Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 42:14 - પવિત્ર બાઇબલ C.L.

14 પણ અમે તો ઇજિપ્ત ચાલ્યા જઈશું; ત્યાં અમારે યુદ્ધનો સામનો કરવો પડશે નહિ કે યુદ્ધની ચેતવણીના રણશિંગડાનો અવાજ પણ સાંભળવો પડશે નહિ, આહારને અભાવે ભૂખમરોય વેઠવો પડશે નહિ, અમે તો ત્યાં જ વસીશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 ‘ના; અમે તો મિસર દેશમાં જઈશું, ત્યાં લડાઈ અમારા જોવામાં આવશે નહિ. રણશિંગડાનો અવાજ અમારા સાંભળવામાં આવશે નહિ, ને અમે ભૂખ્યા રહીશું નહિ; ત્યાં અમે રહીશું.’”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જો તમે એમ કહેશો કે, “ના, અમે તો મિસર જઈશું, ત્યાં અમારે લડાઈ જોવી નહિ પડે કે, રણશિંગડાનો નાદ સાંભળવો નહિ પડે અને ત્યાં અમે ભૂખ્યા રહીશું નહિ. ત્યાં અમે રહીશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 અને એમ કહેશો કે, ‘અમે આ દેશમાં રહેવા માગતા નથી. અમારે તો મિસર જવું છે, જ્યાં અમારે યુદ્ધ જોવું ન પડે કે રણશિંગડાનો નાદ સાંભળવો ન પડે, તેમ ખાવા માટે અનાજની પણ ખોટ ન પડે. અમારે તો ત્યાં રહેવું છે.’

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 42:14
15 Iomraidhean Croise  

ઇઝરાયલીઓએ તેમને કહ્યું, “પ્રભુએ અમને ઇજિપ્તમાં જ મારી નાખ્યા હોત તો સારું થાત. ત્યાં અમે માંસનાં હાલ્લાં પાસે બેસીને ધરાઈને ખોરાક ખાત; પરંતુ તમે તો અમને આ રણપ્રદેશમાં ભૂખે મારવા લઈ આવ્યા છો.”


પરંતુ લોકોને ખૂબ તરસ લાગી હતી. તેથી તેમણે તેમની કચકચ ચાલુ રાખી. તેમણે મોશેને કહ્યું, “તું શા માટે અમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો? તું શા માટે અમને, અમારાં સંતાનોને અને અમારાં ઢોરઢાંકને અહીં તરસે મારી નાખવા લાવ્યો છે?”


એને બદલે તમે કહ્યું, “ના, ના, અમે તો ઘોડા પર બેસી ભાગી જઈશું.” તેથી તમારે ભાગી જવાનું જ થશે. વળી, તમે કહ્યું, “અમે જલદ ઘોડા પર સવારી કરી નાસી જઈશું.” તેથી તમારો પીછો કરનારાઓની ઝડપ તેથી ય વિશેષ હશે.


મને પૂછયા સિવાય તેઓ સંરક્ષણ માટે ઇજિપ્તના રાજા ફેરો પાસે અને આશરો લેવા ઇજિપ્તની છાયામાં દોડયા જાય છે.


ઇજિપ્તની મદદ માટે દોડી જનારાઓની કેવી દુર્દશા થવાની! તેઓ ઇજિપ્તના ઘોડાઓ પર આધાર રાખે છે અને તેમના પુષ્કળ રથો અને સમર્થ ઘોડેસ્વારો પર ભરોસો રાખે છે. પણ તેઓ ઇઝરાયલના પવિત્ર ઈશ્વર પ્રભુ તરફ મીટ માંડતા નથી, કે તેમની મદદ માગતા નથી.


મારી આંતરડી ઉકળી ઊઠી છે, તે કકળી ઊઠી છે. મારા હૃદયમાં ભારે વેદના છે. મારું હૈયું વલોવાઈ રહ્યું છે, અને મને જરાય જંપ નથી. હે મારા જીવ, તેં રણશિંગડાનો નાદ-યુદ્ધનો પોકાર સાંભળ્યો છે.


ક્યાં સુધી મારે યુદ્ધપતાકા જોવાની રહેશે? અને રણશિંગડાનો અવાજ સાંભળ્યા કરવો પડશે?


તેમને ખાલદીઓની બીક હતી; કારણ, બેબિલોનના રાજાએ દેશના રાજ્યપાલ તરીકે નીમેલા ગદાલ્યાનું ઇશ્માએલે ખૂન કર્યું હતું. તેથી ખાલદીઓથી નાસી છૂટવા માટે તેઓ ઇજિપ્ત જવા નીકળ્યા અને માર્ગમાં તેમણે બેથલેહેમ નજીક ગેરૂથ-કિમ્હામમાં મુકામ કર્યો.


તેઓ પ્રભુની આજ્ઞા અવગણીને ઇજિપ્તમાં ગયાં અને ત્યાં તેઓ તાહપાન્હેસ આવી પહોંચ્યાં.


શા માટે પ્રભુ અમને તે દેશમાં લઈ જાય છે? અમે યુધમાં તલવારનો ભોગ બનીશું અને અમારી સ્ત્રીઓ અને બાળકો પકડાઈને લૂંટ તરીકે વહેંચાશે. આના કરતાં તો ઇજિપ્તમાં જ પાછા જવું વધારે સારું છે!”


તેથી તેમણે એકબીજાને કહ્યું, “ચાલો, આપણે એક આગેવાનની નિમણૂક કરીને ઇજિપ્ત પાછા જઈએ.”


તું અમને દૂધમધની રેલમછેલવાળા ફળદ્રુપ દેશમાંથી આ રણપ્રદેશમાં મરવા માટે લઈ આવ્યો છે એટલું બસ નથી કે તું પાછો અમારા પર સત્તા ચલાવવા માગે છે?


પણ રાજા પોતાના લશ્કર માટે મોટી સંખ્યામાં ઘોડા એકઠા ન કરે અને ઘોડાઓની સંખ્યા વધારવા માટે લોકોને ઇજિપ્ત દેશમાં પાછા ન મોકલે; કારણ કે, પ્રભુએ તમને કહ્યું છે કે, ‘તમારે કદીયે એ માર્ગે પાછા જવું નહિ.’


એથી મળતા શાપ વિષે સાંભળ્યા છતાં કોઈ મનમાં અહંકાર રાખીને ફાવે તેમ વર્તે અને ભલેને સૂકા સાથે લીલુંય બળી જાય એવું વલણ રાખે;


Lean sinn:

Sanasan


Sanasan