Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 40:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પ્રભુએ તેમના સંદેશ પ્રમાણે જ કર્યું છે અને વિપત્તિ લાવ્યા છે, કારણ, તમારા લોકોએ પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું, અને તેમની વાણીને આધીન થયા નહિ માટે તમારા પર આ બધું આવી પડયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને તેમના બોલ્યા પ્રમાણે તે વિપત્તિ લાવ્યા છે; કેમ કે તમે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે, ને તેમનું વચન માન્યું નથી, તેથી તમારા પર આ દુ:ખ આવી પડયું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 અને તેમના બોલ્યા પ્રમાણે તે આ વિપત્તિ લાવ્યા છે. કેમ કે તમે યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે અને તેમના વચનનું પાલન કર્યું નથી. તેથી આ દુઃખ તમારા પર આવી પડ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 અને હવે તેણે એ આફત ઉતારી છે; તેણે જે કરવાની ધમકી આપી હતી તે કરી છે, કારણ, તમે યહોવા સામે પાપ કર્યું છે અને તેનું કહ્યું કર્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 40:3
12 Iomraidhean Croise  

પણ રાહત થઈ, એટલે વળી પાછા તેમણે પાપ કર્યું, અને ફરીથી તમે તેમના શત્રુઓને તેમના પર વિજય પમાડયો. છતાં જ્યારે તેમણે પસ્તાવો કર્યો અને બચાવ માટે વિનંતી કરી ત્યારે તમે આકાશમાંથી અવારનવાર તેમનું સાંભળ્યું.


અમને શિક્ષા કરવામાં તમે વાજબી રીતે વર્ત્યા છો; અમે પાપ કર્યું હોવા છતાં તમે વિશ્વાસુ રહ્યા છો.


મેં સેનાધિપતિ પ્રભુએ ઇઝરાયલ તથા યહૂદિયાના લોકોને રોપ્યા હતા, પણ હવે હું તેમના પર આપત્તિ ફરમાવું છું. કારણ, તેમણે બઆલદેવને ધૂપ ચડાવવાની અધમતા આચરીને મને તેમના પર ક્રોધિત કર્યો છે.”


પછી ઘણા પરદેશી લોકો આ નગર પાસેથી પસાર થતાં એકબીજાને પૂછશે, ‘શા માટે પ્રભુએ આ મહાન નગરની આવી દશા કરી?’


તેણે કહ્યું, “જા, કૂશી એબેદ-મેલેખને કહે કે ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: હું મારા સંદેશા પ્રમાણે આ નગર પર આબાદી નહિ, પણ વિપત્તિ લાવીશ એ સંદેશની આગાહી તારી નજર સામે જ પરિપૂર્ણ થશે.


તમે અન્ય દેવોને ધૂપ ચડાવીને પ્રભુની વિરુદ્ધ પાપ કર્યાં અને પ્રભુની વાણીને આધીન થયા નહિ અને તેમની આજ્ઞાઓ, આદેશો અને નિયમોનું પાલન કર્યું નહિ તેથી તો અત્યારની આ આફત તમારા પર આવી પડી છે.”


અને તેથી પોતાનો વાડો પણ વીસરી ગયા છે. જેમને તેમનો ભેટો થઈ ગયો તેમણે તેમનો ભક્ષ કર્યો. તેમના શત્રુઓ કહે છે, ‘એમાં આપણે કશું ખોટું કરતાં નથી! કારણ, તેમણે પ્રભુ, જે તેમને માટે સાચા વાડા સમાન અને તેમના પૂર્વજોની આશા હતા, તેમની વિરુદ્ધ પાપ કર્યાં છે.


પ્રભુએ તો છેવટે પોતે ઉચ્ચારેલી ધમકી પ્રમાણે તેમણે જે કરવા ધાર્યું હતું તે કર્યું છે. ઘણા લાંબા સમય પહેલાં તેમણે આપેલી ચેતવણી પ્રમાણે તેમણે નિદર્યપણે આપણો નાશ કર્યો છે. આપણા દુશ્મનોને તેમણે વિજય પમાડયો છે અને આપણા પતન પર તેમને હરખાવા દીધા છે.


તારું હૃદય તો હઠીલું અને રીઢું થઈ ગયું છે. ન્યાયને દિવસે તને થનાર સજામાં તું વધારો કર્યા કરે છે.


આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્રમાં જે કંઈ લખેલું છે, તે જેઓ નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલે છે તેમને લાગુ પડે છે; જેથી સર્વ માનવીબહાનાં બંધ થાય અને સમગ્ર દુનિયા ઈશ્વરના ન્યાયશાસન નીચે આવે.


ત્યારે લોકો જવાબ આપશે, ‘એનું કારણ એ કે તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુએ તેમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા ત્યારે તેમની સાથે તેમણે જે કરાર કર્યો હતો તેનો તેમણે ત્યાગ કર્યો,


Lean sinn:

Sanasan


Sanasan