Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 45:5 - પવિત્ર બાઇબલ C.L.

5 અને તું? આવા સમયે શું તું તારે પોતાને માટે કોઈ ખાસ આકાંક્ષા રાખે છે? કોઈ અભિલાષા રાખીશ નહિ! કારણ, હું સમગ્ર માનવજાત પર આફત લાવીશ. પણ તું જ્યાં કંઈ જઈશ ત્યાં હું તારો જીવ બચાવીશ; તારે માટે એ જ મોટી વાત છે, અને એને તું યુદ્ધમાં મળેલી લૂંટ તૂલ્ય ગણજે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 શું તું તારે પોતાને માટે મહત્તા શોધે છે? શોધીશ નહિ; કેમ કે યહોવા કહે છે કે, હું માણસમાત્ર પર વિપત્તિ લાવીશ. પણ તું જ્યાં જ્યાં જશે, ત્યાં ત્યાં હું તારો જીવ લૂંટ તરીકે તને આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 “તું શું પોતાને માટે મહત્તા શોધે છે? તેવું કરીશ નહિ. કેમ કે, યહોવાહ કહે છે, હું મનુષ્ય પર વિપત્તિ લાવીશ. પણ તું જ્યાં જશે ત્યાં હું તારો જીવ લૂંટ તરીકે તને આપીશ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તું શું પોતાને માટે મહાન બાબતો શોધે છે? તેવું કરીશ નહિ, જો કે આ સર્વ લોકો પર હું ભારે વિપત્તિ લાવીશ. પણ તું જ્યાં જશે ત્યાં હું તારું રક્ષણ કરીશ, એ જ તારો બદલો છે.’”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 45:5
19 Iomraidhean Croise  

ઈશ્વરે પૃથ્વી પર જોયું તો તેમાં નરી દુષ્ટતા હતી; કારણ, પૃથ્વી પરનાં બધાં માણસોએ દુષ્ટતાનો માર્ગ અપનાવ્યો હતો.


તેથી તેમણે તેને કહ્યું, “પોતાને માટે દીર્ઘાયુષ્ય, સમૃદ્ધિ અથવા તારા શત્રુઓના જાન નહિ માગતાં તેં ન્યાયપૂર્વક રાજ કરવા જ્ઞાન માગ્યું હોઈ તારી માગણી હું પૂરી કરીશ. અગાઉ થઈ ગયેલા અથવા હવે પછી થનાર કોઈ માણસ પાસે ન હોય એવાં જ્ઞાન અને સમજણ હું તને આપીશ.


તેથી તમારા લોક પર ન્યાયપૂર્વક રાજ કરવાને અને ભલુંભૂંડું પારખવાને મને જ્ઞાની હૃદય આપો. નહિ તો, હું કેવી રીતે તમારી આ મહાન પ્રજા પર ન્યાયપૂર્વક રાજ કરી શકું?”


પણ એલિશાએ તેને કહ્યું, “એ માણસ તને મળવા રથમાંથી નીચે ઊતર્યો ત્યારે મારું હૃદય ત્યાં તારી સાથે નહોતું? અત્યારે પૈસા, વસ્ત્રો, ઓલિવવાડીઓ કે દ્રાક્ષવાડીઓ, ઘેટાં, પશુઓ કે નોકરો સ્વીકારવાનો આ સમય છે?


હે પ્રભુ, ન મારા હૃદયમાં અહંકાર છે, ન મારી આંખોમાં ઘમંડ. મારી પહોંચની બહાર એવી મહાન સિદ્ધિઓ પર હું મન લગાડતો નથી કે અજાયબીઓ પાછળ હું લક્ષ આપતો નથી.


તે અગ્નિ અને તલવારથી ન્યાયશાસન લાવશે અને પ્રભુ ઘણાનો સંહાર કરી નાખશે.


આ નગરમાં રહેનારા યુદ્ધ, દુકાળ કે રોગચાળાથી માર્યા જશે; પરંતુ આ નગરને ઘેરો ઘાલી રહેલા બેબિલોનના લશ્કરને શરણે જનાર જાણે લૂંટ મળી હોય તેમ પોતાનો જીવ બચાવશે.


ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મને આ પ્રમાણે કહ્યું, “મારા કોપરૂપી દ્રાક્ષાસવનો પ્યાલો મારા હાથમાંથી લે અને જે જે પ્રજાઓની પાસે હું તને મોકલું તેમને તે પીવડાવ.


જ્યારે તેઓ તે પીશે ત્યારે ચકચૂર થઈને લથડિયાં ખાશે; કારણ, હું તેમના પર યુદ્ધ લાદવાનો છું.”


અને પૃથ્વીના છેડા સુધી તેનો પડઘો પડશે. કારણ, પ્રભુને સર્વ દેશોના લોકોની વિરુદ્ધ ફરિયાદ છે અને તે સર્વ માનવજાતનો ન્યાય કરશે. સર્વ દુષ્ટોનો તે સંહાર કરશે.’ હું પ્રભુ આ બોલું છું.”


હું તને ઉગારી લઈશ; તું યુદ્ધમાં મૃત્યુ પામીશ નહિ, પણ જાણે યુદ્ધમાં લૂંટ મળી હોય તેમ તારો જીવ બચી જશે. કારણ, તેં મારા પર ભરોસો રાખ્યો છે. હું પ્રભુ આ બોલું છું.”


પ્રભુ કહે છે, “થોભો અને હું પ્રજાઓને દોષિત ઠરાવવાનો છું એ દિવસની રાહ જુઓ. મારા કોપની ભયંકરતાનો અનુભવ કરાવવા માટે મેં પ્રજાઓ અને રાજ્યોને એકત્ર કરવાનો નિર્ણય કર્યો છે. સમસ્ત પૃથ્વી મારા કોપાગ્નિથી બળીને ભસ્મ થઈ જશે.”


બધાની એક્સરખી કાળજી રાખો. અભિમાન ન કરો, પરંતુ સાધારણ દરજ્જાના લોકો સાથે ય સામેલ થાઓ. તમે જ બુદ્ધિમાન છો એમ ન સમજો.


દ્રવ્યલોભથી તમારાં જીવનો મુક્ત રાખો અને પોતાની પાસે જે છે તેનાથી સંતોષી રહો. કારણ, ઈશ્વરે કહ્યું છે, “હું તને કદી તજી દઈશ નહિ અને કદી તારો ત્યાગ કરીશ નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan