Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 46:1 - પવિત્ર બાઇબલ C.L.

1 સંદેશવાહક યર્મિયાને જુદા જુદા દેશો વિષે પ્રભુના સંદેશા મળ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પ્રજાઓ વિષે યહોવાનું જે વચન યર્મિયા પ્રબોધક પાસે આવ્યું તે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પ્રજાઓ વિષે યહોવાહનું જે વચન યર્મિયા પ્રબોધક પાસે આવ્યું તે આ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 જુદા જુદા રાષ્ટ્રો વિષે યર્મિયાને આ સંદેશા આપવામાં આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 46:1
13 Iomraidhean Croise  

તેઓ દરિયાકાંઠે વસેલા અને સમુદ્ર મધ્યેના ટાપુઓ પર વસેલા લોકોના પૂર્વજો છે. યાફેથના વંશજો પોતપોતાનાં ગોત્ર પ્રમાણે અને પોતપોતાની જાતિ પ્રમાણે જુદા જુદા દેશોમાં વસ્યા અને દરેક જૂથની પોતાની આગવી ભાષા હતી.


આજે હું તને પ્રજાઓ અને રાષ્ટ્રોને ઉખેડી નાખવા તથા તોડી પાડવા, વિનાશ કરવા તથા ઉથલાવી નાખવા અને બાંધવા તથા રોપવાના કાર્ય પર અધિકાર આપું છું.”


ઝાડીમાંથી સિંહ ધસી આવે તેમ પ્રજાઓનો સંહારક પોતાના મુકામમાંથી બહાર નીકળી આવ્યો છે; તે તમારી ભૂમિને ઉજ્જડ કરી નાખશે અને તમારાં નગરોને ખંડિયેર અને વસ્તીહીન કરી દેશે.


નબૂખાદનેસ્સાર આવીને ઇજિપ્ત દેશનો પરાજય કરશે, ત્યારે રોગચાળાથી મરવાની સજા પામેલા રોગચાળાથી માર્યા જશે; કેદ પકડાવાની સજા પામેલા દેશનિકાલ થશે અને યુદ્ધમાં મરવાની સજા પામેલાં યુદ્ધમાં માર્યા જશે.


અમારો દેશનિકાલ થયાના દસમા વર્ષના દસમા મહિનાના બારમે દિવસે પ્રભુએ મારી સાથે બોલતાં મને આમ કહ્યું:


વળી પ્રભુનો સંદેશ મને મળ્યો:


અમારો દેશનિકાલ થયાના અગિયારમા વર્ષના ત્રીજા માસના પ્રથમ દિવસે મને પ્રભુનો આવો સંદેશ મળ્યો:


અમારા દેશનિકાલ થયાના બારમા વર્ષના બારમા માસના પ્રથમ દિવસે મને પ્રભુનો સંદેશ મળ્યો:


તો શું તેઓ તેમની તલવાર ચલાવ્યા જ કરશે અને પ્રજાઓનો નિર્દય સંહાર કર્યા જ કરશે?


કારણ, જે તમારા પર પ્રહાર કરે છે તે જાણે મારી આંખની કીકી પર પ્રહાર કરે છે.” તેથી સર્વસમર્થ પ્રભુએ તેમના લોકોને કચડી નાખનાર પ્રજાઓ પાસે મને આ સંદેશો લઈને મોકલ્યો;


ખડકોનાં શિખરો ઉપરથી હું તેમને જોઉં છું. પર્વત પરથી હું તેમને નિહાળું છું. એ તો અલાયદી રહેનાર પ્રજા છે, અને બીજી પ્રજાઓ કરતાં પોતાને વિશિષ્ટ ગણે છે.


શું ઈશ્વર ફક્ત યહૂદીઓના જ ઈશ્વર છે, અને બિનયહૂદીઓના નથી? હા, તેઓ બિનયહૂદીઓના પણ ઈશ્વર છે.


Lean sinn:

Sanasan


Sanasan