Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 40:10 - પવિત્ર બાઇબલ C.L.

10 હું પોતે મિસ્પામાં રહીશ અને જ્યારે જ્યારે બેબિલોનીઓ આપણી પાસે આવશે ત્યારે હું તેમની સમક્ષ તમારું પ્રતિનિધિત્વ કરીશ. પણ તમે દ્રાક્ષાસવ, ઉનાળામાં પાકેલાં ફળો અને ઓલિવ-તેલ એકત્ર કરી સંઘરી રાખજો અને જે નગરો તમે કબજે કર્યાં છે તેમાં વસવાટ કરજો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 જુઓ, જે ખાલદીઓ આપણી પાસે આવશે, તેઓની આગળ હાજર થવા માટે હું તો મિસ્પામાં રહીશ; પણ તમે દ્રાક્ષારસ, ઉનાળાનાં પાકેલાં ફળ તથા તેલ એકઠાં કરો, ને તમારાં પાત્રોમાં ભરી રાખો, ને તમારાં જે નગરો તમે કબજે કર્યાં છે તેઓમાં રહો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અને જુઓ, ખાલદીઓ આપણી પાસે આવશે, તેઓની આગળ હાજર થવા હું મિસ્પાહમાં વસીશ. પણ તમે દ્રાક્ષારસ, ફળ અને તેલ ભેગાં કરો અને એક પાત્રમાં ભરી રાખો. અને તમે જે નગરો કબજે કર્યાં છે તેઓમાં વસો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 જ્યાં સુધી મારો સવાલ છે, હું મિસ્પાહમાં વસીશ. અને જ્યારે જ્યારે બાબિલવાસીઓ આવશે ત્યારે હું તમને તેમની સામે રજુ કરીશ. પણ તમે દ્રાક્ષારસ, ફળ અને તેલ ભેગા કરી શકો છો અને તમે જે ગામો કબજે કર્યા છે તેમાં વસી શકો છો.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 40:10
15 Iomraidhean Croise  

દાવિદ પર્વતના શિખરની પેલી તરફ ઊતરતો હતો ત્યારે તેને મફીબોશેથના નોકર સીબાનો ભેટો થઈ ગયો. સીબા પાસે કેટલાંક ગધેડાં હતાં. તેમના પર બસો રોટલીઓ, સૂકી દ્રાક્ષની સો એક લૂમો, સો એક તાજાં ફળની અને દ્રાક્ષાસવ ભરેલી ચામડાની મશક લાદેલાં હતાં.


તમારા માણસો કેવા ભાગ્યશાળી છે! વળી, તમારી તહેનાતમાં સતત રહેતા તમારા સેવકો પણ કેવા ભાગ્યશાળી છે કે તેમને તમારી જ્ઞાનવાણી સાંભળવાનો લહાવો મળે છે.


પોતાના કાર્યમાં ખંતથી કૌશલ્ય પ્રાપ્ત કરનાર માણસ તું જુએ છે? તે સામાન્ય કોટિના માણસો આગળ નહિ, પણ રાજામહારાજાઓની હજૂરમાં સેવા કરશે.


તેથી જ્યારે ઘાસ કપાય અને તેને સ્થાને કુમળું ઘાસ ફૂટી નીકળે અને ટેકરીઓના ઢોળાવ પરનો ઘાસચારો એકઠો કરી લેવામાં આવે,


તેથી હું સિબ્માના દ્રાક્ષવેલા માટે તેમજ યાઝેરના દ્રાક્ષવેલા માટે રુદન કરીશ. હું હેશ્બોન અને એલઆલેના માટે આંસુ સારું છું. કારણ ત્યાંના લોકો માટે પાકેલી દ્રાક્ષો વીણતી વખતે અને ફસલની કાપણી કરતી વખતે થતો આનંદ વિલાઈ ગયો છે.


તેથી હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ વચન આપું છું કે રેખાબના પુત્ર યોનાદાબના વંશમાં મારી સેવા કરનાર વંશજની કદી ખોટ પડશે નહિ.”


માત્ર જેઓ ગરીબમાં ગરીબ હતા અને જેમની પાસે કંઈ મિલક્ત નહોતી તેમને તેણે યહૂદિયામાં રહેવા દીધા અને તેમને દ્રાક્ષવાડીઓ અને ખેતરો સાચવવાં આપ્યાં.


તેથી યહૂદિયાના એ લોકો જ્યાં જ્યાં વેરવિખેર થઈ ગયા હતા ત્યાંથી યહૂદિયા પાછા ફરીને મિસ્પામાં ગદાલ્યા પાસે આવ્યા, અને તેમણે વિપુલ પ્રમાણમાં દ્રાક્ષાસવ અને ઉનાળામાં પાકેલાં ફળો એકત્ર કર્યાં.


પછી યર્મિયા મિસ્પામાં ગદાલ્યા પાસે દેશમાં બાકી રહેલા લોકો મધ્યે રહેવા માટે ગયો.


એને બદલે, યોહાનાન અને બીજા સેનાનાયકોએ યહૂદિયામાં બાકી રહેલા લોકોને, એટલે કે,


યાઝેરના લોકો કરતાં હું સિબ્માના લોકો માટે વધુ રુદન કરીશ. હે સિબ્મા નગર, તું તો દ્રાક્ષાવેલા જેવું છે અને તારી ડાળીઓ મૃત સરોવરને પેલે પાર યાઝેર સુધી પહોંચી હતી. પણ હવે તારા ઉનાળાનાં ફળોનો અને દ્રાક્ષના પાકનો નાશ કરવામાં આવ્યો છે.


મારી કેવી દુર્દશા થઈ છે! ઉનાળામાં ફળ ઉતારી લીધા પછી કોઈ ખાવા માટે બાકી રહી ગયેલાં ફળ શોધવા જાય અને કંઈ મળે નહિ એવા ભૂખ્યા માણસ જેવો હું છું; પણ મારે માટે તો દ્રાક્ષની એક લૂમ પણ રહી નથી અથવા મનપસંદ સ્વાદિષ્ટ અંજીર પણ નથી!


સાવધ રહો, અને હંમેશાં પ્રાર્થના કરો. જેથી આવનારી આ સઘળી બાબતોમાં થઈને સહીસલામત પાર ઊતરવા અને માનવપુત્ર સમક્ષ ઊભા રહેવા માટે તમને શક્તિ મળે.”


તારો સહાયક, નૂનનો પુત્ર યહોશુઆ તેમાં પ્રવેશ કરશે. તું તેને હિંમત આપ. કારણ, તે જ ઇઝરાયલીઓને એ દેશનો કબજો અપાવશે.’


“તમારા ખળામાંથી અનાજ ઝૂડીને અને દ્રાક્ષકુંડમાં દ્રાક્ષ પીલીને તમે અનાજ અને દ્રાક્ષાસવનો ઘરમાં સંગ્રહ કરો તે પછી સાત દિવસ સુધી તમારે માંડવાપર્વ પાળવું.


Lean sinn:

Sanasan


Sanasan