Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 45:3 - પવિત્ર બાઇબલ C.L.

3 “હે બારૂખ, તું કહે છે, કે ‘મારી કેવી દુર્દશા થઈ છે! પ્રભુએ મારી વેદનામાં વ્યથાનો ઉમેરો કર્યો છે. હું નિસાસા નાખીને નિર્ગત થઈ ગયો છું અને મને કંઈ ચેન પડતું નથી!’ ”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેં કહ્યું કે, ‘મને હાય હાય! યહોવાએ મારા દુ:ખમાં દુ:ખ ઉમેર્યું છે; હું નિસાસા નાખીને થાકી ગયો છું, ને મને કંઈ ચેન પડતું નથી.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેં કહ્યું, ‘મને અફસોસ, યહોવાહે મારા દુઃખમાં વધારો કર્યો છે. હું નિસાસા નાખીને થાકી ગયો છું; હું આરામ અનુભવતો નથી.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેં કહ્યું, ‘મને હાય હાય! મારા જીવનમાં મુશ્કેલીઓની ખોટ છે શું? અને હવે યહોવાએ તેમાં વધારો કર્યો છે! હું નિસાસા નાખીને થાકી ગયો છું. હું આરામ અનુભવતો નથી.’”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 45:3
28 Iomraidhean Croise  

“આજે પણ મારી ફરિયાદ વિદ્રોહભરી છે; કારણ, હું કણસું છું તો પણ તે મને કચડે છે.


અરેરે, તેમની મધ્યે વસવું એ તો મારે માટે મેશેખમાં દેશનિકાલ થવા જેવું અથવા કેદારના તંબૂઓમાં વસવા બરાબર છે.


દુનિયામાંના આ જીવનમાં જ હું પ્રભુની ભલાઈનો અનુભવ કરીશ એવો મને હજી યે વિશ્વાસ છે.


તમારા ધોધની ગર્જનાને લીધે ઊંડાણને ઊંડાણ હાંક મારે છે. તમારા પાણીની છોળો અને સર્વ મોજાં મારા પર ફરી વળ્યાં છે.


મારા નિ:સાસાથી હું નિર્ગત થઈ ગયો છું; દર રાતે આંસુથી મારી પથારી ભીંજાઈ જાય છે, અને રુદનથી મારું બિછાનું ભીનું થઈ જાય છે.


શોકથી મારી આંખો ક્ષીણ થઈ છે મારા શત્રુઓને લીધે તે ખૂબ નબળી પડી ગઈ છે.


મદદ માટેના પોકારો પાડી પાડીને હું થાકી ગયો છું. મારું ગળું સુકાઈ ગયું છે; મારા ઈશ્વરની પ્રતીક્ષા કરતાં કરતાં મારી આંખો ક્ષીણ બની છે.


કટોકટીની વેળાએ નાહિંમત બનવું તે સાચે જ નિર્બળતાની નિશાની છે.


ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તારા વિષે આ પ્રમાણે કહે છે:


શોક મને ઘેરી વળ્યો છે મારું હૃદય બેહોશ થયું છે.


મારું માથું પાણીનો ભંડાર હોત અને મારી આંખો આંસુઓનાં ઝરણાં હોત તો મારા લોકમાંથી માર્યા ગયેલાઓ માટે હું રાતદિવસ રુદન કર્યા જ કરત!


“તેમણે ઉપરથી અગ્નિ મોકલ્યો, અને એ અગ્નિ મારામાં સળગ્યા કરે છે. તેમણે મારે માટે ફાંદો ગોઠવ્યો અને મને જમીન પર પાડી નાખી. તે પછી તેમણે મને તજીને સતત દુ:ખમાં ધકેલી દીધી.


“તેઓ તેમની સઘળી દુષ્ટતાને લીધે દોષિત ઠરો. મારા પાપને લીધે તમે મને શિક્ષા કરી, તેમ તેમને પણ કરો. હું દુ:ખમાં નિસાસા નાખું છું. મારું હૃદય નિર્ગત થયું છે


જો કે તે આપણા પર દુ:ખ લાવે, તોય તે દયા દાખવશે, કારણ, આપણા પ્રત્યેનો તેમનો પ્રેમ અવિચળ છે.


ઈશ્વરે પોતાની દયાથી અમને આ સેવા સોંપી હોવાથી અમે નિરાશ થતા નથી.


આ જ કારણથી અમે નિરાશ થતા નથી. જોકે અમારું શારીરિક જીવન ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે, પણ અમારું આત્મિક જીવન દરરોજ તાજગી પામતું જાય છે.


એથી આપણે સારું કરતાં થાકવું નહિ, કારણ, જો આપણે પડતું મૂકીએ નહિ, તો યોગ્ય સમયે કાપણી કરીશું.


પ્રિય ભાઈઓ, ભલું કરવામાં થાકશો નહિ,


Lean sinn:

Sanasan


Sanasan