધા લોકોનો વિનાશ કરીશ.


શહેરમાં રણભેરી વાગે અને લોકો ભયભીત ન થાય એવું બને ખરું? પ્રભુના મોકલ્યા વિના કોઈ નગર પર આપત્તિ આવી પડે ખરી?


પ્રભુનો ડર રાખવો એમાં ડહાપણ છે. તે શહેરને હાંક મારે છે: “હે નગરજનો, સજાની સોટી અને એનું નિર્માણ કરનારને લક્ષમાં લો અને ચેતો.


તેથી અમાલેકીઓ પર આક્રમણ કર અને તેમના સર્વસ્વનો પૂરેપૂરો નાશ કર. એકેય વસ્તુ બાકી રાખીશ નહિ. તેમનાં પુરુષો, સ્ત્રીઓ, કિશોરો, નાનાં બાળકો, બળદો, ઘેટાં, ઊંટ અને ગધેડાં એ બધાંને મારી નાંખ, કોઈને ય જીવતું જવા દઈશ નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan