Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 47:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પ્રભુ કહે છે, “જુઓ, ઉત્તરમાં પૂર ચઢે છે, અને ઘોડાપૂરની માફક તે સમસ્ત દેશ પર, નગરો અને તેના રહેવાસીઓ પર ફરી વળશે. ત્યારે લોકો વિલાપ કરશે અને દેશના સર્વ રહેવાસીઓ કરુણ આક્રંદ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 યહોવા કહે છે, “જુઓ, ઉત્તરમાંથી પૂર ચઢે છે, ને જંગી રેલ દેશ પર, તથા તેમાંના સર્વસ્વ પર, નગર તથા તેમાં રહેનારાંઓ પર, ફરી વળશે. અને માણસો રડાપીટ કરશે, ને દેશના સર્વ રહેવાસીઓ વિલાપ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 યહોવાહ કહે છે કે; જુઓ, ઉત્તરમાંથી પૂર આવી રહ્યું છે; અને પલિસ્તીઓના સમગ્ર દેશ પર તે ફરી વળશે; તે તેઓનાં નગરો તથા તેમાંના સર્વસ્વનો નાશ કરશે. શૂરવીર પુરુષો ભયથી બૂમો પાડશે અને સર્વ પ્રજાજનો પોક મૂકીને રડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 આ યહોવાના વચન છે, “ઉત્તરમાંથી પૂર આવી રહ્યું છે અને પલિસ્તીઓના સમગ્ર દેશ પર તે ફરી વળશે. તે તેઓનાં નગરો તથા તેમાનાં સર્વસ્વનો નાશ કરશે. શૂરવીર પુરુષો ભયથી બૂમો પાડશે અને સર્વ પ્રજાજનો પોક મૂકીને રડશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 47:2
32 Iomraidhean Croise  

પૃથ્વી અને તેનું સર્વસ્વ પ્રભુનાં છે; દુનિયા અને તેના પર વસનારાં બધાં તેમનાં જ છે.


જો હું ભૂખ્યો હોઉં તોપણ તમને જણાવું નહિ; કારણ, સૃષ્ટિ તથા તેમાંનું સર્વસ્વ મારું છે.


પ્રભુ આવે ત્યારે તેમની સમક્ષ આકાશો આનંદ કરો, અને પૃથ્વી હરખાઓ; સમુદ્ર અને તેમાંનાં સર્વ જીવો ગર્જના કરો;


પ્રભુની સમક્ષ સમુદ્ર અને તેનાં મોજાં ગર્જના કરો; પૃથ્વી અને તેના સર્વ નિવાસીઓ ગાજી ઊઠો;


હે પલિસ્તીઓનાં સર્વ નગરો અને તેમના દરવાજાઓ, તમે સૌ પોક મૂકીને રડો અને આક્રંદ કરો. ઉત્તર તરફથી આંધીની જેમ લશ્કર ચડી આવે છે; એમાં કોઈ ક્યર સૈનિક નથી.


મોઆબની બધી સરહદો પર વિલાપનો સાદ સંભળાય છે. એગ્લાઈમ, અરે, બએર-એલીમ સુધી તેમનો વિલાપ પહોંચ્યો છે.


દર્શનની ખીણ વિષેનો આ સંદેશ છે: એવું તો શું બન્યું છે કે તમે બધા ધાબા પર ચડી ગયા છો?


હું ન્યાયનો માપવાની દોરી તરીકે અને પ્રામાણિક્તાનો ઓળંબા તરીકે ઉપયોગ કરીશ.” તમારા આશ્રય જૂઠને કરાનું તોફાન ઘસડી જશે અને તમારા ઓથા અસત્ય પર પૂરનાં પાણી ફરી વળશે.


પૂર્વથી પશ્ર્વિમ સુધી સૌ કોઈ પ્રભુના નામથી અને તેમના મહાન પ્રતાપથી બીશે. પ્રભુની ફૂંકથી ધકેલાતી ધસમસતી નદીની જેમ પ્રભુ આવશે.


પ્રભુએ મને કહ્યું, “ઉત્તર તરફથી આ દેશના સર્વ રહેવાસીઓ પર વિનાશ આવી પડશે.


ઘણી પ્રજાઓએ તમારી નામોશી વિષે સાંભળ્યું છે, તમારા રુદનનો અવાજ આખી દુનિયામાં ફેલાયો છે. સૈનિકો એકબીજા સાથે અથડાય છે અને તેઓ બન્‍ને જમીન પર પટક્ય છે!


બેબિલોનનો રાજા નબૂખાદનેસ્સાર ઇજિપ્ત પર આક્રમણ કરવા આવી રહ્યો હતો ત્યારે પ્રભુએ યર્મિયાને આપેલો સંદેશ:


ઇજિપ્ત તો સુંદર વાછરડી જેવું હતું. પણ ઉત્તર દિશાએથી માખે તેના પર વિનાશક હુમલો કર્યો છે.


ઇજિપ્તના લોકો અપમાનિત થયા છે; તેમને ઉત્તરમાંથી આવેલી પ્રજાને તાબે કરી દેવામાં આવ્યા છે. હું પ્રભુ આ બોલું છું.”


એને લીધે મોઆબના ચૂરેચૂરા થયા છે અને તે કરુણ આક્રંદ કરે છે. મોઆબ અપમાનથી શરમિંદું થયું છે, તે ખંડેર બન્યું છે અને તેની આસપાસના લોકોમાં આશ્ર્વર્ય અને મશ્કરીનું પાત્ર બન્યું છે.” આ પ્રભુની વાણી છે.


પ્રભુ આ પ્રમાણે કહે છે, “જુઓ, ઉત્તર તરફના દેશમાંથી એક પ્રજા આવી રહી છે, પૃથ્વીના અંતિમ ભાગમાંથી એક બળવાન પ્રજા ચડાઈ કરવા આવી રહી છે.


ઉત્તરની સરહદે આવેલા દાન નગરથી શત્રુના અશ્વોનો હણહણાટ સંભળાય છે; તેમના પાણીદાર અશ્વોની તબડકથી આખી ધરતી ધ્રૂજી ઊઠી છે. દુશ્મનો આપણો આખો પ્રદેશ અને તેમાંનું સર્વસ્વ તથા બધાં નગરો અને રહેવાસીઓનો નાશ કરવાને આવી રહ્યા છે.


તેનો વિરોધ કરનારાઓના સૈન્યને તે પૂરની જેમ હડસેલી કાઢશે અને તેનો સંહાર કરશે. અરે, કરારનો અધિપતિ પણ નાશ પામશે.


ધસમસતાં પૂરની જેમ તે પોતાના દુશ્મનોનો નાશ કરે છે. તે તેમના વિરોધીઓને મારી નાખે છે.


કારણ, ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે.”


પણ જો કોઈ તમને કહે કે, “આ તો મૂર્તિને ચડાવેલું નૈવેદ છે,” તો પછી જેણે તમને કહ્યું તેની ખાતર, તેમ જ તમારી નહિ, પણ સામા માણસની વિવેકબુદ્ધિની ખાતર તે ખાશો નહિ. કોઈને પ્રશ્ર્ન થાય: “બીજા માણસની વિવેકબુદ્ધિ માટે મારા વર્તનની સ્વતંત્રતાને શા માટે મર્યાદિત કરવામાં આવે છે?


હવે હે ધનિકો, મારું સાંભળો! તમારા પર આવી પડનાર દુ:ખોને લીધે રુદન અને વિલાપ કરો.


પછી સાત પ્યાલાવાળા સાત દૂતોમાંનો એક મારી પાસે આવ્યો અને તેણે કહ્યું, “ચાલ, ઘણાં પાણી પર બેઠેલી નામચીન વેશ્યાને કેવી સજા થશે તે બતાવું.


દૂતે મને એ પણ કહ્યું, “જે ઘણાં પાણી તેં જોયાં, જેના પર પેલી વેશ્યા બેઠી છે, તે તો પ્રજાઓ, લોકો, રાષ્ટ્રો અને ભાષાઓ છે.


Lean sinn:

Sanasan


Sanasan