Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 44:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેથી મેં મારો ભયાનક કોપ તમારા પર રેડી દીધો અને યહૂદિયાનાં નગરો અને યરુશાલેમની શેરીઓને બાળી નાખ્યાં અને તેઓ પાયમાલ અને ઉજ્જડ થઈ ગયાં અને આજે પણ એમ જ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેથી મારો કોપ તથા મારો ક્રોધ [તેઓ પર] રેડવામાં આવ્યો, ને યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં તેની જ્વાળા પ્રગટી; અને જેમ આજે છે, તેમ તેઓ પાયમાલ તથા ઉજ્જડ થઈ ગયાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 આથી મારો કોપ યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમના મહોલ્લાઓમાં અગ્નિની જેમ પ્રગટી ઊઠયો. અને જેમ આજ છે તેમ તેઓ પાયમાલ થઈને ઉજ્જડ થઈ ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 આથી મારો કોપ યહૂદિયાના નગરોમાં અને યરૂશાલેમના મહોલ્લાઓમાં અગ્નિની જેમ પ્રગટી ઊઠયો અને તે શહેરો ખંડેર અને વેરાન થઇ ગયાં, આજે પણ તેમની એ જ દશા છે, ઉજ્જડ પડેલાં છે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 44:6
34 Iomraidhean Croise  

“તમારો દેશ ઉજ્જડ થયો છે, અને તમારાં નગરોને અગ્નિથી બાળી નાખવામાં આવ્યાં છે. પરદેશીઓ તમારી નજરોનજર ખેતરો સફાચટ કરી નાખે છે અને તેમને ખેદાનમેદાન કરી નાખે છે.


હે યરુશાલેમ નગરી, જાગ, જાગ, ઊભી થા! તેં પ્રભુના હાથમાંથી તેમના કોપનો પ્યાલો પીધો છે. તેં માણસોને લથડિયાં ખવડાવનાર મોટો પ્યાલો ગટગટાવી જઈને તેને તળિયાઝાટક કર્યો છે.


શિકારીએ બિછાવેલ જાળમાં હરણ ફસાઈ જાય તેમ તારા લોક શેરીઓને નાકે નાકે લાચાર થઈને પડયા છે. તેમણે પ્રભુના કોપનો, તારા ઈશ્વરની ધમકીનો પૂરેપૂરો અનુભવ કર્યો છે.


મેં પૂછયું, “પ્રભુ, આવું ક્યાં સુધી ચાલશે?” તેમણે જવાબ આપ્યો, “નગરો ખંડિયેર બનીને નિર્જન થાય, ઘરો વસ્તી વગરનાં બની જાય અને જમીન વેરાન અને પડતર બની જાય ત્યાં સુધી એમ થશે.


“પ્રભુ આ પ્રમાણે કહે છે: રોજબરોજ નેકીથી ન્યાય તોળો, અને જે લૂંટાયો છે તેને જુલમગારના સકંજામાંથી છોડાવો, નહિ તો તમારાં દુષ્ટ કાર્યોને લીધે મારો કોપ અગ્નિની જેમ ભડકી ઊઠીને સતત સળગશે અને કોઈથી હોલવાશે નહિ.


હું જાતે જ તારી વિરુદ્ધ મારા પૂરા બાહુબળથી, ક્રોધથી, ભારે કોપથી અને રોષથી લડીશ.


જુઓ, હું તેમને આજ્ઞા કરીને આ નગર પર આક્રમણ કરવા પાછા લાવીશ. તેઓ તેના પર હુમલો કરશે, અને નગરને જીતી લઈને બાળી નાખશે. યહૂદિયાનાં નગરોને હું વેરાન અને નિર્જન બનાવીશ. હું પ્રભુ એ બોલ્યો છું.”


કદાચ તેઓ પ્રભુને વિનંતી કરે અને પોતે પોતાનાં દુષ્ટ આચરણ તજે; કારણ, પ્રભુએ ઉચ્ચારેલ કોપ અને ક્રોધ બહુ મોટો છે.


અરે, પ્રભુએ પોતે કહ્યું છે કે સમસ્ત ધરતી વેરાન થઈ જશે, તો પણ હું તેનો સંપૂર્ણ વિનાશ કરીશ નહિ.


હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, હું તમારો પ્રભુ છું; મારી સાથેનો કરાર તમે પાળો અને તમારાં દયમાંથી મેલ કાપી નાખો. તમારાં કાર્યો ભૂંડાં હોવાથી મારો કોપ અગ્નિની જેમ પ્રગટીને તમને ભસ્મ કરશે અને તે હોલવી શકાશે નહિ.


વળી, ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “જેમ યરુશાલેમના લોકો ઉપર મેં મારો ક્રોધ અને કોપ રેડી દીધા તેમ જ જો તમે ઇજિપ્ત જશો તો ત્યાં હું તમારા પર મારો ક્રોધ રેડી દઈશ. ત્યાં તમે ધિક્કારપાત્ર, અને ત્રાસદાયક બનશો; લોકો તમને શાપ આપશે અને તમારી નિંદા કરશે અને આ સ્થાનને તમે ફરી કદી જોવા પામશો નહિ.”


તમારાં દુષ્ટ આચરણ અને ભ્રષ્ટ કાર્યો પ્રભુ સહી શક્યા નહિ, તેથી તો તમારો દેશ ખંડેર, શાપિત અને નિર્જન બન્યો છે અને આજ સુધી તેમ જ છે.


યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં તેઓ શું શું કરે છે, એ તું જોતો નથી?


તેથી પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે, “હું આ સ્થાન પર મારો કોપ રેડી દઈશ અને લોકો, પ્રાણીઓ, વૃક્ષો અને ખેતરો તેનો ભોગ બનશે. એ કોપ સતત સળગતો રહેશે અને હોલવી શકાશે નહિ.”


હું યહૂદિયાનાં નગરોમાંથી અને યરુશાલેમની શેરીઓમાંથી આનંદ અને હર્ષના અવાજો તથા વર અને કન્યાનો કિલ્લોલ બંધ કરી દઈશ, અને સમગ્ર દેશ ઉજ્જડ થઈ જશે.”


વળી, આ દુષ્ટ પ્રજાના બાકી રહી ગયેલા જનોને જે સ્થળોમાં હું નસાડી મૂકું ત્યાં તેમને જીવવા કરતાં મરવું વિશેષ પસંદ પડશે. આ હું સેનાધિપતિ સર્વશક્તિમાન પ્રભુ એ બોલું છું.”


એક સમયે યરુશાલેમમાં ભરચક વસ્તી હતી, પણ અત્યારે તે સાવ નિર્જન બની ગયું છે. એક સમયની અગ્રગણ્ય મહાનગરી આજે વિધવા થઈ બેઠી છે. પ્રાંતોમાં જે રાણી જેવી હતી, તે હવે ગુલામડી બની ગઈ છે.


“તેમણે ઉપરથી અગ્નિ મોકલ્યો, અને એ અગ્નિ મારામાં સળગ્યા કરે છે. તેમણે મારે માટે ફાંદો ગોઠવ્યો અને મને જમીન પર પાડી નાખી. તે પછી તેમણે મને તજીને સતત દુ:ખમાં ધકેલી દીધી.


કારણ, સિયોન પર્વત નિર્જન અને વેરાન થયો છે; તેનાં ખંડિયેરોમાં જંગલી શિયાળો ભટકે છે.


“હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઇને તમને ચેતવું છું કે મારો કોપ રેડી દઈને હું મારા બાહુબળ વડે અને મારી પૂરી તાક્તથી તમારા પર શાસન કરીશ.


મારો કોપ રેડી દઈને મારા બાહુબળથી અને મારી પૂરી તાક્તથી હું તમને લોકોમાંથી મુક્ત કરીશ અને જે દેશોમાં તમે વિખેરાઇ ગયા છો ત્યાંથી તમને એકત્ર કરીશ.


યરુશાલેમ, તારાં લંપટ કૃત્યોથી તું ભ્રષ્ટ બની છે. મેં તને શુદ્ધ કરવાની કોશિષ કરી પણ તું શુદ્ધ થઈ નહિ; એટલે તારા ઉપર હું મારો પૂરેપૂરો પ્રકોપ નહિ ઉતારું ત્યાં સુધી તું તારી મલિનતાથી ફરી શુદ્ધ બનવાની નથી.


એ રક્ત ઢંકાઈ જાય નહિ માટે મેં તેને ત્યાં જ રહેવા દીધું; જેથી એને જોઈને મારો પ્રકોપ જાગી ઊઠે અને બદલો લઈ શકાય.”


“એ રીતે મારો કોપ અને રોષ પૂરો થશે અને ત્યારે જ મને નિરાંત વળશે. મારો કોપ શમશે ત્યારે તેમને ખબર પડશે કે હું પ્રભુ મારા આવેશમાં બોલ્યો છું.


દૂર રહેનારા રોગચાળાથી, પાસે રહેનારા તલવારથી અને જેઓ બચીને રહી જવા પામશે તેઓ દુષ્કાળથી માર્યા જશે. આ પ્રમાણે હું તેમના ઉપર મારો ક્રોધ શમાવીશ.


તેથી હું પણ તેમની સાથે રોષપૂર્ણ વ્યવહાર કરીશ. હું તેમના પ્રત્યે દયાદષ્ટિ રાખીશ નહિ કે તેમને બચાવીશ નહિ. તેઓ મારા કાનમાં ગમે તેટલા મોટે સાદે પોકારશે તો યે હું તેમનું સાંભળીશ નહિ.”


અમારા પર મોટી આફત લાવીને અમારી અને અમારા શાસકોની સામે તમે તમારી ઉચ્ચારેલી વાણી સાચી પાડી છે. પૃથ્વીનાં બધાં શહેરો કરતાં તમે યરુશાલેમને વધુ સખત સજા કરી છે.


તો હું પણ તમારી વિરુદ્ધ પડીને તમારા પર મારો કોપ રેડી દઈશ અને તમને તમારાં પાપને લીધે સાત ગણી ભારે સજા કરીશ.


અને હું તમારાં નગરોને ખંડિયેર બનાવી દઈશ. હું તમારાં ઉચ્ચ ભક્તિસ્થાનોનો વિનાશ કરીશ અને તમારાં અર્પણોની સુવાસથી હું પ્રસન્‍ન થઈશ નહિ.


પ્રભુ પ્રતિસ્પર્ધીઓને સાંખી લેતા નથી. તે તેમના વિરોધીઓને સજા કરે છે અને તેમના રોષમાં તે તેમને બદલો વાળી આપે છે.


સર્વસમર્થ પ્રભુએ લોકોને આવું કહેવા ઝખાર્યાને જણાવ્યું, “હું પ્રભુ, તમારા પૂર્વજો પર ખુબ કોપાયમાન થયો હતો,


મારા સેવકો એટલે સંદેશવાહકો દ્વારા મેં તમારા પૂર્વજોને આજ્ઞાઓ અને ચેતવણીઓ આપી, પણ તેમણે તેમનો અનાદર કર્યો અને તેનાં માઠાં પરિણામ ભોગવ્યાં. પછી તેમણે પશ્ર્વાત્તાપ કર્યો અને એકરાર કર્યો કે મેં સર્વસમર્થ પ્રભુએ તેમને યથાયોગ્ય અને નિયત શિક્ષા કરી હતી.”


એક ઝંઝાવાતની જેમ મેં તેમને વિદેશોમાં વસવા મોકલી દીધા અને આ ફળદ્રુપ દેશ ઉજ્જડ અને નિર્જન પડયો રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan