Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 42:20 - પવિત્ર બાઇબલ C.L.

20 તમે ભયાનક ભૂલ કરી રહ્યા છો. કારણ, તમે જાતે જ મને તમારા ઈશ્વર પ્રભુ પાસે પ્રાર્થના કરવા મોકલ્યો હતો, અને મને કહ્યું હતું કે, ‘તું અમારે માટે અમારા ઈશ્વર પ્રભુને પ્રાર્થના કર. અમારા ઈશ્વર પ્રભુ શું કહે છે તે અમે જાણવા માંગીએ છીએ અને અમે તે પ્રમાણે કરીશું.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 કેમ કે તમે તમારાં હ્રદયોમાં કપટ કર્યું છે; કારણ કે “અમારા ઈશ્વર યહોવાની આગળ અમારે માટે પ્રાર્થના કર, ને જે કંઈ યહોવા અમારા ઈશ્વર કહે, તે અમને કહી બતાવ, અમે તે કરીશું, ” એમ કહીને તમે મને તમારા ઈશ્વર યહોવાની પાસે મોકલ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 કેમ કે તમે તમારાં હ્રદયોમાં કપટ કર્યું છે. ‘કારણ કે અમારા ઈશ્વર યહોવાહની આગળ અમારે માટે પ્રાર્થના કર. અને જે કંઈ અમારા ઈશ્વર યહોવાહ કહે છે તે તું અમને કહેજે અને અમે તે કરીશું.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 જો તમે જશો તો તમારો જીવ ગુમાવશો, કારણ કે તમે તમારી જાતે જ મને તમારા માટે વિનંતિ કરવા મોકલ્યો હતો અને મને કહ્યું હતું, ‘તમારા યહોવા દેવ તને જે કહે તે તું અમને કહેજે અને અમે તેને આધીન થઇશું.’

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 42:20
17 Iomraidhean Croise  

મારે વિષે સાંભળતાં જ તેઓ મને આધીન થઈ જાય છે; પરદેશીઓ મારી સમક્ષ આવી ધૂંટણો ટેકવે છે.


અમારા અપરાધ અમારા પર ફાવી જાય છે; પણ તમે તેમને માફ કરો છો.


પણ હું પ્રભુ દયને તપાસું છું, અને અંત:કરણને પારખું છું, જેથી દરેક વ્યક્તિને તેનાં આચરણ પ્રમાણે અને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપું.”


આ બધું કર્યા પછી ઇઝરાયલની બહેન બેવફા યહૂદિયા સાચા દિલથી નહિ, પણ માત્ર ઢોંગથી પાછી ફરી છે. હું પ્રભુ પોતે આ બોલું છું.”


સિદકિયા રાજાએ શેલેમ્યાના પુત્ર યહૂકાલને તથા માઅસેયાના પુત્ર યજ્ઞકાર સફાન્યાને સંદેશવાહક યર્મિયા પાસે મોકલીને વિનંતી કરી, “તું આપણા ઈશ્વર પ્રભુને અમારે માટે પ્રાર્થના કર.”


સિદકિયા રાજાએ માણસ મોકલીને સંદેશવાહક યર્મિયાને પ્રભુમંદિરના ત્રીજા પ્રવેશદ્વાર પાસે બોલાવ્યો અને રાજાએ યર્મિયાને કહ્યું, “હું તને એક પ્રશ્ર્ન પૂછવા ચાહું છું અને તેના જવાબમાં મારાથી કંઈ છુપાવીશ નહિ.”


“અમે તને આગ્રહપૂર્વક આજીજી કરીએ છીએ કે તું તારા ઈશ્વર પ્રભુને અમારે માટે એટલે, આ સમગ્ર બચી ગયેલા શેષ સમુદાય માટે પ્રાર્થના કર. કારણ, તું જુએ છે કે ઘણામાંથી અમે થોડા જ બચ્યા છીએ.


પછી તેમણે યર્મિયાને કહ્યું, “તારા ઈશ્વર પ્રભુ અમારે માટે તને જે કહે તે પ્રમાણે અમે સંપૂર્ણપણે પાલન ન કરીએ તો પ્રભુ પોતે અમારી વિરુદ્ધ સાચા અને વિશ્વાસુ સાક્ષી થાઓ.


ત્યારે હોશાયાનો પુત્ર અઝાર્યા, કારેઆનો પુત્ર યોહાનાન અને બીજા ઉદ્ધત લોકોએ યર્મિયાને કહ્યું, “તું જૂઠું બોલે છે! અમારા ઈશ્વર પ્રભુએ અમને ઇજિપ્ત જઈને વસવાટ કરવાની મના કરવા તને મોકલ્યો નથી.


તેથી મારા લોકો તારી પાસે આવીને તારું સાંભળવા તારી પાસે ટોળે મળીને બેસે છે, તેઓ તારી વાત સાંભળે છે, પણ તેનો અમલ કરતા નથી. તેઓ તેમના મુખની વાતોથી તો બહુ પ્રેમ દર્શાવે છે, પરંતુ તેમનું હૃદય સ્વાર્થ પાછળ ભટકે છે.


પ્રભુની વેદી સમક્ષ રજૂ કરવામાં આવી હોવાથી તે પવિત્ર બની છે. પાપને લીધે મોત વહોરી લેનારાઓની ધૂપદાનીઓમાંથી તારે ટીપીને પતરાં બનાવડાવાં અને વેદી ઢાંકવા માટે તેમનો ઉપયોગ કરવો. એ પતરાં ઇઝરાયલીઓને ચેતવણીના ચિહ્નરૂપ બની રહેશે.


લેવીવંશની લાકડી પર આરોનનું નામ લખવામાં આવે. દરેક કુળના આગેવાન માટે એક લાકડી હોવી જોઈએ.


તેમનામાંના નિયમશાસ્ત્રના એક શિક્ષકે ઈસુને પ્રશ્ર્ન પૂછી સપડાવવાનો યત્ન કર્યો.


પોતાની જાતને છેતરશો નહિ. ઈશ્વરની મશ્કરી કરી શકાય નહિ. માણસ જેવું વાવશે તેવું લણશે.


ઈશ્વરનો સંદેશ અનુસરો; તેને માત્ર સાંભળીને તમારી જાતને છેતરો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan