Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 44:4 - પવિત્ર બાઇબલ C.L.

4 જો કે તમારી મધ્યે મારા સંદેશવાહક સેવકોને તમારી પાસે મોકલીને હું તમને વારંવાર આગ્રહથી કહેતો રહ્યો કે હું જેમને ધિક્કારું છું તેવાં ભૂંડાં કાર્યો કરશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 એમ છતાં પણ જે ધિક્કારપાત્ર કામનો હું તિરસ્કાર કરું છું, તે કરશો નહિ, એવું કહેવાને મેં પ્રાત:કાળે ઊઠીને મારા સર્વ સેવકોને, એટલે પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેમ છતાં જે ધિક્કારપાત્ર કૃત્યોનો હું તિરસ્કાર કરું છું તે કરશો નહિ. એવું મેં વારંવાર મારા સેવકો, પ્રબોધકો, મોકલીને કહાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 મેં સતત મારા સેવકો, પ્રબોધકો, મોકલીને તેમને ચેતવ્યા હતા કે, ‘આ અધમ કૃત્ય કરશો નહિ; હું તિરસ્કાર કરું છુ.’

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 44:4
24 Iomraidhean Croise  

તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુ દયાળુ હોવાથી તે તેમને અને મંદિરને બચાવવા માગતા હતા તેથી પોતાના લોકોને ચેતવણી આપવા સંદેશવાહકોને વારંવાર મોકલતા રહ્યા.


વરસોવરસ તમે તેમને ધીરજપૂર્વક ચેતવણી આપતા રહ્યા; તમે તમારા સંદેશવાહકોને સંદેશો પ્રગટ કરવાની પ્રેરણા કરી; પણ તમારા લોકો બહેરા બન્યા, તેથી તમે અન્ય પ્રજાઓને તેમના પર જીત મેળવવા દીધી.


અમારા પૂર્વજો, અમારા રાજાઓ, આગેવાનો અને યજ્ઞકારોએ તમારો નિયમ પાળ્યો નથી. તેમણે તમારી આજ્ઞાઓ અને ચેતવણીઓ પર લક્ષ આપ્યું નથી.


તેથી તેમનાં પાપ અને તેમની દુષ્ટતા માટે હું તેમને બમણી સજા કરીશ. કારણ, તેમણે પોતાની ખૂબ ધૃણાજનક અને નિર્જીવ મૂર્તિઓથી મારા દેશને ભ્રષ્ટ કર્યો છે અને તેમની ધિક્કારપાત્ર વસ્તુઓથી મારી વારસા સમાન ભૂમિને ભરી દીધી છે.”


અને વારંવાર આગ્રહથી મોકલેલા મારા સંદેશવાહક સેવકોના સંદેશને આધીન થશો નહિ, - જો કે આ પહેલાં તો તમે તેમનું સાંભળ્યું જ નથી! -


કારણ, હું મારા સંદેશવાહક સેવકોને વારંવાર આગ્રહથી મોકલતો રહ્યો, પણ તેમણે મારા સંદેશ પ્રત્યે ધ્યાન આપ્યું નહિ. હું પ્રભુ આ બોલું છું. મેં પ્રભુએ કહ્યું તેમ તમે તેમનું સાંભળ્યું જ નહિ.


તેમણે મારી તરફ મુખ ફેરવવાને બદલે તેમની પીઠ ફેરવી છે; હું તેમને વારંવાર આગ્રહથી બોધ કરતો આવ્યો છું, પણ તેમણે મારી વાણી સાંભળી નહિ, અને મારું શિક્ષણ સ્વીકાર્યું નહિ.


એને બદલે, તેમણે તો મારે નામે ઓળખાતા મંદિરમાં તેમની ધૃણાસ્પદ મૂર્તિઓ સ્થાપીને તેને ભ્રષ્ટ કર્યું છે;


તેમણે હિન્‍નોમની ખીણમાં બઆલ દેવની પૂજા માટે ઉચ્ચસ્થાન બાંધ્યું છે; જેથી તેઓ મોલેખ દેવને પોતાનાં પુત્રપુત્રીઓને અગ્નિમાં હોમીને બલિ ચડાવે. મેં તેમને એવું કરવાની ક્યારેય આજ્ઞા આપી નથી, અરે, મારા મનમાં એનો વિચાર સરખોય આવ્યો નથી કે તેઓ એવાં ધૃણાસ્પદ કાર્યો કરીને યહૂદિયાના લોકોને પાપમાં પાડે.”


મેં મારા સંદેશવાહક સેવકોને તમારી પાસે મોકલીને વારંવાર આગ્રહથી કહેવડાવ્યું છે કે, તમારાં દુષ્ટ આચરણ તજો અને તમારાં કાર્યો સુધારો. અન્ય દેવોને અનુસરી તેમની પૂજા ન કરો; જેથી મેં તમને તથા તમારા પૂર્વજોને આપેલ દેશમાં તમે વસી શકશો, પણ તમે ધ્યાન આપ્યું નહિ, અને મારી વાણી સાંભળી નહિ.


તેથી હવે હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ કહું છું કે હું યહૂદિયા અને યરુશાલેમના બધા લોકો પર મારી ચેતવણી અનુસાર બધી આફતો લાવીશ; કારણ, મેં તેમને કહ્યા કર્યું પણ તેમણે સાંભળ્યું નથી અને મેં તેમને બોલાવ્યા ત્યારે તેમણે ઉત્તર આપ્યો નથી.”


છતાં તમે તમારાં દુષ્કૃત્યો ચાલુ રાખ્યાં છે અને હું તો તમને વારંવાર આગ્રહથી ચેતવતો રહ્યો છું, પણ તમે મારી વાણી સાંભળી નથી; મેં બોલાવ્યા ત્યારે તમે ઉત્તર આપ્યો નથી.


યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં તેઓ શું શું કરે છે, એ તું જોતો નથી?


આકાશની રાણી નામની દેવી માટે પોળી બનાવવા બાળકો લાકડાં એકઠાં કરે છે, તેમના પિતાઓ અગ્નિ સળગાવે છે અને સ્ત્રીઓ લોટ ગૂંદે છે, તથા મને ક્રોધિત કરવા અન્ય દેવો આગળ દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડે છે.


તમારા પૂર્વજો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારથી માંડીને અત્યાર સુધી મેં મારા સેવકો એટલે સંદેશવાહકોને તેમની પાસે તથા તમારી પાસે વારંવાર આગ્રહથી મોકલ્યા.


પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “તેં તારા આશકો સાથેની તારી વેશ્યાગીરીમાં તારી આબરૂ લૂંટાવી છે અને તારી લાજ ઉઘાડી પાડી છે તેને લીધે અને તારાં ઘૃણાસ્પદ કૃત્યોની સર્વ મૂર્તિઓને લીધે અને એ મૂર્તિઓને અર્પણ કરેલાં તારા સંતાનોના લોહીને લીધે હું આમ કરીશ.


તેમને માર્ગે ચાલીને તેમનાં ધિક્કારપાત્ર કૃત્યોનું અનુસરણ કરવાનું તું ચૂકી નથી. બલ્કે, થોડા જ સમયમાં તું તારાં સર્વ આચરણમાં તેમના કરતાં પણ વધુ ભ્રષ્ટ બની.


તમે તમારી આચરેલી બધી ભૂંડાઇનો ત્યાગ કરો અને નવું મન ને નવો આત્મા પ્રાપ્ત કરો. હે ઇઝરાયલીઓ, તમે શા માટે મરવા માંગો છો?


તેથી હું અંદર ગયો અને જોયું તો ચારેય બાજુ દીવાલો પર સર્વ પેટે ચાલનારાં પ્રાણીઓનાં, અન્ય અશુદ્ધ પશુઓનાં અને ઇઝરાયલીઓની સર્વ મૂર્તિઓનાં ચિત્રો કોતરેલાં હતાં.


અમારા રાજાઓ, શાસકો, પૂર્વજો અને સમગ્ર પ્રજાને તમારે નામે બોધ કરનાર તમારા સેવકો એટલે સંદેશવાહકોનું અમે સાંભળ્યું નથી.


યરુશાલેમ સમૃદ્ધ અને વસ્તીવાળું હતું અને જ્યારે માત્ર આજુબાજુનાં પરાંમાં જ નહિ, પણ શહેરના દક્ષિણ ભાગમાં અને પશ્ર્વિમની તળેટીઓમાં ઘણા લોકો વસતા હતા ત્યારે તે વખતના સંદેશવાહકો દ્વારા પણ પ્રભુએ એ જ કહ્યું હતું.


વિધર્મીઓ જેમાં આનંદ માને છે તેવાં કાર્યો કરવામાં તમે ભૂતકાળમાં ગુમાવેલો સમય પૂરતો છે. તે વખતે તમે તમારાં જીવનો વ્યભિચારમાં, વિષય વાસનામાં, મદ્યપાનમાં, ભોગવિલાસમાં અને ઘૃણાપાત્ર મૂર્તિપૂજામાં વિતાવ્યાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan