Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 41:1 - પવિત્ર બાઇબલ C.L.

1 સાતમા મહિનામાં એલિશામાનો પૌત્ર અને નાથાન્યાનો પુત્ર ઇશ્માએલ, જે રાજવંશી અને રાજાનો મુખ્ય અધિકારી હતો તે પોતાની સાથે દસ માણસોને લઇને ગદાલ્યાને મળવા મિસ્પા ગયો. ત્યાં મિસ્પામાં તેઓ બધા સાથે મળીને ભોજન કરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે સાતમા માસમાં અલીશામાના પુત્ર નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, જે રાજવંશી હતો તેમ જ રાજાનો એક મુખ્ય સરદાર હતો, તે પોતાની સાથે દશ માણસ લઈને મિસ્પામાં અહીકામના પુત્ર ગદાલ્યાની પાસે આવ્યો અને તેઓએ સાથે મિસ્પામાં રોટલી ખાધી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પણ એમ બન્યું કે સાતમા મહિનામાં અલિશામાનો દીકરો નથાન્યાનો દીકરો ઇશ્માએલ જે રાજવંશી હતો, તેમ જ રાજાના મુખ્ય અધિકારીઓમાંનો એક હતો. તે દશ માણસો સાથે મિસ્પાહમાં અહિકામના દીકરા ગદાલ્યાની પાસે આવ્યો. તેઓએ સાથે મિસ્પાહમાં ભોજન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 અલીશામાનો પુત્ર નથાન્યાનો પુત્ર ઇશ્માએલ રાજવી કુટુંબનો સભ્ય અને રાજાના મુખ્ય અધિકારીઓમાંનો એક હતો. તે દશ માણસો સાથે મિસ્પાહ ખાતે અહીકામના પુત્ર ગદાલ્યાને મળવા આવ્યો. ગદાલ્યાએ તેઓને ભોજન માટે આમંત્રણ આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 41:1
25 Iomraidhean Croise  

પણ દાવિદ એ વિષે જાણતો નહોતો. આબ્નેર હેબ્રોન આવ્યો એટલે યોઆબ તેની સાથે અંગત વાતચીત કરવા માગતો હોય તેમ તે આબ્નેરને દરવાજા આગળ એક બાજુએ લઈ ગયો અને પોતાના ભાઈ અસાહેલના ખૂનનું વેર લેવા ત્યાં તેને પેટમાં ખંજરના ઘા માર્યા અને એમ તેને પેટમાં ખંજર ભોંકી દઈને મારી નાખ્યો.


અહાઝયા રાજાની માતા અથાલ્યાએ તેના પુત્રના ખૂનના સમાચાર સાંભળ્યા કે તેણે રાજકુટુંબના બધા વંશજોને મારી નાખવાનો હુકમ કર્યો.


બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને યહૂદિયાનો રાજ્યપાલ બનાવ્યો અને જેમને બેબિલોન લઈ જવામાં ન આવ્યા તે બધાને તેની દેખરેખ હેઠળ મૂક્યા.


પણ એ જ વર્ષના સાતમા માસમાં રાજવીકુટુંબના એલિશામાના પુત્ર નથાન્યાના પુત્ર ઇશ્માએલે દસ માણસો સાથે મિસ્પા જઈને ગદાલ્યા પર હુમલો કરી તેને મારી નાખ્યો. તેની સાથેના ઇઝરાયલીઓ તથા ખાલદીઓને પણ તેણે મારી નાખ્યા.


પોતાનો પુત્ર માર્યો ગયો છે એવું સાંભળતાં જ અહાઝયા રાજાની માતા અથાલ્યાએ યહૂદિયાના સર્વ રાજકુંવરોનો નાશ કરવા હુકમ આપ્યો.


તેઓ મારી ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળે છે, અને મારા પ્રેમનો બદલો ઘૃણાથી વાળે છે.


અરે, મારો દિલોજાન મિત્ર, જેના પર મને ભરોસો હતો, અને જે મારી સાથે જમતો તેણે પણ મારી સામે દગાથી લાત ઉગામી છે.


અહંકાર ઝઘડા જન્માવે છે, પણ સલાહશાંતિ શોધનાર પાસે જ્ઞાન હોય છે.


ક્રોધ નિર્દય અને રોષ ભયાનક હોય છે, પણ ઈર્ષા આગળ કોણ ટકી શકે?


ત્યારે તે રાજમહેલમાં રાજમંત્રીની કચેરીમાં પહોંચી ગયો. ત્યાં બધા મંત્રીઓ એટલે કે રાજમંત્રી એલીશામા, શમાયાનો પુત્ર દલાયા, આખ્બોરનો પુત્ર એલ્નાથાન શાફાનનો પુત્ર ગમાર્યા, હનાન્યાનો પુત્ર સિદકિયા અને બીજા કેટલાક મંત્રીઓ એકત્ર થયા હતા.


મંત્રીઓએ ચર્મપત્રોનો વીંટો રાજમંત્રી એલિશામાના ખંડમાં જમા કરાવ્યો અને પછી તેઓ રાજદરબારમાં રાજા પાસે ગયા અને રાજાને એ બધા સંદેશા વિષેની વાત કહી.


માણસ મોકલીને યર્મિયાને ચોકીદારોના ચોકમાંથી મુક્ત કર્યો અને તેમણે યર્મિયાને પોતાને ઘેર સહીસલામત પહોંચાડવા શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યાને યર્મિયાની સોંપણી કરી. આમ તે પોતાના લોક સાથે રહ્યો.”


ત્યાર પછી કારેઆનો પુત્ર યોહાનાન અને બીજા સેનાનાયકો જેમણે બેબિલોનની શરણાગતિ સ્વીકારી ન હતી તેઓ મિસ્પામાં ગદાલ્યા પાસે આવ્યા,


પણ યર્મિયાએ ઉત્તર ન આપ્યો, એટલે તેણે કહ્યું, “શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યા પાસે પાછો જા. બેબિલોનના રાજાએ તેને યહૂદિયાનો રાજ્યપાલ બનાવ્યો છે. તેની સાથે લોકો મધ્યે રહેજે; અથવા તને યોગ્ય લાગે ત્યાં રહેજે.” પછી અંગરક્ષકદળના વડાએ તેને આહાર અને બક્ષિસ આપીને વિદાય કર્યો.


પછી યર્મિયા મિસ્પામાં ગદાલ્યા પાસે દેશમાં બાકી રહેલા લોકો મધ્યે રહેવા માટે ગયો.


યહૂદિયાના ખુલ્લા ક્ષેત્રમાંના કેટલાક સેનાનાયકો અને સૈનિકોએ શરણાગતિ સ્વીકારી નહોતી. તેમણે સાંભળ્યું કે બેબિલોનના રાજાએ અહીકામના પુત્ર ગદાલ્યાને આ પ્રદેશનો રાજ્યપાલ નીમ્યો છે અને બેબિલોનમાં દેશનિકાલ નહિ કરાયેલાં ગરીબમાં ગરીબ માણસો, સ્ત્રીઓ અને બાળકોને તેની હકૂમતમાં સોંપ્યાં છે.


તેથી નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆના પુત્રો યોહાનાન અને યોનાથાન, તાન્હુમેથનો પુત્ર સરાયા, એફાય નટોફાથીના પુત્રો અને માઅખાથીનો વતની યઝાન્યા તથા તેના માણસો ગદાલ્યા પાસે મિસ્પામાં આવ્યા.


તેણે રાજાના કુટુંબના એક પુરુષ સાથે સંધિનો કરાર કર્યો અને તેની પાસે તે માટે સમ લેવડાવ્યા.


“હું તમારા બધાના વિષે આ કહેતો નથી; જેમને મેં પસંદ કર્યા છે, તેમને હું ઓળખું છું. પણ ‘જે મારી સાથે જમે છે તેણે મારી સામે લાત ઉગામી છે,’ એવું ધર્મશાસ્ત્ર જે કહે છે તે સાચું પડવું જ જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan