Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 44:23 - પવિત્ર બાઇબલ C.L.

23 તમે અન્ય દેવોને ધૂપ ચડાવીને પ્રભુની વિરુદ્ધ પાપ કર્યાં અને પ્રભુની વાણીને આધીન થયા નહિ અને તેમની આજ્ઞાઓ, આદેશો અને નિયમોનું પાલન કર્યું નહિ તેથી તો અત્યારની આ આફત તમારા પર આવી પડી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તમે ધૂપ બાળ્યો તથા યહોવાની વિરુદ્ધ પાપ કર્યું, ને યહોવાનું વચન માન્યું નહિ, ને તેમના નિયમશાસ્ત્ર, તેમના વિધિઓ તથા તેમનાં સાક્ષ્યો પ્રમાને ચાલ્યા નહિ, તેથી જેમ આજે છે, તેમ આ વિપત્તિ તમારા પર આવી પડી છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તમે ધૂપ બાળ્યો તથા યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું અને યહોવાહનું વચન માન્યું નહિ. અને તેમના નિયમો, કાયદાઓ અને સાક્ષ્યોઓનું પાલન પણ ન કર્યું, તેથી જેમ આજ છે, તેમ આ વિપત્તિ તમારા પર આવી પડી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 તમારા પર આ આફત આવી છે અને આજે પણ કાયમ છે તેનું કારણ, તમે એ અપીર્ને યહોવાનો અપરાધ કર્યો, તેનું કહ્યું કર્યુ નહિ કે તેના નિયમો, કાયદાઓ અને આજ્ઞાઓનું પાલન પણ ન કર્યું.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 44:23
24 Iomraidhean Croise  

લોકો જવાબ આપશે, ‘એનું કારણ એ છે કે તેમણે તેમના પૂર્વજોને ઇજિપ્તમાં મુક્ત કરનાર પ્રભુ તેમના ઈશ્વરનો ત્યાગ કર્યો છે. તેમણે અન્ય દેવો પ્રત્યે વફાદારી દાખવી તેમની પૂજા કરી છે. તેથી પ્રભુએ તેમના પર આ આફત ઉતારી છે.”


તેમણે તેમની સૂચનાઓને આધીન થવાની ના પાડી, તેમના પૂર્વજો સાથે તેમણે કરેલો કરાર તેમણે પાળ્યો નહિ અને તેમણે તેમની ચેતવણીઓ ગણકારી નહિ. તેમણે વ્યર્થ મૂર્તિઓની પૂજા કરીને તેઓ પોતે જ વ્યર્થ બન્યા અને આસપાસની પ્રજાઓનું અનુકરણ નહિ કરવાની પ્રભુ આજ્ઞાનો અનાદર કરીને તેઓ તેમના રિવાજો અનુસર્યા;


પણ તેઓએ ઈશ્વરની વાણી પ્રત્યે દુર્લક્ષ સેવ્યું અને તેમના સંદેશવાહકોની મશ્કરી ઉડાવી અને એમ ઈશ્વરના સંદેશવાહકોનો તિરસ્કાર કર્યો. છેવટે પોતાના લોકો પર પ્રભુનો કોપ એવો સળગી ઊઠયો કે કોઈ ઉપાય રહ્યો નહિ.


આ કારણને લીધે તો તમારા પૂર્વજોને ઈશ્વરે શિક્ષા કરીને આ શહેરનો નાશ કર્યો હતો અને છતાં સાબ્બાથ દિવસને ભ્રષ્ટ કરીને તમે ઇઝરાયલ પર ઈશ્વરનો વિશેષ કોપ લાવવા માગો છો?”


માણસો તમારા નિયમ પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ વહે છે.


મારો પીછો કરનાર કપટી જુલમગારો મારી નજીક આવી ગયા છે; પણ તેઓ તો તમારા નિયમથી ઘણા દૂર છે.


દુષ્ટોનો બચાવ કરશો નહિ; કારણ, તેઓ તમારા આદેશો અનુસરતા નથી.


તેમણે ઈશ્વર સાથે કરેલ કરાર પાળ્યો નહિ અને તેમના નિયમ અનુસાર વર્તવાનો ઇન્કાર કર્યો.


છતાં ઇઝરાયલના લોકોએ સર્વોચ્ચ ઈશ્વરની ક્સોટી કરી, અને તેમની સામે વિદ્રોહ કર્યો અને ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કર્યું નહિ.


તેમને કહે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે: જો તમે મારું સાંભળશો નહિ, અને તમારી સમક્ષ રજૂ કરેલા મારા નિયમશાસ્ત્રને અનુસરશો નહિ,


પ્રભુએ તેમના સંદેશ પ્રમાણે જ કર્યું છે અને વિપત્તિ લાવ્યા છે, કારણ, તમારા લોકોએ પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું, અને તેમની વાણીને આધીન થયા નહિ માટે તમારા પર આ બધું આવી પડયું છે.


હજી આજ સુધી તમે પોતાને નમ્ર કર્યા નથી કે મારા પ્રત્યે આદર દર્શાવ્યો નથી અને મેં તમારા પૂર્વજોને અને તમને આપેલી મારી આજ્ઞાઓ અને મારા વિધિઓનું પાલન કર્યું નથી.


પરંતુ જ્યારથી અમે આકાશની રાણીને ધૂપ ચડાવવાનું અને દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડવાનું બંધ કર્યું ત્યારથી અમારે એ બધાની અછત છે, અને અમે યુદ્ધથી અને દુકાળથી નાશ પામ્યા છીએ.”


તેમણે કહ્યું, “હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહું છું: યરુશાલેમ અને યહૂદિયાના બધાં નગરો પર હું જે વિપત્તિ લાગ્યો તે તમે સૌએ જાતે જોઈ છે. હજુ પણ તે નગરો ખંડેર હાલતમાં છે અને તેમાં કોઈ વસતું નથી.


“તમે, તમારા પૂર્વજોએ, તમારા રાજાઓએ, તમારા અધિકારીઓએ અને તમામ લોકોએ યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં જે ધૂપ ચડાવ્યો તેની શું પ્રભુને જાણ નહોતી કે શું તે તેમના ધ્યાન બહાર હતું એવું તમે માનો છો?


કારણ, મને રોષ ચડાવવા માટે તેમણે ભૂંડાં કાર્યો કર્યાં. જે દેવોને તેઓ, તમે કે તમારા પૂર્વજો ઓળખતા નહોતા તેમને અનુસરીને તમે તેમને ધૂપ ચડાવ્યો અને તેમની પૂજા કરી.


ઇજિપ્ત દેશ જ્યાં તમે આશ્રય માટે આવ્યા છો ત્યાં અન્ય દેવોને ધૂપ ચડાવીને અને તમે ઘડેલી મૂર્તિઓથી મને શા માટે ક્રોધિત કરો છો? શા માટે તમે તમારો વિનાશ વહોરી લો છો અને પૃથ્વીની બધી પ્રજાઓમાં તમે શાપરૂપ અને નિંદાપાત્ર થવા માંગો છો?


યરુશાલેમે અઘોર પાપ કર્યું. એનાથી એ નગરી મલિન બની છે. તેનું સન્માન કરનારા હવે તેને વખોડે છે, કારણ, તેમણે તેની નગ્નતા જોઈ છે. તે નિસાસા નાખે છે અને શરમથી પોતાનું મોં છુપાવે છે.


મોશેના નિયમશાસ્ત્રમાં લખ્યા મુજબની જ શિક્ષા અમને થઈ છે. તેમ છતાં હે પ્રભુ, અમારા ઈશ્વર, અમે હજુ સુધી અમારાં પાપથી વિમુખ થઈને અને તમારા સત્યને અનુસરીને તમને પ્રસન્‍ન કર્યા નથી.


ના, મારો કહેવાનો અર્થ એ છે કે વિધર્મીઓ વેદી પર જે કંઈ અર્પણ ચઢાવે છે તે ઈશ્વરને નહિ, પણ ભૂતોને ચઢાવે છે અને તમે ભૂતોના સહભાગી બનો એવું હું ઇચ્છતો નથી.


ઈશ્વરના મંદિરને મૂર્તિઓ સાથે શો સંબંધ હોય? કારણ, આપણે તો જીવતા ઈશ્વરનું મંદિર છીએ! ઈશ્વરે પોતે જ કહ્યું છે તેમ, “હું મારા લોક મયે મારું ઘર બનાવીશ, અને તેમની સાથે વાસો કરીશ, હું તેમનો ઈશ્વર થઈશ અને તેઓ મારી પ્રજા બનશે.”


Lean sinn:

Sanasan


Sanasan