Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 44:29 - પવિત્ર બાઇબલ C.L.

29 હું તમને આ જગ્યાએ શિક્ષા કરીશ જેથી તમે જાણો કે તમારા પર વિપત્તિ લાવવાના મારા સંદેશા અટલ છે અને એ માટે હું તમને આ નિશાની આપું છું:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 વળી યહોવા કહે છે, તમારા પર વિપત્તિ લાવવાનાં મારાં વચનો ખચીત કાયમ રહેશે, એ તમે જાણો માટે આ જગ્યાએ હું તમને શિક્ષા કરીશ, એનું આ ચિહ્ન તમારે માટે થશે:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 હું તને આ ચિહ્ન આપીશ એમ યહોવાહ કહે છે, તમારા પર વિપત્તિ લાવવાનાં મારાં વચનો નિશ્ચે કાયમ રહેશે. એ તમે જાણો માટે હું તમને આ જગ્યાએ શિક્ષા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 હું તને આ પ્રમાણે નિશાની આપીશ કે, તેથી હું તને મિસરમાં શિક્ષા કરીશ, કે જેથી તને ખબર પડે કે હું તારી પર ખરેખર ભયાનક વિપત્તિ લાવીશ.’

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 44:29
14 Iomraidhean Croise  

માનવી મનમાં ઘણી યોજનાઓ ઘડે છે; પણ પ્રભુનો ઇરાદો જ કાયમ ટકશે.


તેમ છતાં પ્રભુ જ્ઞાની છે અને તેથી પોતે ઉચ્ચારેલી ધમકી પ્રમાણે તે દુષ્ટોનાં સંતાનો પર તેમ જ ભૂંડાઈ આચરનારાઓ પર આફત ઉતારે છે. તે શિક્ષા કર્યા વિના રહેતા નથી.


હા, ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ કરમાઈ જાય છે, પણ આપણા ઈશ્વરનો સંદેશ સદાકાળ ટકે છે.”


“તારા ઈશ્વર પ્રભુ પાસેથી નિશાની માગ. પછી ભલે એ નિશાની મૃત્યુલોક શેઓલના ઊંડાણમાંથી હોય કે ઊંચે આકાશમાંથી હોય!”


તો હવે પ્રભુ પોતે તમને નિશાની આપશે: કન્યા સગર્ભા છે અને તેને પુત્ર જન્મશે અને તે તેનું નામ ઇમ્માનુએલ (ઈશ્વર આપણી સાથે) પાડશે.


હું તથા પ્રભુએ મને આપેલાં આ બાળકો સિયોન પર્વત પર નિવાસ કરનાર સર્વસમર્થ પ્રભુ તરફથી ઇઝરાયલમાં નિશાની અને પ્રતીક સમા છીએ.


જેમ મેં યહૂદિયાના રાજાને તેમનો જીવ લેવા ચાહનાર તેના શત્રુ નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધો તે જ પ્રમાણે ઇજિપ્તના ફેરો હોફ્રાને પણ તેનો જીવ લેવા ચાહતા તેના શત્રુઓના હાથમાં સોંપી દઈશ. હું પ્રભુ પોતે આ બોલું છું.”


મારા સેવકો એટલે સંદેશવાહકો દ્વારા મેં તમારા પૂર્વજોને આજ્ઞાઓ અને ચેતવણીઓ આપી, પણ તેમણે તેમનો અનાદર કર્યો અને તેનાં માઠાં પરિણામ ભોગવ્યાં. પછી તેમણે પશ્ર્વાત્તાપ કર્યો અને એકરાર કર્યો કે મેં સર્વસમર્થ પ્રભુએ તેમને યથાયોગ્ય અને નિયત શિક્ષા કરી હતી.”


હોફની અને ફિનહાસ એ તારા બંને પુત્રો એક જ દિવસે મરશે અને એ પુરવાર કરશે કે હું જે બોલ્યો છું તે બધું સાચું છે.


Lean sinn:

Sanasan


Sanasan