Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 42:16 - પવિત્ર બાઇબલ C.L.

16 “જો તમે ખરેખર ઇજિપ્ત જવાનો નિર્ધાર કર્યો હોય અને જો ત્યાં જઈને સ્થાયી થાઓ, તો તમે યુદ્ધની બીક રાખો છો, પણ તે તમારો પીછો કરશે, તમે દુકાળથી ભયભીત થાઓ છો, પણ તે તમારી પાછળ છેક ઇજિપ્ત સુધી આવશે અને તમે બધા ત્યાં ભૂખે માર્યા જશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તો જે તરવારથી તમે બીઓ છો તે તરવાર ત્યાં મિસર દેશમાં પણ તમને પકડી પાડશે, ને જે દુકાળનો તમે ડર રાખો છો તે ત્યાં મિસરમાં તમારી પાછળ આવશે, ને ત્યાં તમે મરશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જે તલવારથી તમે ડરો છો તે મિસરમાં પણ તમારો પીછો નહિ છોડે, જે દુકાળથી તમે ડરો છો તે મિસરમાં પણ તમારો પીછો પકડશે. અને ત્યાં તમે મરી જશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તો તમે જે યુદ્ધથી ડરો છો તે મિસરમાં પણ તમારો પીછો નહિ છોડે, જે દુકાળથી તમે ડરો છો તે મિસરમાં પણ તમારો પીછો પકડશે, અને ત્યાં તમે મરી જશો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 42:16
13 Iomraidhean Croise  

આપત્તિ પાપીઓનો પીછો કરે છે, પણ નેકજનોને સુખ સાંપડે છે.


પણ જો કોઈ પ્રજા અથવા દેશ તેની સત્તાને આધીન નહિ થાય અને બેબિલોનના રાજાની ઝૂંસરી પોતાની ગરદન પર મૂકવા નહિ દે તો હું તે રાજાને બેબિલોનના રાજાના તાબામાં સોંપી ન દઉં ત્યાં સુધી તેને યુદ્ધ, ભૂખમરા અને રોગચાળાથી સતાવીશ.


પણ પ્રભુની વાણીને આધીન થવાનો ઈનકાર કરીને તમે એમ કહેશો કે, “અમે આ દેશમાં રહીશું નહિ,


તમે આબાદ નહિ, પણ બરબાદ થાઓ તેનું હું બરાબર ધ્યાન રાખીશ. ઇજિપ્તમાં વસેલા યહૂદિયાના બધા લોકો ખતમ થઈ જાય ત્યાં સુધી તેઓ યુદ્ધથી અને ભૂખમરાથી નાશ પામતા રહેશે.


તમે યુદ્ધથી ગભરાઓ છો પણ તમારી વિરુદ્ધ હું તલવાર જ લાવીશ.


મારા સેવકો એટલે સંદેશવાહકો દ્વારા મેં તમારા પૂર્વજોને આજ્ઞાઓ અને ચેતવણીઓ આપી, પણ તેમણે તેમનો અનાદર કર્યો અને તેનાં માઠાં પરિણામ ભોગવ્યાં. પછી તેમણે પશ્ર્વાત્તાપ કર્યો અને એકરાર કર્યો કે મેં સર્વસમર્થ પ્રભુએ તેમને યથાયોગ્ય અને નિયત શિક્ષા કરી હતી.”


જો આમને આમ ચાલશે તો બધા તેના પર વિશ્વાસ મૂકશે, અને પછી રોમનો આવીને આપણા મંદિરનો અને આખી પ્રજાનો નાશ કરશે!”


“પણ જો તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન નહિ થાઓ અને જે સર્વ આજ્ઞાઓ તથા ફરમાનો હું આજે તમને ફરમાવું છું તેમનું પાલન નહિ કરો તો આ બધા શાપ તમારા પર ઊતરી આવશે અને તમને જકડી લેશે:


પ્રભુ તમને ક્ષય રોગથી, તાવથી, સોજાથી અને ઉગ્ર તાવથી તથા દુકાળ, ગરમ લૂ અને ફુગથી પીડા દેશે અને તમારો વિનાશ થતાં સુધી એ બધાં તમારો પીછો કરશે.


“તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન થયા નહિ અને તેમણે ફરમાવેલ આજ્ઞાઓ તથા વિધિઓનું પાલન કર્યું નહિ તેથી તમારો વિનાશ થતાં સુધી આ સર્વ શાપ તમારા પર આવશે અને તમારો પીછો કરીને તમે પકડી પાડશે.


Lean sinn:

Sanasan


Sanasan