Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 46:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પ્રભુ કહે છે, “પણ હું આ શું જોઉં છું? તેઓ તો ભયભીત થઈને ભાગે છે! તેમના યોદ્ધાઓને મારીને પાછા હઠાવવામાં આવ્યા છે. તેઓ બીકના માર્યા નાસે છે અને પાછું વળીને જોતા નથી! ચોમેર આતંક છવાયો છે. હું પ્રભુ આ બોલું છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 મેં તેઓને ગભરાયેલા તથા પાછા હઠેલા જોયા એ કેમ? તેઓના શૂરવીરો હારી ગયા છે, તેઓ ઝડપથી નાઠા છે ને પાછું ફરી જોતા નથી; ચારે તરફ ભય છે, એવું યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પરંતુ હું અહીંયાં શું જોઉં છું? તેઓ ભયભીત થઈ નાસે છે, તેઓના શૂરવીરો હારી ગયા છે. તેઓ પાછું જોયા વગર ઝડપથી ભાગે છે. ચારેકોર ભય છે.” એમ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પરંતુ હું આ શું જોઉં છું? તેઓ ભયભીત થઇ ભાગે છે, તેમના શૂરવીરોને મારી હઠાવવામાં આવ્યા છે. તેઓ પાછું જોયા વગર ઊભી પૂંછડીએ ભાગે છે. ચારેકોર ભય વ્યાપી ગયો છે.” આ હું યહોવા બોલું છું.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 46:5
19 Iomraidhean Croise  

તેમને બહાર લાવ્યા પછી એક દૂતે તેમને કહ્યું, “તમારો જીવ લઈને નાસો, પાછા વળીને જોશો નહિ અને ખીણપ્રદેશમાં કોઈ જગ્યાએ ન રોકાતાં પર્વત પર નાસી જાઓ, નહિ તો તમારો પણ નાશ થઈ જશે.”


તેમનામાં ગભરાટ ફેલાઈ જશે. તેઓ દર્દ અને વેદનામાં સપડાઈ જશે; તેથી તેઓ જાણે કે પ્રસૂતાની જેમ કષ્ટાશે. તેઓ એકબીજાની સામે ભયભીત આંખે તાકી રહેશે અને તેમના ચહેરા ભડકે બળશે.


એ સમયે ઇજિપ્તના લોકો સ્ત્રી જેવા ડરપોક બની જશે. સર્વસમર્થ પ્રભુએ તેમનો વિનાશ કરવા પોતાનો હાથ ઉગામ્યો છે. તે જોતાં જ તેઓ ભયથી થરથરવા માંડશે.


મૂર્તિઓ પર ભરોસો રાખનારાઓ અને તેમને પોતાના દેવો કહેનારાઓ શરમાઈને ભાગી જશે.”


પ્રભુ પોતાના લોક પર રોષે ભરાયા છે અને તેમણે તેમને સજા કરવાને પોતાનો હાથ ઉગામ્યો છે. પર્વતો ધ્રૂજી ઊઠશે અને મરેલાંઓનાં શબ કચરાની માફક રસ્તે રઝળશે. છતાં પ્રભુનો રોષ શમી જશે નહિ, પણ સજા કરવાને તેમનો હાથ હજી ઉગામેલો રહેશે.


હું મારા વિષે ટોળામાં થતી આવી ગુસપુસ સાંભળું છું: ‘પેલો માગોર-મિસ્સાબીબ (ચોમેર આતંક)! ચાલો, તેના પર આરોપો મૂકી, તેને વિષે ફરિયાદ કરીએ.’ અરે, મારા નિકટના મિત્રો પણ મારું પતન ઇચ્છે છે, અને કહે છે, ‘કદાચ તે ફસાઈ જશે; પછી આપણે તેને પકડી લઈને તેના પર વેર વાળીશું!’


તમારા દેવ અપિસનું પતન કેમ થયું છે? શા માટે તમારો આખલો સ્થિર રહી શક્તો નથી? કારણ, પ્રભુએ તમને ઉથલાવી પાડયા છે.


તેના ભાડૂતી સૈનિકો પણ વાછરડા જેવા લાચાર છે. તેઓ સામનો કરીને લડી શક્યા નહિ, બધા પીછેહઠ કરીને નાઠા છે; કારણ, તેમના પર આફતનો દિવસ અને વિનાશનો સમય આવી પહોંચ્યો છે.


તેમના તંબૂઓ, ઘેટાંબકરાં, તંબૂના પડદા અને તેમનો બધો સરસામાન કબજે કરી લો. તેમનાં ઊંટો પડાવી લો અને પોકારીને કહો, ‘ચોમેર આતંક છે.”


સાચે જ હું ચારેય દિશાએથી તમારા પર ત્રાસ લાવીશ. તમારામાંનો દરેકે પોતાનો જીવ લઈને નસાય ત્યાં નાસી જશે અને નાસી છૂટેલાને એકત્ર કરનાર કોઈ રહેશે નહિ. હું પ્રભુ આ બોલું છું.


અમે બહાર નીકળવાની કે રસ્તા પર ચાલવાની હિંમત કરી શક્તા નથી; કારણ, અમારા દુશ્મનો શસ્ત્રસજ્જ છે, અને ચોમેર આંતક છવાયો છે.”


તારા પ્રત્યેનો મારો વર્તાવ જોઇને ઘણા દેશો આઘાત પામશે. તેમના દેખતાં હું મારી તલવાર વીંઝીશ ત્યારે તેમના રાજાઓ ભયથી થથરી ઊઠશે. જે દિવસે તારું પતન થશે તે જ દિવસે તેઓ બધા પોતાનો પ્રાણ જવાના ડરથી કાંપી ઊઠશે.”


સૈનિકોનું માંસ ખાઓ અને પૃથ્વીના શાસકોનું રક્ત પીઓ. એ બધા તો બાશાન દેશના પુષ્ટ મેઢાં, ઘેટાં, બકરાં અને આખલા જેવા છે.


બંધની પાળ તૂટતાં પાણી બહાર ધસી જાય તેમ લોકો નિનવે નગરમાંથી બહાર નાસી રહ્યા છે. “થોભો! થોભો!” પોકારો થાય છે. પણ કોઈ પાછું ફરતું નથી.


રૂપું લૂંટો! સોનું લૂંટો! અરે, શહેર તો કીમતી ખજાનાથી ભરપૂર છે.


પ્રભુનો મહાન દિવસ પાસે છે. તે નજીક છે અને બહુ ઝડપભેર આવી રહ્યો છે. એ દિવસનો સાદ ઘણો કરુણ હશે. કારણ, શૂરવીરો પણ હતાશ થઈ રડી પડશે.!


Lean sinn:

Sanasan


Sanasan