Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 40:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તે દરમ્યાન યહૂદિયાના જે લોકો મોઆબ, આમ્મોન, અદોમ અને બીજા દેશોમાં જતા રહ્યા હતા તેમણે સાંભળ્યું કે બેબિલોનના રાજાએ થોડાએક લોકોને યહૂદિયામાં બાકી રાખ્યા છે અને શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યાને તેમના રાજ્યપાલ તરીકે નીમ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 જે યહૂદીઓ મોઆબમાં, આમ્મોનીઓ ભેગા, અદોમમાં તથા બીજા જે જે દેશોમાં હતા, તેઓ સર્વે સાંભળ્યું કે બાબિલના રાજાએ યહૂદિયામાંના કેટલાકને બાકી રહેવા દીધા છે, ને તેઓ પર શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને અધિકારી ઠરાવ્યો છે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તે ઉપરાંત મોઆબ, આમ્મોન તથા અદોમમાં અને તેની પાસેના પ્રદેશોમાં વસતા સર્વએ સાંભળ્યું કે બાબિલના રાજાએ યહૂદામાંના કેટલાકને હજુ પણ બાકી રહેવા દીધા છે. અને તેઓ પર શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલ્યાને અધિકારી તરીકે નીમવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તે ઉપરાંત મોઆબ, આમ્મોન તથા અદોમમાં અને તેની પાસેના પ્રદેશોમાં વસતા યહૂદિયાના લોકોએ સાંભળ્યું કે હજુ પણ થોડા લોકો વસવાટ કરે છે, યહૂદિયામાં ગદાલ્યાને તે બધાં લોકોનો નેતા તરીકે નીમવામાં આવ્યો જેમને તે બાબિલ લઇ ગયો નથી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 40:11
23 Iomraidhean Croise  

તેથી એસાવ સેઈરના પહાડીપ્રદેશમાં જઈને વસ્યો. એસાવ એ જ અદોમ છે.


તેઓ સાથે મળીને પશ્ર્વિમ તરફ પલિસ્તીઓ પર આક્રમણ કરશે, તેમજ પૂર્વની પ્રજાઓને પણ લૂંટશે. તેઓ અદોમ અને મોઆબ પર વિજય મેળવશે અને આમ્મોનીઓ તેમને આધીન થશે.


અમને મોઆબમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે; અમને તમારા દેશમાં વસવા દો. અમારો નાશ કરનારાઓથી અમારું રક્ષણ કરો.” એકવાર જુલમનો અંત આવી જાય અને દેશને બેહાલ બનાવનારાઓ દેશમાં ચાલ્યા જાય,


હું તેમના પર એવો ત્રાસ વર્તાવીશ કે તેમને જોઈને દુનિયાના બધા દેશોમાં હાહાકાર મચી જશે. હું જ્યાં જ્યાં તેમને હાંકી કાઢીશ ત્યાં ત્યાં લોકો તેમની નિંદા અને મશ્કરી કરશે; તેમને મહેણાં મારશે અને શાપ આપશે.


પછી ઇશ્માએલે મિસ્પામાં બાકી રહેલા લોકોને અને અંગરક્ષક દળના વડા નબૂઝારઅદાને ગદાલ્યાના હવાલે સોંપેલી રાજાની પુત્રીઓને કેદ કરીને એ બધાંને લઈ આમ્મોન દેશની હદ તરફ પ્રયાણ કર્યું.


એને બદલે, યોહાનાન અને બીજા સેનાનાયકોએ યહૂદિયામાં બાકી રહેલા લોકોને, એટલે કે,


આસપાસના બધા દેશોમાં નાસી છૂટેલા અને યહૂદિયામાં ફરી પાછા વસવા આવેલાં બધાં સ્ત્રી, પુરુષો અને બાળકોને અને રાજકુંવરીઓને, તેમજ અંગરક્ષકદળના વડા નબૂઝારઅદાને જે બધાં લોકોને શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યાને સોંપ્યાં હતા તેમને સંદેશવાહક યર્મિયા અને નેરિયાના પુત્ર બારૂખ સહિત એકત્ર કર્યાં.


પ્રભુ પરમેશ્વર કહે છે: “અદોમના લોકોએ યહૂદાના લોકો પર ક્રૂર વેર વાળીને મોટો ગુનો કર્યો છે.


“હે મનુષ્યપુત્ર, આમ્મોન દેશ તરફ તારું મોં રાખ ને તેના નિવાસીઓ વિરુદ્ધ સંદેશ પ્રગટ કર.


પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “તમને ઇઝરાયલ દેશ પ્રત્યે ભારોભાર ઇર્ષ્યા હોવાથી તેની દુર્દશા જોઈને તમારા મનમાં આનંદ થયો છે અને તેથી તમે તાળીઓ પાડીને આનંદથી નાચ્યા છો.


પ્રભુ પરમેશ્વર કહે છે: “મોઆબે એમ કહ્યું હતું કે, ‘અરે, યહૂદિયાના લોકો પણ અન્ય પ્રજાઓ જેવા જ છે.’


મારાં ઘેટાં ઊંચા ડુંગરો પર ને પહાડો પર ભટકી ગયાં છે. તેઓ પૃથ્વીના પટ પર બધા દેશોમાં વિખેરાઇ ગયાં છે, કોઇએ તેમની શોધ કરી નથી કે કોઇએ તેમને ખોળવાનો પ્રયત્ન કર્યો નથી.


મારી અંગત મિલક્ત સમાન ઇઝરાયલને ખેદાનમેદાન થયેલો જોઇને જેમ તું આનંદ કરતો હતો તેમ સેઇરનો પર્વતીય પ્રદેશ, સમસ્ત અદોમ પ્રદેશ પણ વેરાન થઇ જશે ત્યારે સૌ જાણશે કે હું પ્રભુ છું.”


જ્યારે ઇઝરાયલી લોકોને તેમનાં પાપને લીધે આકરામાં આકરી શિક્ષા થઈ, એટલે કે તેમના પર આફત આવી પડી ત્યારે તારી જૂની દુશ્મનાવટને લીધે તેં તેમનો સંહાર થવા દીધો.


તારી ત્રીજા ભાગની વસતી તારામાં જ મહામારી અને ભૂખમરાથી મરી જશે. તારા ત્રીજા ભાગના લોકોનો શત્રુની તલવારથી સંહાર થશે અને ત્રીજા ભાગના લોકોને હું ચારે દિશામાં વિખેરી નાખીશ અને તેમની પાછળ ઉઘાડી તલવારે તેમનો પીછો કરીશ.


એમાંથી થોડાક વાળ લઈને તારા અંગરખાની ચાળમાં બાંધી દે.


ઇઝરાયલીઓ આગળ ચાલ્યા અને તેમણે મોઆબના સપાટ મેદાનોમાં યર્દન નદીને પૂર્વ કિનારે યરીખોની સામે પડાવ નાખ્યો.


ઇઝરાયલીઓએ શિટ્ટીમના ખીણપ્રદેશમાં પડાવ નાખ્યો હતો ત્યારે એ લોકો ત્યાંની મિદ્યાની યુવતીઓ સાથે વ્યભિચાર કરવા લાગ્યા.


આ યુવતીઓ તેમને તેમના દેવોના યજ્ઞોની મિજબાનીમાં બોલાવતી. ઇઝરાયલના કેટલાક લોકો એમનું ભોજન જમતા અને તેમના દેવોની પૂજા પણ કરતા. આમ, તેઓ પયોરના દેવ બઆલની ભક્તિમાં સામેલ થયા. આથી ઇઝરાયલીઓ પર પ્રભુનો કોપ સળગી ઊઠયો.


ત્યાર પછી ગિલઆદના પ્રદેશના યાબેશ નગર પર આમ્મોનના નાહાશે ચઢાઈ કરી. તેના લશ્કરે નગરને ઘેરો ઘાલ્યો અને યાબેશના માણસોએ નાહાશને કહ્યું, “અમારી સાથે કરાર કર એટલે અમે તારે શરણે આવીશું.”


વળી, આમ્મોનનો રાજા નાહાશ તમારા પર હુમલો કરવાની તૈયારીમાં છે એ જોઈને તમે તમારા ઈશ્વર પ્રભુને રાજા તરીકે નકારીને મને કહ્યું, “અમારા પર રાજ કરવા અમારે રાજા જોઈએ.’


Lean sinn:

Sanasan


Sanasan