Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 4:29 - પવિત્ર બાઇબલ C.L.

29 ઘોડેસ્વારો અને ધનુર્ધારીઓ જે કોઈ નગરમાં પ્રવેશે ત્યાં તેમના હોંકારાથી બધા નગરજનો નાસી છૂટશે; કેટલાક ગીચ ઝાડીઓમાં સંતાશે તો કેટલાક ખડકો પર ચડી જશે અને ત્યાં કોઈ રહેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 સવારો તથ ધનુર્ધારીઓના અવાજ સાંભળીને નગરમાંના સર્વ લોકો નાસે છે. તેઓ ઝાડીઓમાં ભરાઈ જાય છે, તથા ખડકો પર ચઢી જાય છે. સર્વ [લોક] નગરોને તજે છે, તેઓમાં કોઈ વસનાર નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 ઘોડેસવાર અને ધનુર્ધારીઓના અવાજ સાંભળી નગરમાંના સર્વ લોકો નાસે છે, તેઓ ઝાડીઓમાં ભરાઈ જાય છે; તથા ખડકો પર ચઢી જાય છે. સર્વ લોક નગરોને તજે છે. તેઓમાં કોઈ વસનાર નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 ઘોડેસવાર અને બાણાવળીનું નામ સાંભળતાં જ સમગ્ર દેશ નાસભાગ કરે છે. કેટલાક ઝાડીમાં ભરાઇ જાય છે, કેટલાક ડુંગરો પર ચઢી જાય છે. એકેએક શહેર સૂનું થઇ જાય છે, કોઇ ત્યાં રહેતું નથી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 4:29
14 Iomraidhean Croise  

તેથી પ્રભુએ આશ્શૂરના રાજાના સેનાપતિઓ દ્વારા યહૂદિયા પર આક્રમણ કરાવ્યું. તેમણે મનાશ્શાને પકડયો, તેને કડીઓ પહેરાવી અને સાંકળે બાંધી બેબિલોન લઈ ગયા.


દુશ્મનના એક સૈનિકની ધમકીમાત્રથી તમારામાંના હજાર નાસી જશે અને તેમના પાંચ સૈનિકોની ધમકીથી તમે બધા નાસી જશો. પર્વતની ટોચે તમારા લશ્કરી વજની રોપેલી ક્ઠી અને ટેકરી પરની વજા સિવાય કોઈ રહેશે નહિ.


હું લોકોને દૂર દેશમાં મોકલી દઈશ અને આખો દેશ ઉજ્જડ થઈ જશે.


પ્રભુ કહે છે, “આ લોકોને પકડવા હું ઘણા માછીમારોને બોલાવીશ. પછી હું ઘણા શિકારીઓને બોલાવીશ અને તેઓ દરેક પર્વત, ટેકરા કે ખડકનાં પોલાણોમાંથી તેમનો શિકાર કરશે.


ઝાડીમાંથી સિંહ ધસી આવે તેમ પ્રજાઓનો સંહારક પોતાના મુકામમાંથી બહાર નીકળી આવ્યો છે; તે તમારી ભૂમિને ઉજ્જડ કરી નાખશે અને તમારાં નગરોને ખંડિયેર અને વસ્તીહીન કરી દેશે.


તેથી નગરકોટમાં બાકોરું પાડવામાં આવ્યું અને ખાલદીઓનું લશ્કર નગરની ચારેબાજુ ઘેરો ઘાલીને પડયું હોવા છતાં કેટલાક સૈનિકો રાત્રે નાસી છૂટયા. તેમણે રાજઉદ્યાનને માર્ગે બે દીવાલોની વચ્ચેના પ્રવેશદ્વાર મારફતે અરાબા એટલે યર્દનના ખીણપ્રદેશ તરફ નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો.


તેઓ ધનુષ્ય અને ભાલાથી સજ્જ થયેલા છે અને તેઓ અત્યંત ક્રૂર અને ઘાતકી છે. તેઓ ઘોડેસ્વાર થઈને આવે છે. ગરજતા સાગરની જેમ, હે યરુશાલેમ, તેઓ તારી વિરુદ્ધ એક બનીને યુદ્ધ કરવા ક્તારબદ્ધ થઈ ધસી આવે છે.”


મેં પ્રભુને વેદીની પાસે ઊભેલા જોયા. તેમણે આજ્ઞા આપી: “મંદિરના સ્તંભોના મથાળા પર એવો મારો ચલાવો કે તેમના પાયા હચમચી જાય. લોકોના માથા પર તૂટી પડે એ રીતે તેમના ચૂરેચૂરા કરી દો. એમાંથી બચી જાય એવા લોકોનો હું યુદ્ધમાં સંહાર કરી નાખીશ. ત્યારે કોઈ છટકી જશે નહિ કે બચી જશે નહિ.


ત્યારે લોકો પર્વતોને કહેશે, ‘અમારા પર પડો!’ અને ટેકરાઓને કહેશે, ‘અમને સંતાડો!’


ઇઝરાયલીઓ પર ભીષણ હુમલો થયો અને તેઓ કટોકટીની પરિસ્થિતિમાં મૂકાઈ ગયા. તેમનામાંના કેટલાક ગુફાઓમાં, ખાઈઓમાં, ખડકોમાં, ખાડાઓમાં અને કોતરોમાં સંતાઈ ગયા.


Lean sinn:

Sanasan


Sanasan