Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 46:12 - પવિત્ર બાઇબલ C.L.

12 ઘણી પ્રજાઓએ તમારી નામોશી વિષે સાંભળ્યું છે, તમારા રુદનનો અવાજ આખી દુનિયામાં ફેલાયો છે. સૈનિકો એકબીજા સાથે અથડાય છે અને તેઓ બન્‍ને જમીન પર પટક્ય છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 સર્વ પ્રજાઓએ તારી અપકીર્તિ સાંભળી છે, ને તારો વિલાપ આખી પૃથ્વી પર સંભળાય છે; કેમ કે શૂરવીરની સાથે અથડાયો છે, ને બન્ને સાથે પડયા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 સર્વ પ્રજાઓમાં તારી અપકીર્તિ સંભળાઈ છે. તારો વિલાપ સમગ્ર પૃથ્વી પર સંભળાય છે; કેમ કે શૂરવીર શૂરવીરની સાથે અથડાય છે અને બન્ને સાથે પડ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 સર્વ પ્રજાઓમાં તારી અપકીર્તિ સાંભળી છે. નિરાશા અને પરાજયનો તારો વિલાપ સમગ્ર પૃથ્વી પર સંભળાય છે; તારા ‘શૂરવીર યોદ્ધાઓ’ અંદર અંદર અથડાય છે અને બંને સાથે ભોંય પર પછડાય છે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 46:12
17 Iomraidhean Croise  

તમે કાં તો લડાઈમાં માર્યા જશો કાં તો નતમસ્તકે કેદી તરીકે પકડી જવાશો. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી સજા કરવાને ઉગામેલો છે.


પ્રભુ કહે છે, “હું ઇજિપ્તમાં આંતરવિગ્રહ ચલાવીશ. ભાઈ ભાઈની સામે, પડોશી પડોશીની સામે, નગર નગરની સામે અને રાજ્ય રાજ્યની સામે લડશે.


દ્રાક્ષાસવને અભાવે લોકો રસ્તાઓ પર બૂમો પાડે છે. સઘળો ઉલ્લાસ ઉદાસીનતામાં પલટાઈ ગયો છે; પૃથ્વી પરથી આનંદનો લોપ થયો છે.


“યહૂદિયા વિલાપ કરે છે, તેનાં નગરો ઝૂરે છે, તેમના લોકો ભૂમિગત થઈ શોક કરે છે અને યરુશાલેમ મદદને માટે પોકાર કરે છે.


બીજા દેશોના દેવો પાછળ ભટકી જઈને તેં પોતાને લજ્જિત કરી છે. આશ્શૂર દેશની જેમ ઇજિપ્ત પણ તને લજ્જિત કરશે.


દોડવામાં વેગવાન છટકી શકવાના નથી અને શૂરવીર યોદ્ધાઓ બચવાના નથી. ઉત્તરમાં યુફ્રેટિસ નદીને કિનારે તેઓ ઠોકર ખાઈને ગબડી પડયા છે.


પ્રભુ કહે છે, “જુઓ, ઉત્તરમાં પૂર ચઢે છે, અને ઘોડાપૂરની માફક તે સમસ્ત દેશ પર, નગરો અને તેના રહેવાસીઓ પર ફરી વળશે. ત્યારે લોકો વિલાપ કરશે અને દેશના સર્વ રહેવાસીઓ કરુણ આક્રંદ કરશે.


હેશ્બોન અને એલઆલેહના લોકો ચીસો પાડે છે અને તેનો પોકાર યાહાસ, સોઆર, હોરોનાયિમ અને છેક એગ્લાથ-શલીશીયા સુધી સંભળાય છે. અરેરે, નિમ્રીમનું જળાશય સુકાઈ ગયું છે.


તેમના પછડાવાના અવાજથી ધરતી કાંપી ઊઠશે અને તેનો ધડાકો છેક સૂફ સમુદ્ર સુધી સંભળાશે.


બેબિલોનના પતનના ધબકારાથી ધરતી કાંપી ઊઠે છે અને તેનો ધડાકો દૂરદૂરના દેશો સુધી સંભળાય છે.”


પ્રભુ કહે છે, “બેબિલોનમાંથી રુદનનો સાદ આવે છે, અને ખાલદીઓના દેશના વિનાશનો પોકાર સંભળાય છે!


સેનાનાયકોને યુદ્ધે ચઢવાનું ફરમાન થયું છે; પણ તેઓ આગેકૂચ કરતાં ઠોકર ખાય છે. હલ્લો કરનારા કોટ ઉપર ધસારો કરે છે અને કોટભંજક યંત્રો માટે આડશ ઊભી કરે છે.


પ્રભુ કહે છે, “તે દિવસે તમે યરુશાલેમના મચ્છી દરવાજે રુદનનો પોકાર સાંભળશો. વળી, નગરના નવીન વિભાગમાં વિલાપનો અવાજ અને ડુંગરોમાંથી કડાકા સાંભળશો.


જેઓ મરી ગયા નહિ તેમને પ્લેગની ગાંઠો ફૂટી નીકળી અને એ નગરના લોકનો પોકાર આકાશ સુધી પહોંચ્યો.


Lean sinn:

Sanasan


Sanasan