Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 46:21 - પવિત્ર બાઇબલ C.L.

21 તેના ભાડૂતી સૈનિકો પણ વાછરડા જેવા લાચાર છે. તેઓ સામનો કરીને લડી શક્યા નહિ, બધા પીછેહઠ કરીને નાઠા છે; કારણ, તેમના પર આફતનો દિવસ અને વિનાશનો સમય આવી પહોંચ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 વળી તેનામાં તેના પગારદાર સિપાઈઓ પાળેલા વાછરડાઓના જેવા છે; કેમ કે તેઓ પણ પીઠ ફેરવીને તમામ નાસી ગયા છે, તેઓ ઊભા રહ્યા નહિ, કેમ કે તેઓની વિપત્તિનો દિવસ, તેઓની આફતનો સમય તેઓ પર આવી પડયો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેના ભાડૂતી યોદ્ધાઓ પણ પાળેલા વાછરડા જેવા છે, પણ તેઓ બધા નાસી ગયા છે. કોઈ ટકી ન શક્યું, કેમ કે તેમની વિપત્તિનો દિવસ, તેમની આફતનો સમય તેમના પર આવી પડ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તેના ભાડૂતી યોદ્ધાઓ પણ પાળેલા વાછરડા જેવા હતા, પણ તેઓ પણ બધા નાસી છૂટયા, કોઇ ટકી ન રહ્યો, કારણ, તેમની સજાનો દિવસ આવી પહોંચ્યો હતો, તેમના સર્વનાશનો ઘડો ભરાઇ ચૂક્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 46:21
25 Iomraidhean Croise  

આમ્મોનીઓને સમજાયું કે તેમણે દાવિદને પોતાનો શત્રુ બનાવ્યો છે અને તેથી તેમણે બેથરહોબ અને સોબામાંથી વીસ હજાર અરામી સૈનિકો, ટોબમાંથી બાર હજાર માણસો અને માખા રાજાને તેના એક હજાર માણસો સહિત ભાડે રાખ્યા.


પ્રભુએ અરામીઓને જાણે ઘોડા અને રથો સહિતનું મોટું સૈન્ય આગેકૂચ કરતું હોય તેવો અવાજ સંભળાવ્યો અને તેથી અરામીઓને લાગ્યું કે ઇઝરાયલના રાજાએ હિત્તી અને ઇજિપ્તી રાજાઓને અને તેમનાં લશ્કરોને તેમના પર હુમલો કરવા ભાડે રાખ્યાં છે.


પરંતુ પ્રભુ દુષ્ટોની હાંસી ઉડાવે છે; કારણ, તે જાણે છે કે તેમના દિવસો ભરાઈ ચૂક્યા છે.


પ્રેમાળ લોકોની સંગતમાં શાકભાજી ખાવાં એ ઘૃણાખોર લોકોની સાથે મિષ્ટાન આરોગવા કરતાં ઉત્તમ છે.


ઈશ્વર તમને સજા ફરમાવશે ત્યારે તમે શું કરશો? તે તમારા પર દૂર દેશથી આફત લાવશે ત્યારે તમે શું કરશો? તમે મદદ માટે કોની પાસે દોડી જશો? તમારી ધનદોલત ક્યાં મૂકી જશો?


જંગલી આખલા, વાછરડા અને પુખ્ત ગોધાની જેમ લોકોની ક્તલ થશે. તેમનો પ્રદેશ લોહી લોહી થઈ જશે અને તેમની ભૂમિ ચરબીથી લથબથ થઈ જશે


પૂર્વના પવનથી જેમ ધૂળ ઊડી જાય, તેમ હું તેમના શત્રુઓ આગળ તેમને વેરવિખેર કરી નાખીશ. તેમના પર આફત આવી પડશે ત્યારે હું તેમના તરફ મારું મુખ નહિ, પણ મારી પીઠ ફેરવીશ.”


શત્રુઓનું લશ્કર નજીક આવતું જોઇ ઇજિપ્ત નાસે છે; સરક્તા સાપના સિસકારા જેવો તેનો અવાજ સંભળાય છે. માણસો વૃક્ષો કાપતા હોય તેમ તેઓ કુહાડા લઈને તૂટી પડે છે.


પ્રભુ કહે છે, “પણ હું આ શું જોઉં છું? તેઓ તો ભયભીત થઈને ભાગે છે! તેમના યોદ્ધાઓને મારીને પાછા હઠાવવામાં આવ્યા છે. તેઓ બીકના માર્યા નાસે છે અને પાછું વળીને જોતા નથી! ચોમેર આતંક છવાયો છે. હું પ્રભુ આ બોલું છું.”


હે ઘોડેસ્વારો, આગેકૂચ કરો! રથો મારી મૂકો! સૈનિકો આક્રમણ કરો! કુશ અને પુટના ઢાલધારીઓ અને લૂદના પ્રવીણ ધનુર્ધારીઓ, આગળ વધો!


જે ભયથી નાસી છૂટવા પ્રયત્ન કરશે તે ખાડામાં પડશે અને જે ખાડામાંથી બહાર નીકળી આવશે તે ફાંદામાં ફસાઈ જશે. કારણ, મોઆબના પતનના ઠરાવેલા સમયે હું આ બધું તેના પર લાવીશ. હું પ્રભુ આ બોલું છું.


હે દેદાનના રહેવાસીઓ, નાસો! પાછા ફરીને ભાગો. બરાબર સંતાઈ જાઓ. હું એસાવના વંશજોનો વિનાશ કરવાનો છું. કારણ, તેમની સજાનો સમય આવી પહોંચ્યો છે.


પ્રભુ કહે છે, “હે બેબિલોનના લોકો, તમે મારી વારસાસમ પ્રજાને લૂંટી લીધી છે. તમે આનંદ ભલે કરો અને હરખાઓ; ભલે તમે ગોચરમાં રમણે ચડેલી વાછરડીની જેમ કૂદાકૂદ કરો અને ઘોડાઓની જેમ હણહણો;


આખલા જેવા તેના સર્વ સૈનિકોનો સંહાર કરો. તેમની ક્તલ કરી નાખો! એમનું આવી બન્યું છે! તેમની સજાનો દિવસ અને તેમના પતનનો સમય આવી પહોંચ્યો છે.


એ માટે હું, પ્રભુ પરમેશ્વર કહું છું કે હું ઇજિપ્તના રાજા ફેરોની વિરુદ્ધ છું, હું એનો સાજો અને ભાંગી ગયેલો એમ બન્‍ને હાથ ભાંગી નાખીશ અને એના હાથમાંથી તલવાર નીચે પડી જશે.


જ્યારે ઇઝરાયલી લોકોને તેમનાં પાપને લીધે આકરામાં આકરી શિક્ષા થઈ, એટલે કે તેમના પર આફત આવી પડી ત્યારે તારી જૂની દુશ્મનાવટને લીધે તેં તેમનો સંહાર થવા દીધો.


શિક્ષાનો સમય આવ્યો છે. બદલો લેવાના દિવસો આવી લાગ્યા છે. એ બધું બનશે ત્યારે ઇઝરાયલને ખબર પડશે. તમે કહો છો, “આ સંદેશવાહક મૂર્ખ છે, અને આ ઈશ્વર પ્રેરિત માણસ પાગલ છે.” પાપને લીધે તમે મારો આટલો તિરસ્કાર કરો છો.


હાથીદાંતના વિલાસી પલંગો પર આરામથી આળોટનારાઓ અને કુમળા વાછરડા અને ઘેટાંના માંસની મિજબાની ઉડાવનારાઓ, તમારે માટે તે દિવસ કેટલો ભયાનક બની રહેશે!


મારા લોકના નગરમાં કૂચ કરી જઈ તેમની દુર્દશા પર તારે જોઈ રહેવું જોઈતું નહોતું, તેમ જ તેમની વિપત્તિના વખતે તારે તેમની સંપત્તિ પચાવી પાડવી જોઈતી નહોતી.


તેઓમાં શ્રેષ્ઠ ગણાતો માણસ ઝાંખરાં જેવો અને સૌથી પ્રામાણિક મનાતો માણસ કાંટા કરતાંયે નકામો છે. સંદેશવાહકોએ જેને વિષે ચેતવણી આપી છે તે દિવસ આવી પહોંચ્યો છે અને ત્યારે ઈશ્વર લોકોને સજા કરશે. હવે તેઓ ભારે વિમાસણમાં પડી ગયા છે.


તેથી તેણે બીજા નોકરોને આમંત્રિતો પાસે આમ કહીને મોકલ્યા: ’મારું જમણ તૈયાર છે; બળદો અને માતેલાં પશુઓ કાપવામાં આવ્યાં છે. બધું તૈયાર છે. લગ્નજમણમાં જલદી પધારો!’


“પણ યશુરૂને, પ્રભુના લાડીલા લોકે આહારથી પુષ્ટ થઈને બંડ કર્યું; તેઓ ખાઈપીને વકરી ગયા, અને તાજામાજા થયા. તેમણે તેમના સર્જનહાર ઈશ્વરનો ત્યાગ કર્યો અને તેમના સમર્થ ઉધારકનો તિરસ્કાર કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan