Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 43:12 - પવિત્ર બાઇબલ C.L.

12 હું ઇજિપ્તના દેવોના મંદિરોને આગ લગાડીશ અને બેબિલોનનો રાજા તેમના દેવોને બાળી નાખશે અને લોકોને કેદ કરી લઈ જશે. જેમ ભરવાડ પોતાના ડગલામાંથી જૂ વીણી લઈને સાફ કરે છે તેમ બેબિલોનનો રાજા ઇજિપ્ત દેશને સફાચટ કરી નાખશે અને પછી વિજેતા બનીને પાછો ચાલ્યો જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 હું મિસરના દેવોનાં દેવસ્થાનોને આગ લગાડીશ. તે તેમને બાળી નાખશે, ને લોકોને બંદીવાસમાં લઈ જશે. અને જેમ ભરવાડ પોતાનું વસ્ત્ર ઓઢે છે તેમ તે મિસર દેશ [ની લૂંટ] થી પોતાને શણગારશે; અને ત્યાંથી તે શાંતિમાં પાછો ચાલ્યો જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 હું મિસરના દેવોનાં મંદિરોને અગ્નિથી બાળીને ભસ્મ કરીશ, તે લોકોને બંદીવાન બનાવી લઈ જશે. જેમ ભરવાડ પોતાનું વસ્ત્ર ઓઢે છે તેમ તે મિસર દેશની લૂંટથી પોતાને શણગારશે. અને ત્યાંથી તે વિજયી બનીને પાછો જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તે મિસરના દેવોનાં મંદિરોને અગ્નિથી બાળીને ભસ્મ કરશે, તે લોકોને બંદીવાન બનાવી લઇ જશે. જેમ કોઇ ભરવાડ પોતાની ચાદરમાંની જૂ વીણીને સાફ કરી નાખે છે તેમ તે મિસરને વીણીને સાફ કરી નાખશે અને વિજયી બનીને પાછો જશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 43:12
36 Iomraidhean Croise  

પલિસ્તીઓ તેમની મૂર્તિઓ પડતી મૂકીને નાસી ગયા અને દાવિદ તથા તેના માણસો એ લઈ ગયા


પછી જેનું બહુમાન કરવાની રાજાની ઇચ્છા હોય તેને રાજાનો સૌથી મુખ્ય અમલદાર તે પહેરાવે અને ઘોડા પર બેસાડીને સમગ્ર નગરચોકમાં ફેરવે. વળી, તે તેની આગળ પોકાર પાડે કે, “રાજા જેનું બહુમાન કરવા ઇચ્છે તેનું આવી રીતે સન્માન કરવામાં આવે છે.”


જો એમ હોય તો ભવ્યતા અને મહત્તાથી સજ્જ થા, તથા ગૌરવ અને પ્રતાપ ધારણ કર.


તમે વસ્ત્રની જેમ પ્રકાશ પરિધાન કર્યો છે; તમે તંબૂની જેમ આકાશને વિસ્તાર્યું છે.


હું તેના યજ્ઞકારોને ઉદ્ધારરૂપી પોષાકથી વિભૂષિત કરીશ; તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે.


તેના શત્રુઓને હું પરાજયની લજ્જાથી ઢાંકી દઈશ; પરંતુ રાજાનો મુગટ તેના મસ્તક પર ઝળહળતો રહેશે.


“તે રાત્રે હું આખા ઇજિપ્ત દેશમાં ફરીશ અને ઇજિપ્તીઓ અને તેમનાં પ્રાણીઓનાં સર્વ પ્રથમજનિતોનો સંહાર કરીશ. હું ઇજિપ્તના સર્વ દેવોને સજા કરીશ. હું પ્રભુ છું.


ઇજિપ્ત વિષેનો આ સંદેશ છે: પ્રભુ વેગવાન વાદળ પર સવાર થઈને ઇજિપ્તમાં આવે છે. તેમની સમક્ષ ઇજિપ્તની મૂર્તિઓ ધ્રૂજી ઊઠી છે અને ઇજિપ્તના લોકોના હોશકોશ ઊડી ગયા છે.


જુઓ, એક માણસ બે ઘોડે જોડેલા રથમાં પૂરઝડપે આવી રહ્યો છે. તે જવાબ આપે છે: ‘બેબિલોન પડયું છે. તેનું પતન થયું છે. તેમની સઘળી મૂર્તિઓ ભાંગીને જમીનદોસ્ત થઈ ગઈ છે.”


બેલદેવ નમી પડયો છે, નબોદેવ ઝૂકી પડયો છે. તેમની મૂર્તિઓ ભારવાહક ગધેડાં પર લાદવામાં આવી છે. એકવાર બેબિલોનીઓ તેમને સરઘસમાં ઊંચકીને ફેરવતા હતા, પણ અત્યારે તો તેઓ થાકેલાં પ્રાણીઓને ભારરૂપ થઈ પડી છે.


તેઓ એક સાથે નમી જાય છે અને ઝૂકી પડે છે. એ ભારરૂપ મૂર્તિઓ પોતાને બચાવી શકી નથી. હવે તેને બંદીવાન તરીકે ઉપાડી જવામાં આવે છે.


તારી આંખો ઉઠાવીને ચારે બાજુ નજર ફેરવ. તારા સર્વ લોક એકઠા થઈ રહ્યા છે, તેઓ તારી પાસે આવી રહ્યા છે. હું પ્રભુ, મારા જીવના સમ ખાઈને કહું છું કે તું તેમને સૌને આભૂષણોની જેમ ધારણ કરીશ અને જેમ કન્યા પોતાને આભૂષણોથી શણગારે તેમ તું તેમને અપનાવી લઈશ.


જાગ, ઓ સિયોન જાગ! સામર્થ્ય ધારણ કર. હે પવિત્ર શહેર યરુશાલેમ, તારાં વૈભવી વસ્ત્રો ધારણ કર. હવે પછી તારા દરવાજાઓમાં સુન્‍નતરહિત અશુદ્ધ પ્રજાઓ ધૂસી જશે નહિ.


તેમણે ન્યાયને બખ્તર તરીકે પહેર્યો અને શિરે વિજયનો ટોપ પહેર્યો. તેમણે પ્રતિકારરૂપી પોષાક પહેર્યો અને આવેશરૂપી ઝભ્ભો ઓઢયો.


હું પ્રભુમાં અતિશય આનંદ કરીશ અને મારો જીવ મારા ઈશ્વરમાં હરખાશે. કારણ, જેમ વર યજ્ઞકારની માફક માથે પાઘડી પહેરી પોતાને શોભાયમાન કરે અને કન્યા પોતાને આભૂષણોથી શણગારે તેમ તેમણે મને ઉદ્ધારનાં વસ્ત્ર પહેરાવ્યાં છે અને મને ન્યાયદત્ત છુટકારાનો ઝભ્ભો ઓઢાડયો છે.


મારા લોક, પરદેશીઓ તમારાં ટોળાં ચરાવશે, તમારાં ખેતરો ખેડશે અને તમારી દ્રાક્ષવાડીઓની સંભાળ કરશે.


તમારે એ લોકોને કહેવું કે જેમણે આકાશ તથા પૃથ્વી સર્જ્યા નથી એવા એ દેવો પૃથ્વી પરથી અને આકાશ તળેથી નષ્ટ થઈ જશે.


તેઓ વ્યર્થ અને ભ્રામક છે. પ્રભુ તેમને સજા કરશે ત્યારે તેમનો નાશ થશે.


બીજા બધાં જેમને મેં પ્યાલો પીવડાવ્યો તેની યાદી નીચે મુજબ છે: ઇજિપ્તનો રાજા ફેરો, તેના અધિકારીઓ, તેના ઉમરાવો અને ઇજિપ્તના બધા લોકો અને ત્યાં વસતા પરદેશીઓની મિશ્ર જાતિઓ; ઉસ દેશના બધા રાજાઓ, પલિસ્તી પ્રદેશના એટલે આશ્કલોન, ગાઝા, એક્રોન તથા આશ્દોદના બાકી રહેલા રાજાઓ; અદોમ, મોઆબ તથા આમ્મોન; તૂર, સિદોનના બધા રાજાઓ તથા ભૂમધ્ય સમુદ્રના ટાપુઓના રાજાઓ: દેદાન, તેમા અને બૂઝ તથા લમણાના વાળ મુંડનાર, અરબસ્તાનના બધા રાજાઓ અને તેમાં વસતી મિશ્ર પ્રજાઓના રાજાઓ; ઝિમ્રી એલામ અને માદીઓના બધા રાજાઓ; ઉત્તરના, દૂરના કે નજીકના એટલે કે ટૂંકમાં પૃથ્વીના બધા દેશોના રાજાઓ. છેલ્લે શેશાખનો રાજા પણ તે પ્યાલો પીશે.


તે ઇજિપ્તમાં આવેલા બેથ-શેમેશ નગરના પવિત્ર સ્તંભોને તોડી પાડશે અને ઇજિપ્તના દેવોનાં સૂર્યમંદિરોને બાળીને ભસ્મીભૂત કરશે.”


ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું નો નગરના દેવ આમોનને, આખા ઇજિપ્તને, તેના દેવોને, તેના રાજા ફેરોને અને તેના પર ભરોસો રાખનાર સૌને સજા કરીશ.


હે મોઆબ, તેં તારી તાક્ત અને ધનસંપત્તિ પર ભરોસો રાખ્યો, પરંતુ હવે તારું પતન થશે. તમારો દેવ કમોશ તેના યજ્ઞકારો અને રાજકુંવરો સહિત બંદી થઈને દેશનિકાલ થશે.


હું દમાસ્ક્સના કોટને આગ લગાડીશ અને બેન-હદાદના કિલ્લાઓને બાળીને ભસ્મ કરીશ. હું સેનાધિપતિ પ્રભુ આ બોલું છું.”


“બધા દેશોમાં આ સમાચાર પ્રગટ કરો, તેની ઘોષણા કરો, વજા ફરકાવીને જાહેરાત કરો; અને છુપાવશો નહિ: ‘બેબિલોનને જીતી લેવામાં આવ્યું છે; તેનો દેવ બેલ લજ્જિત થયો છે અને તેના દેવ મારદૂકના ભુક્કા બોલી ગયા છે. તેની મૂર્તિઓ બદનામ થઈ છે અને તેના ધૃણાસ્પદ દેવોનાં પૂતળા ભાંગી પડયાં છે.


બેબિલોનના દેવ બેલને હું સજા કરીશ અને તે જે ગળી ગયો છે તે હું ઓકાવી દઈશ. બીજી પ્રજાઓ તેની પૂજા કરવા ત્યાં આવશે નહિ.


કોઈ માણસ કે કોઈ પશુ ત્યાં ફરકશે નહિ. ચાળીસ વર્ષ સુધી તેમાં વસવાટ થશે નહિ.


તેથી હું, પ્રભુ પરમેશ્વર આમ કહું છું: હું રાજા નબૂખાદનેસ્સારને ઇજિપ્ત દેશ સોંપી દઉં છું. તે એ દેશને લૂંટી લેશે, તેની ધનસંપત્તિ ઉઠાવી જશે અને તે લૂંટ તેના સૈન્ય માટે શ્રમના બદલામાં મળેલું વેતન બની રહેશે.


પ્રભુ પરમેશ્વર કહે છે: “હું નોફમાંની મૂર્તિઓનો અને તેની પ્રતિમાઓનો નાશ કરીશ. ઇજિપ્તમાં કોઈ શાસક નહિ હોય અને હું આખા દેશને ભયભીત બનાવીશ.


તેમના દેવોની મૂર્તિઓ અને દેવોને અર્પણ કરેલાં સોનારૂપાનાં પાત્રો તે પાછાં ઇજિપ્ત લઈ જશે. થોડાંએક વર્ષો શાંતિમાં પસાર થશે.


પ્રભુ તેમને ગભરાવી મૂકશે. તે પૃથ્વીના દેવોને નષ્ટ કરશે, અને ત્યારે તો સર્વ પ્રજાઓ પોતપોતાના દેશમાં પ્રભુની ભક્તિ કરશે.


રાત્રિ લગભગ પસાર થઈ ગઈ છે; દિવસ નજીક આવી પહોંચ્યો છે. હવે અંધકારનાં દુષ્ટ કામો કરવાનું બંધ કરી દઈએ. પ્રકાશનાં શસ્ત્રો સજી લઈએ.


અને ઈશ્વર સાથે સુમેળભર્યા સંબંધમાં આવવાને લીધે સાચી પવિત્રતાને અર્થે સર્જાયેલું નવું વ્યક્તિત્વ, જે ઈશ્વરના સ્વભાવને અનુરૂપ છે તે પહેરી લો.


શેતાનની દુષ્ટ ચાલાકીઓનો તમે સામનો કરી શકો માટે ઈશ્વર તમને જે શસ્ત્રો આપે છે તે સજી લો.


તમે ઈશ્વરના લોક છો; તેમણે તમારા પર પ્રેમ કર્યો અને તમને પોતાના બનાવવા માટે પસંદ કર્યા છે. તેથી તમારે દયા, મમતા, નમ્રતા, સૌમ્યતા અને ધીરજ પહેરી લેવાં જોઈએ.


સર્વ બાબતોને સંપૂર્ણ સુસંગત બનાવનાર પ્રેમને આ સર્વ બાબતો સાથે જોડી દો.


Lean sinn:

Sanasan


Sanasan