Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 44:8 - પવિત્ર બાઇબલ C.L.

8 ઇજિપ્ત દેશ જ્યાં તમે આશ્રય માટે આવ્યા છો ત્યાં અન્ય દેવોને ધૂપ ચડાવીને અને તમે ઘડેલી મૂર્તિઓથી મને શા માટે ક્રોધિત કરો છો? શા માટે તમે તમારો વિનાશ વહોરી લો છો અને પૃથ્વીની બધી પ્રજાઓમાં તમે શાપરૂપ અને નિંદાપાત્ર થવા માંગો છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 જ્યાં તમે રહેવા ગયા છો, તે મિસર દેશમાં અન્ય દેવોની આગળ ધૂપ બાળીને તમે તમારા હાથની કૃતિથી મને રોષ ચઢાવો છો; એથી તમને કાપી નાખવામાં આવશે, અને સર્વ પ્રજાઓમાં તમે શાપરૂપ તથા નિંદારૂપ થશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જ્યાં તમે રહેવા ગયા છો તે મિસરમાં અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે. તેમ કરીને તમે મને કોપાયમાન કર્યો છે એથી તમારો નાશ કરવામાં આવશે. અને સર્વ પ્રજાઓમાં તમે શાપરૂપ તથા નિંદારૂપ થશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તમે મૂર્તિઓ બનાવી છે અને અહીં મિસરમાં તેઓની પૂજા કરીને તેઓની આગળ બલિ ચઢાવી ધૂપ બાળ્યો છે. તેમ કરીને તમે મને વધુ કોપાયમાન કર્યો છે અને તમારો સંપૂર્ણ વિનાશ કરવા તથા તમને પૃથ્વીના સર્વ દેશોમાં શાપરૂપ તથા નિંદારૂપ કરવા તમે મને ફરજ પાડી છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 44:8
29 Iomraidhean Croise  

આ મંદિરનો હું ત્યાગ કરીશ. સર્વ જગાના લોકોમાં એ મશ્કરી અને તિરસ્કારનો વિષય થઇ પડશે.


ઇજિપ્ત વિષેનો આ સંદેશ છે: પ્રભુ વેગવાન વાદળ પર સવાર થઈને ઇજિપ્તમાં આવે છે. તેમની સમક્ષ ઇજિપ્તની મૂર્તિઓ ધ્રૂજી ઊઠી છે અને ઇજિપ્તના લોકોના હોશકોશ ઊડી ગયા છે.


કારણ, યરુશાલેમ પાયમાલ થવા બેઠું છે! યહૂદિયાની પડતી થઈ છે! તેમનાં વાણી અને કાર્યો પ્રભુની વિરુદ્ધ થયાં છે. તેઓ ખુલ્લેઆમ ઈશ્વરની સામા પડે છે.


મારા પસંદ કરેલા લોકમાં તમારું નામ માત્ર શાપ દેવા પૂરતું રહી જશે. હું પ્રભુ પરમેશ્વર તમારો સંહાર કરીશ. પણ મારા સેવકોને તો હું નવું જ નામ આપીશ.


ત્યાર પછી યહૂદિયાના લોકો અને યરુશાલેમવાસીઓ જેમની આગળ તેઓ ધૂપ બાળતા હતા તે દેવો પાસે જઈને પોકાર કરશે, પરંતુ તેમની આપત્તિને સમયે એ દેવો તેમને જરાય મદદ કરી શકશે નહિ.


મેં સેનાધિપતિ પ્રભુએ ઇઝરાયલ તથા યહૂદિયાના લોકોને રોપ્યા હતા, પણ હવે હું તેમના પર આપત્તિ ફરમાવું છું. કારણ, તેમણે બઆલદેવને ધૂપ ચડાવવાની અધમતા આચરીને મને તેમના પર ક્રોધિત કર્યો છે.”


તેમણે આ ભૂમિની હાલત ભયંકર કરી મૂકી છે; તેને જોઈને ફિટકાર ઊપજે છે. તેની પાસેથી પસાર થનાર હાહાકાર મચાવે છે અને આઘાત પામીને માથું ધૂણાવે છે.


હું તેમના પર એવો ત્રાસ વર્તાવીશ કે તેમને જોઈને દુનિયાના બધા દેશોમાં હાહાકાર મચી જશે. હું જ્યાં જ્યાં તેમને હાંકી કાઢીશ ત્યાં ત્યાં લોકો તેમની નિંદા અને મશ્કરી કરશે; તેમને મહેણાં મારશે અને શાપ આપશે.


તો હું પવિત્રસ્થાન શિલોહ જેવી આ મંદિરની દુર્દશા કરીશ અને પૃથ્વીની બધી પ્રજાઓની દષ્ટિમાં આ નગરને શાપિત કરીશ.”


હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી તેમનો પીછો કરીશ. તેમને જોઈને દુનિયાના બધા દેશોમાં હાહાકાર મચી જશે અને જે જે દેશોમાં હું તેમને હાંકી કાઢીશ ત્યાં તેઓ લોકો માટે શાપ, આઘાત, મશ્કરી અને નામોશીને પાત્ર થઈ પડશે.


કારણ, ઇઝરાયલ તેમ જ યહૂદિયાના લોકોએ તેમના ઇતિહાસના આરંભથી જ તેમનાં ભૂંડાં આચરણોથી મને નારાજ કર્યો છે અને ઇઝરાયલના વંશજોએ પોતાના હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરીને મને ક્રોધિત કર્યો છે. હું પ્રભુ આ બોલું છું.


વળી, ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “જેમ યરુશાલેમના લોકો ઉપર મેં મારો ક્રોધ અને કોપ રેડી દીધા તેમ જ જો તમે ઇજિપ્ત જશો તો ત્યાં હું તમારા પર મારો ક્રોધ રેડી દઈશ. ત્યાં તમે ધિક્કારપાત્ર, અને ત્રાસદાયક બનશો; લોકો તમને શાપ આપશે અને તમારી નિંદા કરશે અને આ સ્થાનને તમે ફરી કદી જોવા પામશો નહિ.”


યહૂદિયાના બાકી રહેલા લોકો જેમણે ઇજિપ્ત જઈ વસવાનો નિર્ધાર કર્યો છે તેમનો કબજો લઈને હું તેમનો નાશ કરીશ. તેઓ ઇજિપ્તમાં યુદ્ધ કે ભૂખમરાથી માર્યાં જશે; અરે, નાનામોટાં તમામ યુદ્ધ અને ભૂખમરાથી માર્યા જશે અને તેઓ ધિક્કારપાત્ર, ત્રાસરૂપ, શાપરૂપ અને નિંદાપાત્ર બનશે.


કારણ, મને રોષ ચડાવવા માટે તેમણે ભૂંડાં કાર્યો કર્યાં. જે દેવોને તેઓ, તમે કે તમારા પૂર્વજો ઓળખતા નહોતા તેમને અનુસરીને તમે તેમને ધૂપ ચડાવ્યો અને તેમની પૂજા કરી.


તેથી ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે: “તમે પોતાની જાતને માટે એવી ભયાનક હાનિ કેમ વહોરી લો છો? શા માટે તમે તમારાં પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને ધાવણાઓનો નાશ કરવા માંગો છો કે જેથી કોઈ કહેતાં કોઈ બચે નહિ?


તમે ચોરી, ખૂન અને વ્યભિચાર કરો છો, જૂઠા સોગંદ ખાઓ છો, બઆલ દેવને ધૂપ ચડાવો છો અને અજાણ્યા દેવોની પૂજા કરો છો.


તેમને કહે કે, પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઈને કહે છે કે દુષ્ટ માણસના મોતથી મને કંઈ આનંદ થતો નથી. હું તો ઇચ્છું કે તે પોતાનું દુરાચરણ છોડી દે અને જીવે. હે ઇઝરાયલીઓ, ફરો; તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો. તમે શા માટે મરવા માંગો છો?


વૃદ્ધ પુરુષોની, યુવાનોની, યુવતીઓની, નાનાં બાળકોની અને સ્ત્રીઓની ક્તલ કરો. પણ કપાળ પરનાં ચિહ્નવાળા કોઈને અડકશો નહિ. અહીં મારા મંદિરથી જ શરૂઆત કરો.” તેથી તેમણે મંદિર આગળ ઊભેલા આગેવાનોથી જ શરૂઆત કરી.


પર્વતોની ટોચ પરનાં પૂજાસ્થાનોમાં તેઓ યજ્ઞો કરે છે અને ટેકરીઓ પર ઊંચાં અને ઘટાદાર ઓક વૃક્ષો નીચે સારો છાંયો હોવાથી તેઓ ત્યાં ધૂપ બાળે છે. “પરિણામે, તમારી પુત્રીઓ વેશ્યાગીરી કરે છે અને તમારી પુત્રવધૂઓ વ્યભિચાર કરે છે.


તેઓ તેમની જાળોની પણ પૂજા કરે છે, તેમને બલિદાન આપે છે અને ધૂપ બાળે છે. કારણ, તેમની જાળો તેમને ઉત્તમ વસ્તુઓ પૂરી પાડે છે.


ઘરબહાર તલવાર તેમનો સંહાર કરશે અને તેઓ આંતકથી ઘરમાં ફફડી મરશે. યુવાનો અને યુવતીઓ મૃત્યુ પામશે. શિશુઓ અને વૃધો પણ માર્યા જશે.


ઈશ્વરની વાણી સાંભળવા તેમની વિરુદ્ધ બળવો કરનાર કોણ હતા? એ જ લોકો કે જેમને મોશેએ ઇજિપ્તમાંથી મુક્ત કર્યા.


Lean sinn:

Sanasan


Sanasan