Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 43:10 - પવિત્ર બાઇબલ C.L.

10 પછી એ લોકોને કહે કે, ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: જુઓ, હું મારા સેવક બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારને આ સ્થળે બોલાવી લાવીશ અને તેનું રાજ્યાસન હું અહીં સંતાડેલા પથ્થરો પર ઊભું કરીશ અને તે પર તેનો રાજવી તંબૂ ઊભો કરાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને તેઓને કહે, સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જુઓ, હું મારા દાસ બાબિલના રાજા નબૂખાદનેસ્સારને તેડી મંગાવીશ, ને જે પથ્થરો મેં સંતાડયા છે, તેઓ પર તેનું રાજ્યાસન ઊભું કરીશ; અને તે પોતાનો ભવ્ય મંડપ તેઓ ઉતર ઊભો કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પછી યહૂદિયાના માણસોને આ પ્રમાણે કહે, “સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, કહે છે; ‘જુઓ, હું મારા દાસ બાબિલના રાજા નબૂખાદનેસ્સારને સંદેશવાહક મોકલીને બોલાવીશ. જે પથ્થરો મેં સંતાડ્યા છે તેના પર હું તેનું રાજ્યાસન સ્થાપન કરીશ. તેના પર તે પોતાનો ભવ્ય મંડપ ઊભો કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પછી યહૂદિયાના માણસોને આ પ્રમાણે કહે, ‘સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે, બાબિલના રાજા નબૂખાદનેસ્સારને હું ચોક્કસ અહીં મિસરમાં લાવીશ. કારણ કે તે મારો સેવક છે. આ જે પથ્થરો મેં જડેલાં છે તેના પર હું તેનું સિંહાસન સ્થાપન કરીશ. તેના પર તે પોતાનો રાજવી મંડપ ઊભો કરશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 43:10
19 Iomraidhean Croise  

બેનહદાદ અને તેના મિત્ર રાજાઓ તંબૂમાં શરાબ પી રહ્યા હતા ત્યારે તેને આહાબનો ઉત્તર મળ્યો. તેણે તેના સૈનિકોને નગર પર હુમલો કરવા સાબદા થવા હુકમ કર્યો, એટલે તેમણે નગર સામે મોરચો ગોઠવ્યો.


બેનહદાદ અને તેના બત્રીસ મિત્ર રાજાઓ તંબૂમાં પીને ચકચૂર થયા હતા. ત્યારે બપોરે હુમલોે શરૂ કર્યો.


તેમણે અંધકારનું આવરણ ઓઢયું હતું. મેઘજળ ભર્યાં ઘનઘોર વાદળના ચંદરવાથી પોતાને ઢાંક્યા હતા.


સાચે જ સંકટને સમયે પ્રભુ મને પોતાના નિવાસસ્થાનમાં સંતાડશે; તે મને પોતાના મંડપના આવરણ તળે છુપાવશે; અને ઊંચા ખડક પર મને સુરક્ષિત રાખશે.


તમે તેમને માણસો કાવતરાંથી તમારી હાજરીના ઓથે સંતાડશો; અને તેમને જીભના કંક્સથી તમારી છત્રછાયા નીચે સંભાળશો.


હું કોરેશને કહું છું, ‘તું મારા લોકનો ઘેટાંપાળક છે. તું મારા મનની બધી ઇચ્છાઓ પૂરી કરશે. તું આજ્ઞા આપીશ કે યરુશાલેમ ફરીથી બંધાય અને મંદિરનો પાયો ફરીથી નંખાય.”


પ્રભુ કહે છે, કોરેશ મારો અભિષિક્ત છે. પ્રજાઓ તેને તાબે કરવા અને રાજાઓની સત્તા આંતરી લેવા મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે.તેની આગળ હું બધાં નગરોના દરવાજા ખોલી દઈશ; એક પણ બંધ નહિ રહે.”


કારણ, હું ઉત્તરના બધા દેશોને બોલાવું છું. તેમના રાજાઓ યરુશાલેમના દરવાજાઓએ, તેના કોટની ચારે તરફ અને યહૂદિયાનાં નગરોની સામે પોતપોતાનું રાજ્યાસન સ્થાપશે.


“તું તારા હાથમાં થોડા મોટા પથ્થરો લઈને યહૂદિયાના લોકોના દેખતાં આ તાહપાન્હેસ નગરમાં આવેલા ઇજિપ્તના રાજાના વિશ્રામગૃહના પ્રવેશદ્વાર પાસે ઇંટોની પગથીમાં ગારાથી જડીને ઢાંકી દે.


બેબિલોનનો રાજા નબૂખાદનેસ્સાર ઇજિપ્ત પર આક્રમણ કરવા આવી રહ્યો હતો ત્યારે પ્રભુએ યર્મિયાને આપેલો સંદેશ:


તેના રાજા અને અધિકારીઓને દૂર કર્યા પછી હું ત્યાં મારું રાજ્યાસન સ્થાપીશ. હું પ્રભુ એ બોલ્યો છું.


તારી ત્રીજા ભાગની વસતી તારામાં જ મહામારી અને ભૂખમરાથી મરી જશે. તારા ત્રીજા ભાગના લોકોનો શત્રુની તલવારથી સંહાર થશે અને ત્રીજા ભાગના લોકોને હું ચારે દિશામાં વિખેરી નાખીશ અને તેમની પાછળ ઉઘાડી તલવારે તેમનો પીછો કરીશ.


તે સમય અને ઋતુઓનું નિયમન કરે છે; તે જ રાજાઓને ગાદીએ બેસાડે છે અને તેમને પદભ્રષ્ટ પણ કરે છે. તે જ જ્ઞાન અને સમજશક્તિ આપે છે.


આથી રાજા ખૂબ જ ગુસ્સે થયો. તેણે પોતાના સૈનિકોની ટુકડી મોકલી. સૈનિકોએ પેલા ખૂનીઓને મારી નાખ્યા અને તેમનું શહેર પણ બાળી નાખ્યું.


Lean sinn:

Sanasan


Sanasan