Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 42:2 - પવિત્ર બાઇબલ C.L.

2 “અમે તને આગ્રહપૂર્વક આજીજી કરીએ છીએ કે તું તારા ઈશ્વર પ્રભુને અમારે માટે એટલે, આ સમગ્ર બચી ગયેલા શેષ સમુદાય માટે પ્રાર્થના કર. કારણ, તું જુએ છે કે ઘણામાંથી અમે થોડા જ બચ્યા છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 યર્મિયા પ્રબોધકની પાસે આવીને કહ્યું, “અમારી વિનંતી સ્વીકારીને અમારે માટે, એટલે આ સર્વ બાકી રહેલાને માટે, તારા ઈશ્વર યહોવાની પ્રાર્થના કર; (કેમ કે તું તારી નજરે અમને જુએ છે કે, ઘણાં માણસોમાંથી અમે આટલાં થોડાં માણસો બાકી રહ્યાં છીએ;)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેઓએ તેને કહ્યું, “કૃપા કરીને અમારી અરજ સાંભળો, અમારે સારુ એટલે આ બાકી રહેલાને સારુ તમારા ઈશ્વર યહોવાહને પ્રાર્થના કર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “કૃપા કરીને અમારી અરજ સાંભળો, અમારા તરફથી અને બાકી રહેલા આ લોકો તરફથી તમારા દેવ યહોવાને પ્રાર્થના કરો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 42:2
34 Iomraidhean Croise  

યરોબામ રાજાએ ઈશ્વરભક્તને કહ્યું, “કૃપા કરી પ્રભુ, તમારા ઈશ્વરને મારે માટે પ્રાર્થના કરો અને તેમને મારો હાથ સાજો કરવા કહો.” ઈશ્વરભક્તે પ્રભુને પ્રાર્થના કરી એટલે રાજાનો હાથ સાજો થઈ ગયો.


મારી અરજ તમારી સન્મુખ પહોંચવા દો; તમે આપેલ વચન પ્રમાણે મને છોડાવો.


ફેરોએ કહ્યું, “હું તમને તમારા પ્રભુ આગળ યજ્ઞ કરવા માટે જવા દઈશ, પણ તમારે બહુ દૂર જવું નહિ. તો હવે મારે માટે વિનંતી કરો.”


તમે હવે પ્રભુને વિનંતી કરો; કારણ, આ કરા અને કડાકાથી તો અમે ત્રાસી ગયા છીએ. હું તમને જવા દઈશ અને તમારે હવે અહીં વધારે વખત રહેવું નહિ પડે.”


“જ્યારે તમે પ્રાર્થનામાં તમારા હાથ પ્રસારો ત્યારે હું તમારા તરફથી મારી દષ્ટિ ફેરવી લઈશ. તમે ગમે તેટલી પ્રાર્થના કરશો છતાં હું તમારું સાંભળીશ નહિ; કારણ, તમારા હાથ ખૂનથી ખરડાયેલા છે.


સર્વસમર્થ પ્રભુએ આપણામાંથી કેટલાંકને બાકી રાખ્યા ન હોત તો સદોમ અને ગમોરાની માફક આપણું નામનિશાન રહેત નહિ.


આશ્શૂરના રાજાએ પોતાના મુખ્ય લશ્કરી અધિકારીને જીવતા ઈશ્વરની નિંદા કરવા મોકલ્યો છે. તેથી તારા ઈશ્વર પ્રભુ તેના સર્વ નિંદાત્મક શબ્દો લક્ષમાં લઈને તેને ધમકાવે તે માટે તું બચીને બાકી રહેલા લોકો માટે પ્રાર્થના કર.”


તેં ઘણી બાબતો જોઈ છે, પણ તે પર લક્ષ આપ્યું નથી. તારા કાન ખુલ્લા છે, પણ તું કંઈ સાંભળતો નથી.”


હે પ્રભુ, જો મેં તેમના ભલા માટે તમારી સેવા કરી ન હોય, અને તેમને શત્રુઓથી બચાવવા માટે તમને વિનંતી ન કરી હોય, જો તેમના આફત અને દુ:ખના સમયે મેં તમને પ્રાર્થના ન કરી હોય, તો એ બધા શાપ મારા પર ઊતરો.


વૃક્ષના થડને પિતા અને પથ્થરના થાંભલાને માતા કહેનાર તમે બધા લજ્જિત થશો. તમે તો મારાથી વિમુખ થયા છો અને મારી તરફ તમારી પીઠ ફેરવી છે; છતાં મુશ્કેલીમાં આવી પડશો ત્યારે પાછા તમે કહેશો ‘આવો, અમને બચાવો.’


“તમે અમારે માટે પ્રભુને પૂછી જુઓ; કારણ, બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારે અમારા પર આક્રમણ કર્યું છે. કદાચ પ્રભુ અમારે માટે કોઈ અજાયબ કાર્ય કરે કે જેથી નબૂખાદનેસ્સારને પાછા જવું પડે” એ પ્રસંગે પ્રભુ તરફથી યર્મિયાને સંદેશો મળ્યો.


કદાચ તેઓ પ્રભુને વિનંતી કરે અને પોતે પોતાનાં દુષ્ટ આચરણ તજે; કારણ, પ્રભુએ ઉચ્ચારેલ કોપ અને ક્રોધ બહુ મોટો છે.


હે રાજા, મારા સ્વામી, હું તને વિનંતી કરું છું કે મને ફરીથી રાજમંત્રી યોનાથાનના ઘરના કેદખાનામાં પૂરશો નહિ, નહિ તો હું ત્યાં મૃત્યુ પામીશ”


સિદકિયા રાજાએ શેલેમ્યાના પુત્ર યહૂકાલને તથા માઅસેયાના પુત્ર યજ્ઞકાર સફાન્યાને સંદેશવાહક યર્મિયા પાસે મોકલીને વિનંતી કરી, “તું આપણા ઈશ્વર પ્રભુને અમારે માટે પ્રાર્થના કર.”


સિદકિયા રાજાએ માણસ મોકલીને સંદેશવાહક યર્મિયાને પ્રભુમંદિરના ત્રીજા પ્રવેશદ્વાર પાસે બોલાવ્યો અને રાજાએ યર્મિયાને કહ્યું, “હું તને એક પ્રશ્ર્ન પૂછવા ચાહું છું અને તેના જવાબમાં મારાથી કંઈ છુપાવીશ નહિ.”


પછી ત્યાં મિસ્પામાં યોહાનાને ગદાલ્યાને ખાનગીમાં કહ્યું, “ઇશ્માએલને મારી નાખવા મને પરવાનગી આપ. એની કોઈને ખબર પડશે નહિ. શા માટે તે તારી હત્યા કરે? તેથી તો તારી છત્રછાયામાં એકત્ર થયેલા યહૂદિયાના લોકો વેરવિખેર થઈ જશે અને યહૂદિયાના શેષ રહેલા લોકો પણ નાશ પામશે.”


તમે ભયાનક ભૂલ કરી રહ્યા છો. કારણ, તમે જાતે જ મને તમારા ઈશ્વર પ્રભુ પાસે પ્રાર્થના કરવા મોકલ્યો હતો, અને મને કહ્યું હતું કે, ‘તું અમારે માટે અમારા ઈશ્વર પ્રભુને પ્રાર્થના કર. અમારા ઈશ્વર પ્રભુ શું કહે છે તે અમે જાણવા માંગીએ છીએ અને અમે તે પ્રમાણે કરીશું.’


એક સમયે યરુશાલેમમાં ભરચક વસ્તી હતી, પણ અત્યારે તે સાવ નિર્જન બની ગયું છે. એક સમયની અગ્રગણ્ય મહાનગરી આજે વિધવા થઈ બેઠી છે. પ્રાંતોમાં જે રાણી જેવી હતી, તે હવે ગુલામડી બની ગઈ છે.


પરંતુ હું તેઓમાંથી થોડાકને તલવાર, દુકાળ ને રોગચાળામાંથી બચાવી લઇશ; જેથી જે પ્રજાઓમાં જઇને વસવાટ કરે ત્યાં તેઓ પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યો કબૂલ કરે અને ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


પણ હવે હું તેમને એકઠા કરીને સજા કરીશ. થોડા જ સમયમાં આશ્શૂરનો રાજા તેમના પર જુલમ ગુજારશે એટલે તેઓ દુ:ખથી બેવડા વળી જશે.


હું તમારી મધ્યે જંગલી પ્રાણીઓ મોકલીશ. તેઓ તમારાં બાળકોને મારી નાખશે, તમારાં ઢોરનો નાશ કરશે અને બહુ થોડા જ લોકો બચી જશે. એથી તમારા રાજમાર્ગો વેરાન બની જશે.


દર્શનમાં મેં જોયું તો તીડો ધરતી પરનું બધું ઘાસ ખાઈ ગયાં. ત્યારે મેં પ્રભુને વિનવણી કરતાં કહ્યું, “હે પ્રભુ, તમારા લોકોને ક્ષમા કરો. તેઓ તો જૂજ અને નબળા છે; તેઓ કેવી રીતે નભી શકશે?”


ઈશ્વરે એ વિપત્તિના દિવસોની સંખ્યા ઘટાડી ન હોત તો કોઈ ઊગરી શક્ત નહિ; પણ પોતાના પસંદ કરેલા લોકોને લીધે ઈશ્વર એ દિવસોની સંખ્યા ઘટાડશે.


સિમોન જાદુગરે પિતર તથા યોહાનને કહ્યું, “મારે માટે પ્રાર્થના કરો કે તમે કહેલું કંઈ અનિષ્ટ મારા પર આવી પડે નહિ.”


તમે ભલે સંખ્યામાં આકાશના તારા જેટલા થાઓ, તોપણ તેમાંથી માત્ર જૂજ લોકો બચવા પામશે; કારણ, તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન થયા નહિ.


જેમ પ્રભુ તમારું કલ્યાણ કરવામાં અને તમારી વૃધિ કરવામાં આનંદ પામતા હતા તેમ હવે પ્રભુ તમારો વિનાશ કરવામાં અને તમારું નિકંદન કાઢવામાં આનંદ પામશે, અને તમે જે દેશનો કબજો લેવા જાઓ છો તેમાંથી તમારો ઉચ્છેદ કરી નંખાશે.”


પ્રભુ તમને અન્ય દેશોમાં વિખેરી નાખશે અને પ્રભુ તમને જે દેશોમાં દોરી જશે તેઓ મધ્યે તમારામાંથી થોડાક લોકો જ બચવા પામ્યા હશે.


આથી તમારાં પાપ એકબીજા આગળ કબૂલ કરો અને એકબીજા માટે પ્રાર્થના કરો, જેથી તમને સાજા કરવામાં આવે. ન્યાયી માણસની આગ્રહી પ્રાર્થનાની ભારે અસર થાય છે.


તેમણે શમુએલને કહ્યું, “તમે તમારા ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરો કે જેથી અમે મરી જઇએ નહિ. અમારાં બીજાં સર્વ પાપ ઉપરાંત અમે રાજા માંગીને પણ પાપ કર્યું છે.”


મારા સંબંધી ઈશ્વર એવું થવા ન દો કે હું તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દઉં અને એમ પ્રભુની વિરુદ્ધ પાપ કરું; એને બદલે, તમારે માટે સારું અને સાચું શું છે તે હું તમને શીખવીશ.


તેમણે શમુએલને કહ્યું, “આપણા ઈશ્વર પ્રભુ આપણને પલિસ્તીઓથી બચાવે તે માટે તેમને પ્રાર્થના કરતા રહો.”


Lean sinn:

Sanasan


Sanasan