Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 46:20 - પવિત્ર બાઇબલ C.L.

20 ઇજિપ્ત તો સુંદર વાછરડી જેવું હતું. પણ ઉત્તર દિશાએથી માખે તેના પર વિનાશક હુમલો કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 મિસર સુંદર વાછરડી છે! પણ ઉત્તર તરફથી નાશ આવ્યો છે, તે આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 મિસર સુંદર યુવાન વાછરડી છે. પણ ઉત્તરમાંથી એક ડંક મારનાર માખી આવે છે. તે આવી રહ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 “મિસર તો રૂડીરૂપાળી વાછરડી હતી. પણ ઉત્તરમાંથી એક અશ્વમાખ આવીને તેને ડંખ મારશે અને તેને દોડાવશે!

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 46:20
8 Iomraidhean Croise  

પ્રભુએ મને કહ્યું, “ઉત્તર તરફથી આ દેશના સર્વ રહેવાસીઓ પર વિનાશ આવી પડશે.


તેથી હું ઉત્તરની બધી પ્રજાઓને અને મારા સેવક બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારને લઈ આવીશ. આ યહૂદિયાના દેશ તથા તેના બધા રહેવાસીઓ અને આસપાસના બધા દેશો સામે યુદ્ધ કરવા હું તેમને લઈ આવીશ. મેં આ દેશોનો તથા તેની આસપાસના દેશોનો સંપૂર્ણ સંહાર કરવાનું નક્કી કર્યું છે. હું તેમની એવી દશા કરીશ કે લોકો એ જોઈને ડઘાઈ જશે, આઘાત પામશે અને તેમની હંમેશને માટે નામોશી થશે.


આ તો સૈનાધિપતિ પ્રભુ પરમેશ્વરનો દિવસ છે; એ દિવસે તે વેર વાળશે અને તેમના શત્રુઓને સજા કરશે. તેમની તલવાર ધરાતાં સુધી ભક્ષ કરશે, અને લોહી પીને તૃપ્ત થશે. અરે, ઉત્તરમાં યુફ્રેટિસ નદીને કિનારે સેનાધિપતિ પ્રભુ પરમેશ્વર બલિદાનોની મિજબાની ગોઠવશે.


ઇજિપ્તના લોકો અપમાનિત થયા છે; તેમને ઉત્તરમાંથી આવેલી પ્રજાને તાબે કરી દેવામાં આવ્યા છે. હું પ્રભુ આ બોલું છું.”


દોડવામાં વેગવાન છટકી શકવાના નથી અને શૂરવીર યોદ્ધાઓ બચવાના નથી. ઉત્તરમાં યુફ્રેટિસ નદીને કિનારે તેઓ ઠોકર ખાઈને ગબડી પડયા છે.


પ્રભુ કહે છે, “જુઓ, ઉત્તરમાં પૂર ચઢે છે, અને ઘોડાપૂરની માફક તે સમસ્ત દેશ પર, નગરો અને તેના રહેવાસીઓ પર ફરી વળશે. ત્યારે લોકો વિલાપ કરશે અને દેશના સર્વ રહેવાસીઓ કરુણ આક્રંદ કરશે.


પ્રભુ કહે છે, “હે બેબિલોનના લોકો, તમે મારી વારસાસમ પ્રજાને લૂંટી લીધી છે. તમે આનંદ ભલે કરો અને હરખાઓ; ભલે તમે ગોચરમાં રમણે ચડેલી વાછરડીની જેમ કૂદાકૂદ કરો અને ઘોડાઓની જેમ હણહણો;


“એક સમયે એફ્રાઇમની પ્રજા અનાજ મસળવા માટે તૈયાર કરેલી એવી પલોટાયેલી વાછરડી જેવી હતી. પણ મેં તેની સુંદર ડોક પર ધુંસરી મૂકી અને સખત કામ કરવા મેં તેને હળ સાથે જોતરી. મેં યહૂદિયા પાસે ખેડ કરાવી અને ઇઝરાયલ પાસે ખેડેલી જમીન સમતળ કરાવી.


Lean sinn:

Sanasan


Sanasan