યર્મિયા 43:9 - પવિત્ર બાઇબલ C.L.9 “તું તારા હાથમાં થોડા મોટા પથ્થરો લઈને યહૂદિયાના લોકોના દેખતાં આ તાહપાન્હેસ નગરમાં આવેલા ઇજિપ્તના રાજાના વિશ્રામગૃહના પ્રવેશદ્વાર પાસે ઇંટોની પગથીમાં ગારાથી જડીને ઢાંકી દે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 “તું તારા હાથમાં મોટા પથ્થરો લે, ને તાહપાન્હેસમાં ફારુનના મહેલના દ્વારની પાસેની ફરસબંધીમાં યહૂદીઓના જોતાં તે પથ્થરોને ચૂનાથી ઢાંકી દે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 “તું તારા હાથમાં મોટા પથ્થરો લે, તાહપાન્હેસમાં ફારુનના મહેલના પ્રવેશદ્વાર આગળ ફરસબંધીમાં યહૂદાના દેખતાં એ મોટા પથ્થરને ચૂનાથી રંગી સંતાડી દે. Faic an caibideilપવિત્ર બાઈબલ9 “તું મોટા પથ્થરો લે, પછી યહૂદિયાના માણસોને ભેગા કર અને તેઓના દેખતા અહીં તાહપાન્હેસમાં ફારુનના મહેલના પ્રવેશદ્વાર આગળના ફરસબંધીવાળા માર્ગમાં એ મોટા પથ્થરને દાટી દે. Faic an caibideil |
બીજા બધાં જેમને મેં પ્યાલો પીવડાવ્યો તેની યાદી નીચે મુજબ છે: ઇજિપ્તનો રાજા ફેરો, તેના અધિકારીઓ, તેના ઉમરાવો અને ઇજિપ્તના બધા લોકો અને ત્યાં વસતા પરદેશીઓની મિશ્ર જાતિઓ; ઉસ દેશના બધા રાજાઓ, પલિસ્તી પ્રદેશના એટલે આશ્કલોન, ગાઝા, એક્રોન તથા આશ્દોદના બાકી રહેલા રાજાઓ; અદોમ, મોઆબ તથા આમ્મોન; તૂર, સિદોનના બધા રાજાઓ તથા ભૂમધ્ય સમુદ્રના ટાપુઓના રાજાઓ: દેદાન, તેમા અને બૂઝ તથા લમણાના વાળ મુંડનાર, અરબસ્તાનના બધા રાજાઓ અને તેમાં વસતી મિશ્ર પ્રજાઓના રાજાઓ; ઝિમ્રી એલામ અને માદીઓના બધા રાજાઓ; ઉત્તરના, દૂરના કે નજીકના એટલે કે ટૂંકમાં પૃથ્વીના બધા દેશોના રાજાઓ. છેલ્લે શેશાખનો રાજા પણ તે પ્યાલો પીશે.