Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 44:21 - પવિત્ર બાઇબલ C.L.

21 “તમે, તમારા પૂર્વજોએ, તમારા રાજાઓએ, તમારા અધિકારીઓએ અને તમામ લોકોએ યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં જે ધૂપ ચડાવ્યો તેની શું પ્રભુને જાણ નહોતી કે શું તે તેમના ધ્યાન બહાર હતું એવું તમે માનો છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 “યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં તમે, તમારા પૂર્વજોએ, તમારા રાજાઓએ, તમારા સરદારોએ તથા દેશના લોકોએ જે ધૂપ બાળ્યો છે, તે શું યહોવાના સ્મરણમાં નહોતું?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 “તમે તથા તમારા વડીલો તથા તમારા રાજાઓ અને સરદારો તેમ જ દેશના બધા લોકો યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમના મહોલ્લાઓમાં મૂર્તિઓ આગળ ધૂપ બાળતા હતા, તે શું યહોવાહના સ્મરણમાં નહોતું? શું તેને લક્ષમાં લેવામાં આવ્યું નહોતું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 “તમે તથા તમારા વડીલો તથા તમારા રાજાઓ અને સરદારો તેમજ દેશના બધા લોકો યહૂદિયાના નગરોમાં અને યરૂશાલેમના મહોલ્લાઓમાં મૂર્તિઓ આગળ ધૂપ બાળતા હતાં, તને લાગે છે કે તેને તે યાદ નથી? ચોક્કસ, તે આ બધું તેના મનમાં રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 44:21
19 Iomraidhean Croise  

વિધવાએ એલિયાને કહ્યું, “ઓ ઈશ્વરભક્ત, તમે મને આમ કેમ કર્યું? તમે અહીં ઈશ્વરને મારાં પાપની યાદ દેવડાવવા અને મારા પુત્રનું મરણ નિપજાવવા આવ્યા હતા?”


હે ઈશ્વર, અમારા પૂર્વજોના પાપોને લીધે એમને સજા ન કરો. તમારી અનુકંપા અમને જલદી આવી મળો; કારણ, અમે ખૂબ નાસીપાસ થઈ ગયા છીએ.


તેથી હે પ્રભુ, અમારા પર અતિશય ગુસ્સે થશો નહિ અને અમારાં પાપ અમારી વિરુદ્ધ કાયમ માટે સંભાર્યા કરશો નહિ. અમારી અરજ છે કે અમે તમારા લોક છીએ એ વાત લક્ષમાં લો.


કારણ, યહૂદિયાનાં જેટલાં નગરો તેટલા તેમના દેવો છે. યરુશાલેમમાં જેટલી શેરીઓ છે તેટલી વેદીઓ તેમણે શરમજનક બઆલ દેવ આગળ ધૂપ બાળવા માટે બાંધી છે.


આ લોકો વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે, “આમ જ તેમને મારાથી દૂર ભટકવાનું ગમે છે અને તેથી પોતા પર કાબૂ રાખી શક્તા નથી. તેથી હું પ્રભુ પણ તેમને સ્વીકારતો નથી. પણ હવેથી હું એમના દોષ યાદ રાખીને તેમના પાપને લીધે તેમને સજા કરીશ.”


કારણ, ઇઝરાયલ તેમ જ યહૂદિયાના લોકો, તેમના રાજાઓ, અધિકારીઓ, યજ્ઞકારો, સંદેશવાહકો તથા યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓએ તેમનાં દુષ્ટ આચરણથી મને ક્રોધિત કર્યો છે.


કારણ, અમે, અમારા પૂર્વજો, અમારા રાજાઓ, અમારા અધિકારીઓ યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં એ જ પ્રમાણે કરતા હતા. ત્યારે તો અમારી પાસે પુષ્કળ પ્રમાણમાં ખોરાક હતો; અમે સમૃદ્ધ હતા અને કોઈ વિપત્તિ જોઈ ન હતી.


પછી આ રીતે ઉત્તર આપનાર પુરુષો, સ્ત્રીઓ અને બધા લોકોને યર્મિયાએ કહ્યું,


તમારા પૂર્વજોએ, યહૂદિયાના રાજાઓએ અને તેમની રાણીઓએ, તમે અને તમારી પત્નીઓએ યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં કરેલાં દુષ્કૃત્યો શું તમે ભૂલી ગયા છો?


એમની સઘળી ભૂંડાઈ હું સ્મરણમાં રાખીશ એ વિચાર તો તેમના મનમાં આવતો જ નથી. પણ તેમનાં પાપે તેમને ચોગરદમ ઘેરી લીધા છે અને એ બધાં મારી દષ્ટિ આગળ છે.”


પ્રભુએ ઇઝરાયલના ગૌરવના સમ ખાધા છે, “હું તેમનાં કોઈ દુષ્કર્મો વીસરી જઈશ નહિ.


“એ બધું જોઈને પ્રભુને ઘૃણા ઊપજી અને તેમના પુત્રપુત્રીઓને તેમણે તજી દીધાં.


શત્રુઓનું એ વેરઝેર મેં સંગ્રહી રાખ્યું છે, અને તેને મુદ્રા મારીને મારા ખજાનામાં રાખી મૂકાયું છે.


મહાનગરીના ત્રણ ભાગ થઈ ગયા. અને બધા જ દેશોનાં શહેરો નાશ પામ્યાં. ઈશ્વર બેબિલોન નગરીને ભૂલ્યા નહિ; પણ પોતાના કારમા કોપરૂપી દારૂનો પ્યાલો તેને પિવડાવ્યો.


કારણ, તેના પાપનો ગંજ ઊંચે આકાશ સુધી ખડક્યો છે, અને ઈશ્વર તેનાં દુષ્ટ કાર્યો યાદ કરે છે.


તેથી અમાલેકીઓ પર આક્રમણ કર અને તેમના સર્વસ્વનો પૂરેપૂરો નાશ કર. એકેય વસ્તુ બાકી રાખીશ નહિ. તેમનાં પુરુષો, સ્ત્રીઓ, કિશોરો, નાનાં બાળકો, બળદો, ઘેટાં, ઊંટ અને ગધેડાં એ બધાંને મારી નાંખ, કોઈને ય જીવતું જવા દઈશ નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan