Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 46:4 - પવિત્ર બાઇબલ C.L.

4 ઘોડા પર સાજસામાન લગાવો; હે ઘોડેસ્વારો, ઘોડાઓ પર સવાર થાઓ! ટોપ પહેરીને ક્તારબદ્ધ ઊભા રહો, તમારા ભાલાની ધાર તીક્ષ્ણ બનાવો; બખ્તર ધારણ કરો!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ઘોડાઓ પર જીન બાંધો, ને, હે સવારો, તમે [ઘોડા] પર સવાર થાઓ, તમે ટોપ પહેરીને ઊભા રહો; ભાલાઓને ઓપ ચઢાવો, બખતર પહેરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ઘોડાઓ પર જીન બાંધો અને હે સવારો તમે તેના પર સવાર થાઓ તમે ટોપ પહેરીને સજ્જ થાઓ. ભાલાઓની ધાર તીક્ષ્ણ કરો અને બખતર ધારણ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ઘોડાઓ પર જીન બાંધો અને તેના પર સવાર થઇ જાઓ! તમે ટોપ પહેરીને સજ્જ થાઓ! ભાલાઓની ધાર તીણી કરો! બખતર ધારણ કરો!

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 46:4
11 Iomraidhean Croise  

ઉઝિયા સૈન્યને ઢાલો, ભાલા, ટોપ, બખ્તર, તીર અને ધનુષ્ય અને ગોફણના ગોળા પૂરા પાડતો.


તે વખતથી મારા અર્ધા માણસો કામ કરતા, જ્યારે બાકીના અર્ધા માણસો બખ્તર પહેરીને તથા ભાલા, ઢાલો અને ધનુષ્યો સજીને ચોકીપહેરો કરતા. આગેવાનો પણ કોટનું કામ કરતાં કરતાં યહૂદિયાના લોકોનું ધ્યાન રાખતા હતા.


હે વિદેશીઓ, યુદ્ધનો લલકાર કરો, પણ યાદ રાખો કે તમારા ભુક્કા બોલી જશે. હે દૂરદૂરના દેશો, ધ્યનથી સાંભળો! યુદ્ધને માટે ભલે સજ્જ થાઓ, પણ તમારા ચૂરેચૂરા થઈ જશે. યુદ્ધને માટે ભલે તૈયાર થાઓ, પણ તમારો ઘાણ વળી જવાનો છે.


ઇજિપ્તમાં એ વિષે ઘોષણા કરો! તેનાં નગરો મિગ્દોલ, નોફ તથા તાહપાન્હેસમાં જાહેરાત કરો; સાવધ થાઓ, તૈયાર થાઓ! કારણ, તમારી આસપાસ બધું યુદ્ધમાં તારાજ થયું છે.


પ્રભુએ બેબિલોનનો વિનાશ કરવાનું નક્કી કર્યું છે. તેથી તેમણે માદીઓના રાજાઓને ઉશ્કેર્યા છે. પ્રભુના મંદિરનો વિનાશ કર્યાને લીધે પ્રભુ આ રીતે પોતાનું વેર વાળી રહ્યા છે. સેનાનાયકો હુકમ કરે છે: તમારાં તીરોને તીક્ષ્ણ બનાવો અને ઢાલો ધારણ કરો.


તેના ધનુર્ધારીઓને ધનુષ્ય ચડાવવાનો સમય મળશે નહિ, કે તેના સૈનિકોને બખ્તર સજવાનો સમય રહેશે નહિ. તેના યુવાનો પર દયા દાખવવામાં આવશે નહિ અને તેના સૈન્યનો સંપૂર્ણ નાશ થશે.


“હે મનુષ્યપુત્ર, તું સંદેશ પ્રગટ કર કે ઇઝરાયલનું અપમાન કરતાં આમ્મોનીઓ વિષે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: તલવાર સંહાર માટે તાણેલી છે. સંહાર કરવા માટે તે વીજળીની જેમ ચમકે માટે તેને ઓપ આપવામાં આવ્યો છે.


પ્રજાઓમાં આ જાહેરાત કરો: ‘યુદ્ધને માટે સજ્જ થાઓ; તમારા યોદ્ધાઓને તેડાવો; તમારા સર્વ સૈનિકોને એકત્ર કરી કૂચ કરો!


તેણે દાવિદને પોતાનું કવચ પહેરવા માટે આપ્યું. તેણે દાવિદના માથા પર તાંબાનો ટોપ મૂકયો અને પહેરવાને બખ્તર આપ્યું.


તેણે તાંબાનો ટોપ અને 50 કિલોગ્રામ વજનનું તાંબાનું બખ્તર પહેર્યું હતું.


Lean sinn:

Sanasan


Sanasan