Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 46:8 - પવિત્ર બાઇબલ C.L.

8 નાઈલ નદીની જેમ ચડી આવનાર તો ઇજિપ્ત છે; પૂરના પાણીની જેમ તે ઊછળે છે. ઇજિપ્ત કહે છે, “હું ચડાઈ કરીને આખી દુનિયા પર ફરી વળીશ! અને નગરોનો તથા તેના લોકોનો વિનાશ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 મિસર નાઈલની જેમ ચઢી આવે છે, ને તેનાં પાણી નદીના પૂરની જેમ ઊછળે છે; તે કહે છે, ‘હું ચઢી આવીશ, હું પૃથ્વી પર ફરી વળીશ; હું નગરને તથા તેમાં રહેનારાઓને નષ્ટ કરીશ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 મિસર નીલની જેમ ચઢી આવે છે, તેનાં પાણી નદીઓનાં પૂરની જેમ ઊછળે છે. તે કહે છે, હું ચઢી આવીશ; અને આખી પૃથ્વીને ઢાકી દઈશ, હું નગરોને અને તેના રહેવાસીઓને નષ્ટ કરીશ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 મિસર નીલ નદીની જેમ ઉભરાય છે, જેમ નદીઓ તેમના કાંઠા પર પૂરથી ફરી વળે છે. તે કહે છે, ‘હું ઉપર ચઢીશ અને આખી પૃથ્વીને ઢાકી દઇશ, હું શહેરોને અને તેના વતનીઓને તાણી જઇશ.’

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 46:8
7 Iomraidhean Croise  

તેને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: હે ઇજિપ્તના રાજા ફેરો, નાઇલ નદીમાં પડી રહેનાર રાક્ષસી મગર, હું તારી વિરુદ્ધ છું. તું કહે છે કે નાઇલ નદી મારી છે; તેં તારે માટે એને બનાવી છે.


“હે મનુષ્યપુત્ર, ઇજિપ્તના રાજા ફેરો વિષે વિલાપગીત દ્વારા તું તેને મારો આ સંદેશ પહોંચાડ: ‘તું પ્રજાઓમાં પોતાને સિંહ માનતો હતો, પણ તું તો નદીનાં પાણી ચાતરનાર મગરમચ્છ જેવો છે. તું તારા પગથી નદીનાં પાણીને ડહોળીને તેને મેલાં બનાવે છે.’


“અરામના રાજાના પુત્રો મોટું સેન્ય એકત્ર કરીને યુદ્ધની તૈયારી કરશે. તેઓમાંનો એક પૂરની માફક ધસી આવશે અને શત્રુના એક કિલ્લા પર આક્રમણ કરશે.


તેથી પૃથ્વી કાંપશે અને દેશના સૌ કોઈ કફોડી સ્થિતિમાં મુકાઈ જશે. આખો દેશ ધ્રૂજી ઊઠશે અને નાઇલના પૂરની જેમ ઊંચો નીચો થઈ જશે.


Lean sinn:

Sanasan


Sanasan