Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 42:19 - પવિત્ર બાઇબલ C.L.

19 પછી યર્મિયાએ કહ્યું, “હે યહૂદિયાના શેષ રહેતા લોકો, પ્રભુએ તમને ઇજિપ્ત જવાની ના પાડી છે, તેથી હું તમને ચેતવણી આપું છું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 હે યહૂદિયાના બાકી રહેલા લોકો, તમારા વિષે યહોવાએ કહ્યું છે, “તમે મિસરમાં ન જાઓ; આજ મેં તમને ચેતવ્યા છે એવું ખચીત જાણો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 હે યહૂદિયામાં બાકી રહેલા લોકો, તમારા વિષે યહોવાહ કહે છે કે, તમે મિસર જશો નહિ. મેં આજે તમને ચેતવણી આપી છે તેમ નિશ્ચે જાણજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 યર્મિયાએ વધુમાં કહ્યું, “યહૂદિયામાં બાકી રહેલા લોકો, તમને યહોવા કહે છે, ‘તમે મિસર જશો નહિ.’ આ બરાબર સમજી લેજો. મેં આજે તમને ચેતવણી આપી દીધી છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 42:19
17 Iomraidhean Croise  

પ્રભુએ લોકોને પોતાની તરફ પાછા ફરવા ચેતવણી આપવા સંદેશવાહકોને મોકલ્યા, પણ તેમણે તેમનું સાંભળ્યું નહિ.


પણ તમારા લોકોએ તમારી વિરુદ્ધ બળવો કર્યો અને તમારી આજ્ઞા પાળી નહિ; તમારા નિયમશાસ્ત્રથી તેઓ વિમુખ થયા. તેમને ચેતવણી આપવાને તેમજ તમારી તરફ પાછા ફરવાનું કહેવાને તમે જે સંદેશવાહકો મોકલ્યા, તેમને તેમણે મારી નાખ્યા. તેમણે અવારનવાર તમારું અપમાન કર્યું.


મેં ચોકીદારે જવાબ આપ્યો, “સવાર આવે છે. રાત પણ ફરીથી આવશે. જો તમારે ફરીથી પૂછવું હોય તો પાછા આવીને પૂછજો.”


પણ જો હું શરણાગતિ નહિ સ્વીકારું તો શું થશે તે પ્રભુએ મને દર્શનમાં બતાવ્યું છે.


પણ યહૂદિયાના રાજાએ તેની વિરુદ્ધ બંડ કર્યું અને ઘોડા તથા મોટું સૈન્ય મેળવવા ઇજિપ્તમાં રાજદૂત મોકલ્યા. શું તે સફળ થશે? આવાં કામો કરીને તે બચવા પામશે? સંધિકરારનો ભંગ કરીને તે છટકી જશે?


પછી ભલે તેઓ સાંભળે કે ન સાંભળે; કારણ, તેઓ બંડખોર પ્રજા છે. છતાં તેઓ એટલું તો જાણશે કે તેમની મધ્યે એક સંદેશવાહક છે.


પણ જો તું કોઈ સદાચારીને પાપ ન કરવા અંગે ચેતવે, અને તે પાપ ન કરે તો તારી ચેતવણી લક્ષમાં લેવાને લીધે તે નક્કી જીવતો રહેશે, અને તે ઉપરાંત તારો પોતાનો જીવ પણ બચી જશે.”


શા માટે પ્રભુ અમને તે દેશમાં લઈ જાય છે? અમે યુધમાં તલવારનો ભોગ બનીશું અને અમારી સ્ત્રીઓ અને બાળકો પકડાઈને લૂંટ તરીકે વહેંચાશે. આના કરતાં તો ઇજિપ્તમાં જ પાછા જવું વધારે સારું છે!”


પિતરે તેમને બીજાં ઘણાં વચનો કહીને આગ્રહભરી વિનંતી કરી, “આ દુષ્ટ લોકો પર આવી રહેલી શિક્ષામાંથી તમે પોતે બચી જાઓ!”


તેથી હું પ્રભુને નામે ચેતવણી આપતાં કહું છું કે,


પણ રાજા પોતાના લશ્કર માટે મોટી સંખ્યામાં ઘોડા એકઠા ન કરે અને ઘોડાઓની સંખ્યા વધારવા માટે લોકોને ઇજિપ્ત દેશમાં પાછા ન મોકલે; કારણ કે, પ્રભુએ તમને કહ્યું છે કે, ‘તમારે કદીયે એ માર્ગે પાછા જવું નહિ.’


તેથી જ્યારે તેમને માથે ઘણાં દુ:ખ તથા સંકટ આવી પડશે ત્યારે આ ગીત તેમની વિરુધ સાક્ષી પૂરશે; કારણ, આ ગીત તેમના વંશજોને યાદ હશે. અત્યારે પણ જે દેશ વિષે મેં શપથ લીધા છે તેમાં હું તેમને લાવું તે પહેલાં તેઓ કેવા ઈરાદા રાખે છે તે હું બરાબર જાણું છું.”


આ બાબતમાં કોઈ પોતાના ભાઈનું ખોટું ન કરે કે તેનો ગેરલાભ ન ઉઠાવે. અમે પહેલાં પણ તમને આ વાત જણાવી હતી, અને હવે કડક ચેતવણી આપીએ છીએ કે એવું કરનારાઓને પ્રભુ શિક્ષા કરશે.


Lean sinn:

Sanasan


Sanasan