Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 44:26 - પવિત્ર બાઇબલ C.L.

26 તો પણ હે ઇજિપ્તમાં વસેલા યહૂદિયાના લોકો, પ્રભુનો સંદેશ સાંભળો. પ્રભુ કહે છે: “હું મારા મહાન નામના સોગંદ લઈને કહું છું કે, ‘યાહવે ઈશ્વરના જીવના સમ’ એવું કહીને તમારામાંનો કોઈ મારા નામનો સોગંદ લેવામાં ઉપયોગ કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તે માટે મિસર દેશમાં રહેનારા સર્વ યહૂદીઓ, યહોવાનું વચન સાંભળો:યહોવા કહે છે, જુઓ, મેં મારા મોટા નામના સમ ખાધા છે કે પ્રભુ યહોવાના જીવના સમ, એવું કહીને હવેથી કોઈ પણ યહૂદી માણસ આખા મિસર દેશમાં મારું નામ હોઠ ઉપર લે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 સર્વ યહૂદાના લોકો, જેઓ મિસરમાં રહો છે, તમે મારાં વચન ધ્યાનથી સાંભળો; જુઓ, મેં મારા મોટા નામના સમ ખાધા છે કે, “પ્રભુ યહોવાહના જીવના સમ’ એમ કહીને હવે કોઈ પણ યહૂદી માણસ આખા મિસર દેશમાં મારું નામ તેમના હોઠ પર લઈ શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 પણ મિસરમાં વસતા બધાં યહૂદીઓ, તમે મારા વચન ધ્યાનથી સાંભળો; હું મારા મોટા નામનાં સમ ખાઇને કહું છું. ‘આ હું યહોવા બોલું છું, કે આખા મિસરમાં હવે કોઇ પણ યહૂદી મારું નામ લઇ શકશે નહિ. કોઇ પણ યહૂદી “યહોવાના સમ કહીને સમ લઇ શકશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 44:26
28 Iomraidhean Croise  

“પ્રભુ કહે છે: હું મારા પોતાના નામના સોગંદ લઉં છું કે હું તને ખૂબ આશિષ આપીશ. કારણ, તેં આ કામ કર્યું છે અને મારાથી તારા પુત્રને પાછો રાખ્યો નથી.


પરંતુ ઈશ્વર દુષ્ટોને કહે છે; “શા માટે તમે મારા આદેશોનું રટણ કરો છો? શા માટે તમે મારા કરારની આજ્ઞાઓ મુખપાઠ કરો છો?


તેની સાથેનો મારો કરાર હું તોડીશ નહિ, કે મારા મુખેથી નીકળેલા એકપણ શબ્દને બદલીશ નહિ.


પ્રભુએ પોતાના જમણા હાથના અને પોતાના સમર્થ ભુજના સમ ખાધા છે: ‘હું ફરી કદી તારું અનાજ તારા દુશ્મનોને ખાઈ જવા દઈશ નહિ,


પણ જો તમે મારી આજ્ઞા નહિ પાળો તો હું પ્રભુ સોગંદપૂર્વક કહું છું કે આ મહેલ ખંડેર બની જશે.”


પરંતુ પ્રભુ કહે છે કે, “યહૂદિયાના રાજા સિદકિયા, તેના અધિકારીઓ અને યરુશાલેમના બાકી રહી ગયેલા લોકો જેઓ આ દેશમાં રહ્યા છે કે ઇજિપ્તમાં જઈને વસ્યા છે તે બધાને હું પેલા ખવાય પણ નહિ એવાં બગડી ગયેલાં ખરાબ અંજીરની જેમ તજી દઈશ.


“હે ઇઝરાયલના લોકો, જો તમારે પાછા ફરવું હોય તો મારી પાસે પાછા આવો. જો તમે તમારી ઘૃણાપાત્ર મૂર્તિઓને મારી સમક્ષથી ફગાવી દો અને મારા પ્રત્યેની નિષ્ઠામાં અડગ રહો તો તમે મારે નામે સચ્ચાઈથી, ન્યાયથી અને નેકીથી સોગંદ લઈ શકશો. ત્યારે અન્ય પ્રજાઓ તેનામાં આશિષ પામશે અને તેનામાં હરખાશે.”


“તેથી હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ તમારી વિરુદ્ધ પડયો છું અને મેં યહૂદિયાનો વિનાશ કરવા નિર્ધાર કર્યો છે!


યહૂદિયાના બાકી રહી ગયેલા લોકોમાંથી જેઓ ઇજિપ્ત દેશમાં વસવા માટે આવ્યા છે તેમનામાંથી કોઈ નાસી છૂટશે નહિ કે બચી શકશે નહિ. તેઓ યહૂદિયાના પ્રદેશમાં પાછા જઈને વસવા માટે અતિશય ઝૂરે છે, પણ તેઓ પાછા જઈ શકશે નહિ. તેઓમાંથી જેઓ ત્યાંથી નીકળી જાય એ સિવાય બીજું કોઈ પાછું જવા પામશે નહિ.”


વળી યર્મિયાએ બધા લોકોને અને ખાસ કરીને સ્ત્રીઓને અનુલક્ષીને આ પ્રમાણે કહ્યું, “હે ઇજિપ્ત દેશમાં વસેલા યહૂદિયાના લોકો, તમે પ્રભુનો સંદેશ સાંભળો!


જેમનું નામ સેનાધિપતિ યાહવે છે, જે રાજાધિરાજ છે તે કહે છે. “મારા જીવના સમ, તમારા પર આક્રમણ કરનાર નક્કી આવશે; તે તો ડુંગરોમાં તાબોર પર્વત જેવો, અને સમુદ્રની નિકટ આવેલા ઊંચા ર્કામેલ પર્વત જેવો અનન્ય છે.


હું પ્રભુ સોગંદપૂર્વક કહું છું કે બોસ્રા નગરને જોઈને લોકોમાં હાહાકાર મચી જશે, તે વેરાન, નિંદાપાત્ર અને શાપરૂપ બની જશે. તેની આસપાસનાં નગરો પણ સદાને માટે ઉજ્જડ બની જશે.”


જો કે તમે મારે નામે સોગંદ ખાઈને મારા પ્રત્યેની નિષ્ઠાનો દાવો કરો છો છતાં સોગંદ ખાઈને પણ તમે જૂઠું બોલો છો.”


સેનાધિપતિ પ્રભુએ પોતાના જીવના સોગંદ લઈ કહ્યું છે: “હું તીડોની માફક અસંખ્ય માણસો બેબિલોનમાં લાવીશ, અને તેઓ તારા પર વિજેતા બનીને જયઘોષ કરશે.”


તમે ચોરી, ખૂન અને વ્યભિચાર કરો છો, જૂઠા સોગંદ ખાઓ છો, બઆલ દેવને ધૂપ ચડાવો છો અને અજાણ્યા દેવોની પૂજા કરો છો.


પ્રભુ પરમેશ્વર કહે છે, “હે ઇઝરાયલીઓ, જાઓ તમે સૌ તમારી મૂર્તિઓની પૂજામાં મંડયા રહો. પણ પાછળથી તમે મારું નહિ સાંભળો તો હું જોઇ લઇશ. તમારી મૂર્તિઓને તમારાં અર્પણો ચડાવવા દઇને હું તમને મારા પવિત્ર નામને કલંક લગાડવા નહિ દઉં.


“હે ઇઝરાયલના લોકો, જો કે તમે વેશ્યાની જેમ બેવફા બનો, તો તેથી યહૂદિયાના લોકોએ એ જ બાબતમાં દોષિત બનવાની જરૂર નથી. ગિલ્ગાલ કે ‘બેથ-આવેન’માં ભક્તિ કરવા જશો નહિ અને ત્યાં જઈને જીવતા પ્રભુના નામે સમ ખાશો નહિ.


મૃત્યુ પામેલા માણસના અંતિમવિધિ માટે જવાબદાર સગો મૃતદેહને અગ્નિદાહ દેવાને ઘરમાંથી બહાર લઈ જવા આવશે, ત્યારે ઘરના સૌથી અંદરના ભાગમાં કોઈ બાકી રહી ગયેલા માણસને તે પૂછશે, “હજી ત્યાં બીજા મૃતદેહ છે?” પેલો માણસ જવાબ આપશે, “ના.” ત્યારે પેલો સગો કહેશે, “ચૂપ રહેજે, જો જે પ્રભુનું નામ ઉચ્ચારતો નહિ!”


સર્વસમર્થ ઈશ્વર પ્રભુએ આવી ગંભીર ચેતવણી આપી છે: હું ઇઝરાયલના લોકોના અહંકારને ધિક્કારું છું અને તેમના મહેલોનો તિરસ્કાર કરું છું. હું તેમની રાજધાની અને તેમાંનું સર્વસ્વ શત્રુના હાથમાં સોંપી દઈશ.


પ્રભુએ ઇઝરાયલના ગૌરવના સમ ખાધા છે, “હું તેમનાં કોઈ દુષ્કર્મો વીસરી જઈશ નહિ.


તેમને કહે કે, પ્રભુ આવું કહે છે: હું જીવંત છું અને સોગંદપૂર્વક કહું છું કે તમે મારા સાંભળતા જે બોલ્યા છો તે જ પ્રમાણે હું કરીશ.


ઈશ્વરે શપથ લીધા, “તેઓ મારા વિશ્રામસ્થાનમાં કદી જ પ્રવેશ કરશે નહીં” આ શપથ તેમણે કોના સંબંધી લીધા? જેમણે બળવો કર્યો તેમના સંબંધી.


ઈશ્વરે અબ્રાહામને વચન આપ્યું ત્યારે વચન મુજબ કરવાને તેમણે શપથ લીધા હતા. ઈશ્વર કરતાં બીજું કોઈ મોટું ન હોવાથી, તેમણે શપથ લેતી વખતે પોતાના જ નામનો ઉપયોગ કર્યો.


તેથી વચન તથા શપથ એ બે બાબતો એવી છે કે તે કદી બદલાઈ શકે નહિ. તેમજ તેના સંબંધી ઈશ્વર જૂઠું બોલી શક્તા નથી. તેથી તેની સાથે સલામતી મેળવનાર એવા આપણને આપણી સમક્ષ મૂકવામાં આવેલી આશાને દૃઢતાથી વળગી રહેવા માટે ઘણું પ્રોત્સાહન મળે છે.


Lean sinn:

Sanasan


Sanasan