Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 43:6 - પવિત્ર બાઇબલ C.L.

6 આસપાસના બધા દેશોમાં નાસી છૂટેલા અને યહૂદિયામાં ફરી પાછા વસવા આવેલાં બધાં સ્ત્રી, પુરુષો અને બાળકોને અને રાજકુંવરીઓને, તેમજ અંગરક્ષકદળના વડા નબૂઝારઅદાને જે બધાં લોકોને શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યાને સોંપ્યાં હતા તેમને સંદેશવાહક યર્મિયા અને નેરિયાના પુત્ર બારૂખ સહિત એકત્ર કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેઓ, એટલે પુરુષો, સ્ત્રીઓ તથા છોકરાં, રાજાની કુંવરીઓ તથા રક્ષકટુકડીના સરદાર નબૂઝારદાને જે માણસોને શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાના હાથમાં સોંપ્યાં હતાં તેઓ સર્વને, તથા યર્મિયા પ્રબોધક તથા નેરિયાનો પુત્ર બારુખ, એ બધાંને લઈને કારેઆનો પુત્ર યોહાનાન તથા સૈન્યોના સર્વ સરદારો

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 સ્ત્રીઓ, પુરુષો, બાળકો અને રાજાના દીકરીઓને અને સર્વ લોક જેને રક્ષક ટુકડીના સરદાર નબૂઝારઅદાને જે માણસોને શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલ્યાને સોંપ્યાં હતા, તેઓ સર્વને, તથા યર્મિયા પ્રબોધક, નેરિયાના દીકરા બારુખ એ બધાને લઈને કારેઆનો દીકરો યહોનાન તથા સૈન્યોના સર્વ સરદારો

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 એ બધી સ્ત્રીઓ, પુરુષો અને બાળકો અને રાજકુમારીઓ જેને રક્ષકોના નાયક નબૂઝારઅદાને ગદાલ્યાને સોંપ્યાં હતાં, અને પ્રબોધક યર્મિયા, નેરિયાના પુત્ર બારૂખને પણ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 43:6
11 Iomraidhean Croise  

મેં જોયું કે યહૂદિયાના રાજમહેલમાં બાકી રહેલી બધી સ્ત્રીઓને બેબિલોનના રાજાના સેનાપતિઓ પાસે લઈ જવાતી હતી. તેઓ જતાં જતાં આ પ્રમાણે કહેતી હતી; ‘રાજાના દિલોજાન મિત્રોએ તેને ખોટી દોરવણી આપી, તેમણે તેની પાસે પોતાનું ધાર્યું કરાવ્યું; અને હવે જ્યારે તેના પગ ક્દવમાં ખૂંપી ગયા, ત્યારે તેઓ તેને તજીને જતા રહ્યા છે!”


માત્ર જેઓ ગરીબમાં ગરીબ હતા અને જેમની પાસે કંઈ મિલક્ત નહોતી તેમને તેણે યહૂદિયામાં રહેવા દીધા અને તેમને દ્રાક્ષવાડીઓ અને ખેતરો સાચવવાં આપ્યાં.


તે દરમ્યાન યહૂદિયાના જે લોકો મોઆબ, આમ્મોન, અદોમ અને બીજા દેશોમાં જતા રહ્યા હતા તેમણે સાંભળ્યું કે બેબિલોનના રાજાએ થોડાએક લોકોને યહૂદિયામાં બાકી રાખ્યા છે અને શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યાને તેમના રાજ્યપાલ તરીકે નીમ્યો છે.


યહૂદિયાના ખુલ્લા ક્ષેત્રમાંના કેટલાક સેનાનાયકો અને સૈનિકોએ શરણાગતિ સ્વીકારી નહોતી. તેમણે સાંભળ્યું કે બેબિલોનના રાજાએ અહીકામના પુત્ર ગદાલ્યાને આ પ્રદેશનો રાજ્યપાલ નીમ્યો છે અને બેબિલોનમાં દેશનિકાલ નહિ કરાયેલાં ગરીબમાં ગરીબ માણસો, સ્ત્રીઓ અને બાળકોને તેની હકૂમતમાં સોંપ્યાં છે.


પછી ઇશ્માએલે મિસ્પામાં બાકી રહેલા લોકોને અને અંગરક્ષક દળના વડા નબૂઝારઅદાને ગદાલ્યાના હવાલે સોંપેલી રાજાની પુત્રીઓને કેદ કરીને એ બધાંને લઈ આમ્મોન દેશની હદ તરફ પ્રયાણ કર્યું.


આ તો નેરિયાના પુત્ર બારૂખે તને અમારી વિરુદ્ધ ઉશ્કેર્યો છે; જેથી અમે ખાલદીઓના હાથમાં આવી પડીએ, અને તેઓ અમને મારી નાખે અથવા અમને બેબિલોન દેશમાં દેશનિકાલ કરે.”


યહૂદિયાના રાજા અને યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યકાળના ચોથા વર્ષે યર્મિયાએ લખાવ્યા પ્રમાણે બધા સંદેશા બારૂખે વીંટામાં લખી લીધા તે પછી સંદેશવાહક યર્મિયાએ બારૂખને આ સંદેશ આપ્યો.


રિબ્લા નગરમાં બેબિલોનના રાજાએ સિદકિયાના પુત્રોને તેની નજર સામે જ મારી નંખાવ્યા, અને રિબ્લા લાવવામાં આવેલા યહૂદિયાના જુદા જુદા અધિકારીઓને પણ મારી નંખાવ્યા.


હું એક એવો માણસ છું કે જે ઈશ્વરની સજા કેવી આકરી હોય છે તે જાણે છે.


હું તને સાચે જ કહું છું: તું યુવાન હતો ત્યારે તું તારી કમર કાસીને જ્યાં જવા ચાહે ત્યાં જતો હતો, પરંતુ જ્યારે તું વૃદ્ધ થઈશ, ત્યારે તું તારા હાથ લંબાવીશ અને બીજો કોઈ તને બાંધીને તું જ્યાં જવાની ઇચ્છા નહીં રાખતો હોય ત્યાં લઈ જશે.”


Lean sinn:

Sanasan


Sanasan