Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 40:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તેથી નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆના પુત્રો યોહાનાન અને યોનાથાન, તાન્હુમેથનો પુત્ર સરાયા, એફાય નટોફાથીના પુત્રો અને માઅખાથીનો વતની યઝાન્યા તથા તેના માણસો ગદાલ્યા પાસે મિસ્પામાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 ત્યારે નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆના પુત્રો યોહાનાન અને યોનાથાન, તાન્હમેથનો પુત્ર સરાયા, એફાય નટોફાથીના પુત્રો, માખાથીના એક વતનીનો પુત્ર યઝાન્યા, તથા તેઓના માણસો મિસ્પામાં ગદાલ્યાની પાસે આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ત્યારે નથાન્યાનો દીકરો ઇશ્માએલ, કારેઆનો દીકરો યોહાનાન અને યહોનાથાન તાન્હુમેથનો દીકરો સરાયા, એફાય નટોફાથીના દીકરા; માખાથીનો દીકરો યઝાન્યા તથા તેઓના માણસો મિસ્પાહમાં ગદાલ્યાની પાસે આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેઓ મિસ્પાહ ખાતે ગદાલ્યા પાસે આવ્યા, ત્યારે નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆહના પુત્રો યોહાનાન અને યોનાથાન તાન્હુમેથના પુત્ર સરાયા, નટોફાથીને એફાયના પુત્રો માઅખાથીનો પુત્ર યઝાન્યા તથા તેઓની ટૂકડીઓ મિસ્પાહમાં ગદાલ્યાની પાસે આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 40:8
29 Iomraidhean Croise  

આમ્મોનીઓને સમજાયું કે તેમણે દાવિદને પોતાનો શત્રુ બનાવ્યો છે અને તેથી તેમણે બેથરહોબ અને સોબામાંથી વીસ હજાર અરામી સૈનિકો, ટોબમાંથી બાર હજાર માણસો અને માખા રાજાને તેના એક હજાર માણસો સહિત ભાડે રાખ્યા.


આમ્મોનીઓ કૂચ કરી બહાર આવ્યા અને તેમની રાજધાની રાબ્બાના પ્રવેશદ્વારે મોરચો નાખ્યો, જ્યારે અરામીઓ, ટોબના માણસો અને માખાએ સીમના ખુલ્લા મેદાનમાં મોરચો નાખ્યો.


યહૂદિયાના અમલદારો અને સૈનિકોમાંથી જે શરણે ગયા નહોતા તેમણે એ સાંભળ્યું. તેઓ મિસ્પામાં ગદાલ્યા સાથે જોડાયા. આ અમલદારોમાં નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, યોહાનાનનો પુત્ર કારેયા, નયેશ નગરના તાન હુમેથનો પુત્ર સરાયા અને માઅખાનો યઝાન્યા હતા.


પણ એ જ વર્ષના સાતમા માસમાં રાજવીકુટુંબના એલિશામાના પુત્ર નથાન્યાના પુત્ર ઇશ્માએલે દસ માણસો સાથે મિસ્પા જઈને ગદાલ્યા પર હુમલો કરી તેને મારી નાખ્યો. તેની સાથેના ઇઝરાયલીઓ તથા ખાલદીઓને પણ તેણે મારી નાખ્યા.


કાલેબને માઅખાહ નામે બીજી ઉપપત્ની હતી. તેનાથી કાલેબને બે પુત્રો હતા: શેબેર તથા તિર્હના.


સાલ્મા બેથલેહેમનો સ્થાપક હતો. તે નટોફાથીઓ આટ્રોથ, બેથ, યોઆબ તથા સોરાઈનો પૂર્વજ હતો. સોરાઈ લોકો તો માનહાથમાંના બે ગોત્રો પૈકી એક ગોત્રના હતા.


તેઓ આ માણસોની આગેવાની હેઠળ પાછા ફર્યા: ઝરૂબ્બાબેલ, યહોશુઆ, નહેમ્યા, સરાયા, રેલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ બાઅના.


જે લોકોના પૂર્વજો નીચે જણાવેલા નગરોમાં વસતા હતા તેઓ પણ પાછા ફર્યા: બેથલેહેમ અને નટોફા — 188 અનાથોથ — 128 બેથઆઝમાવેથ — 42 કિર્યાથયઆરીમ, કફીરા અને બએરોથ — 743 રામા અને ગેબા — 621 મિખ્માશ — 122 બેથેલ અને આય — 123 બીજું નબો — 52 બીજું એલામ — 1,254 હારીમ — 320 યરીખો — 345 લોદ હાદીદ અને ઓનો — 721 સનાયા — 3,930


તેઓ યર્મિયા પર ક્રોધે ભરાયા અને તેને ફટકા મરાવ્યા. પછી તેમણે તેને રાજ્યમંત્રી યોનાથાનના ઘરમાં કેદી તરીકે પૂરી દીધો; કારણ, તે ઘરને કેદખાનામાં ફેરવી નાખ્યું હતું.


હે રાજા, મારા સ્વામી, હું તને વિનંતી કરું છું કે મને ફરીથી રાજમંત્રી યોનાથાનના ઘરના કેદખાનામાં પૂરશો નહિ, નહિ તો હું ત્યાં મૃત્યુ પામીશ”


ત્યારે તારે તેમને એટલું જ કહેવું કે, ‘હું રાજાને આગ્રહથી અરજ કરતો હતો કે મને કેદી તરીકે યોનાથાનના ઘરના કેદખાનામાં મરવા મોકલશો નહિ.’


તે દરમ્યાન યહૂદિયાના જે લોકો મોઆબ, આમ્મોન, અદોમ અને બીજા દેશોમાં જતા રહ્યા હતા તેમણે સાંભળ્યું કે બેબિલોનના રાજાએ થોડાએક લોકોને યહૂદિયામાં બાકી રાખ્યા છે અને શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યાને તેમના રાજ્યપાલ તરીકે નીમ્યો છે.


ત્યાર પછી કારેઆનો પુત્ર યોહાનાન અને બીજા સેનાનાયકો જેમણે બેબિલોનની શરણાગતિ સ્વીકારી ન હતી તેઓ મિસ્પામાં ગદાલ્યા પાસે આવ્યા,


અને તેને કહ્યું, “આમ્મોનના રાજા બાઅલીએ ઇશ્માએલને તારી હત્યા કરવા મોકલ્યો છે તેની તને ખબર છે?” પણ ગદાલ્યાએ તેમની વાત માની નહિ.


પછી ત્યાં મિસ્પામાં યોહાનાને ગદાલ્યાને ખાનગીમાં કહ્યું, “ઇશ્માએલને મારી નાખવા મને પરવાનગી આપ. એની કોઈને ખબર પડશે નહિ. શા માટે તે તારી હત્યા કરે? તેથી તો તારી છત્રછાયામાં એકત્ર થયેલા યહૂદિયાના લોકો વેરવિખેર થઈ જશે અને યહૂદિયાના શેષ રહેલા લોકો પણ નાશ પામશે.”


પછી યર્મિયા મિસ્પામાં ગદાલ્યા પાસે દેશમાં બાકી રહેલા લોકો મધ્યે રહેવા માટે ગયો.


સાતમા મહિનામાં એલિશામાનો પૌત્ર અને નાથાન્યાનો પુત્ર ઇશ્માએલ, જે રાજવંશી અને રાજાનો મુખ્ય અધિકારી હતો તે પોતાની સાથે દસ માણસોને લઇને ગદાલ્યાને મળવા મિસ્પા ગયો. ત્યાં મિસ્પામાં તેઓ બધા સાથે મળીને ભોજન કરતા હતા.


પરંતુ કારેઆના પુત્ર યોહાનાને તથા તેની સાથેના બીજા સેનાનાયકોએ નથાન્યાના પુત્ર ઇશ્માએલનાં અધમ કૃત્યો વિષે સાંભળ્યું,


તેવામાં જ ઇશ્માએલ અને તેની સાથેના દસ માણસોએ ગદાલ્યા પર હુમલો કર્યો અને તેના પર તલવારથી પ્રહાર કરીને તેને મારી નાખ્યો. આમ બેબિલોનના રાજાએ નીમેલા રાજ્યપાલ ગદાલ્યાને તેમણે મારી નાખ્યો.


પછી કારેઆનો પુત્ર યોહાનાન, હોશાયાનો પુત્ર યઝાન્યા અને બીજા બધા સેનાનાયકો તથા નાનામોટા, તમામ લોકોએ સંદેશવાહક યર્મિયા પાસે આવીને તેને વિનંતી કરી.


તેથી તેણે કારેઆના પુત્ર યોહાનાનને, તેની સાથેના સેનાનાયકોને તથા નાનામોટા સર્વ લોકોને બોલાવ્યા,


ત્યારે હોશાયાનો પુત્ર અઝાર્યા, કારેઆનો પુત્ર યોહાનાન અને બીજા ઉદ્ધત લોકોએ યર્મિયાને કહ્યું, “તું જૂઠું બોલે છે! અમારા ઈશ્વર પ્રભુએ અમને ઇજિપ્ત જઈને વસવાટ કરવાની મના કરવા તને મોકલ્યો નથી.


એને બદલે, યોહાનાન અને બીજા સેનાનાયકોએ યહૂદિયામાં બાકી રહેલા લોકોને, એટલે કે,


(બાશાન તો રફાઈ જાતિનો દેશ ગણાતો હતો. મનાશ્શાના પુત્ર યાઈરે ગશુરીઓ તથા માઅખાથીઓની સરહદ સુધીનો આર્ગોબનો આખો વિસ્તાર જીતી લીધો. તેણે પોતાના નામ પરથી તે ગામોને ‘હાવ્વોથ યાઈર’ એવું નામ આપ્યું અને આજે પણ તે યાઈરનાં ગામો તરીકે ઓળખાય છે).


તેના રાજ્યમાં હેર્મોન પર્વત, સાલખા અને છેક ગશૂર અને માઅખાની સરહદ સુધીનો સમગ્ર બાશાનનો પ્રદેશ તેમજ હેશ્બોનના રાજા સિહોનના રાજ્યની સરહદ સુધી અર્ધા ગિલ્યાદનો સમાવેશ થતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan