Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 4:18 - પવિત્ર બાઇબલ C.L.

18 હે યહૂદિયા, તારી ચાલ અને તારાં કાર્યોને લીધે તારી આવી દશા થઈ છે. આ તો તારા પાપની કડવાશ છે અને તેનાથી તારું હૃદય વીંધાયું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તારી ચાલ તથા તારી કરણીઓને લીધે તારી એવી સ્થિતિ થઈ છે; આ તારી દુષ્ટતા છે; ખરેખર તે કડવી છે, તે તારા હ્રદયને વીંધે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તારા પોતાના વર્તન અને કાર્યોને કારણે આ બધું તારા પર વીત્યું છે. આ તારી દુષ્ટતા છે. અને ખરેખર તે કડવી છે, તે તારા હૃદયને વીંધી નાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 “હે યરૂશાલેમ તારાં પોતાનાં વર્તન અને કાર્યોને કારણે, તેં મારી વિરુદ્ધ બળવો કર્યો છે. માટે આ બધું તારા પર વિત્યું છે. આ તારી સજા છે! કેવી આકરી: તારા હૃદયને એ કેવું વીંધી નાખે છે!”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 4:18
15 Iomraidhean Croise  

કેટલાક તેમના મૂર્ખતાભર્યા અપરાધોને લીધે કમજોર બન્યા હતા, અને તેમના દુરાચારને લીધે રીબાતા હતા.


તેથી તમારા આચરણનું પૂરું ફળ તમને મળશે. અને તમારે જ તમારાં અપકૃત્યોના ભોગ બનવું પડશે.


દુષ્ટની દુષ્ટતા તેને પોતાને માટે જ ફાંદારૂપ છે. તે પોતાની જ પાપી જાળમાં સપડાઈ જાય છે.


પ્રભુ પૂછે છે, “મેં તમારી માતાથી લગ્નવિચ્છેદ કર્યો હોય તો તેનું પ્રમાણપત્ર ક્યાં છે? અથવા મારા કયા લેણદારને ત્યાં મેં તેને વેચી દીધી છે? તમે તો તમારા પાપને લીધે વેચાયા હતા અને તમારા અપરાધને લીધે તમારી માતાને કાઢી મૂકવામાં આવી હતી.


વળી, જે લોકોને તેમણે સંદેશ આપ્યો હતો તેઓ પણ યુદ્ધ અને દુકાળનો ભોગ બનીને યરુશાલેમની શેરીઓમાં ફેંકાશે; તેમને, તેમની પત્નીઓને તેમના પુત્રોને અને પુત્રીઓને કોઈ દફનાવશે પણ નહિ. હું તેમના પર તેમની દુષ્ટતાની સજા ઉતારીશ.”


હે ઇઝરાયલ, મેં જાતે જ તારી આ દશા કરી છે. હું તને માર્ગમાં દોરતો હતો ત્યારે તેં મને, તારા ઈશ્વર પ્રભુને તજી દીધો.


તારી પોતાની દુષ્ટતા તને સજા કરશે અને તારી બેવફાઈનાં કામો જ તારો હિસાબ લેશે; મારો, એટલે તારા ઈશ્વર પ્રભુનો ત્યાગ કરવો અને મારા પ્રત્યેની નિષ્ઠા તોડવી એ કેવું દુષ્કર અને ભૂંડું છે એની તને ખબર પડશે. હું સેનાધિપતિ પ્રભુ એ બોલું છું.”


શું હિઝકિયા રાજાએ કે યહૂદિયાના લોકોએ મિખાને મારી નાખ્યો હતો? ના, એથી ઊલટું, પ્રભુની બીક રાખીને તેમને પ્રસન્‍ન કરવાનો પ્રયત્ન કર્યો હતો અને પ્રભુ પાસે કૃપાદષ્ટિ યાચી હતી. તેથી પ્રભુએ તેમના પર જે મહાન વિપત્તિ લાવવાની ધમકી આપી હતી તે વિષેનો પોતાનો વિચાર માંડી વાળ્યો. જો આપણે યર્મિયાને દેહાંતદંડની સજા આપીશું તો આપણે આપણા જ જીવોની મોટી હાનિ વહોરી લઈશું.


યર્મિયા, આ લોકો તને પૂછે કે, ‘પ્રભુએ અમારા આવા હાલ શા માટે કર્યા?’ ત્યારે તું તેમને કહેજે, ‘જેમ તમે પ્રભુનો ત્યાગ કર્યો અને પોતાના દેશમાં પારકા દેવોની પૂજા કરી તેમ તમે પરદેશમાં પારકા લોકોની સેવા કરશો.”


તેથી તમારા અપરાધોએ કુદરતનો એ ક્રમ તોડી નાખ્યો છે અને તમારા પાપને લીધે તમે એ બધી આશિષોથી વંચિત રખાયા છો.’


હે પૃથ્વીના લોકો સાંભળો: આ લોકોની કુયુક્તિઓના ફળસ્વરૂપે હું તેમના પર આફત લાવવાનો છું. કારણ, તેમણે મારા સંદેશ તરફ લક્ષ આપ્યું નથી, અને મારા નિયમશાસ્ત્રની અવજ્ઞા કરી છે.


તેમણે મને માત્ર નાગદમનીના છોડની કડવાશ જેવાં ઝેરી દુ:ખ દીધાં છે; એ જ મારાં આહારપાણી બન્યાં છે.


મેં તેમની અશુદ્ધતા અને અપરાધોને અનુરૂપ વર્તાવ રાખ્યો હતો અને તેમનાથી વિમુખ થયો હતો.”


એમની સઘળી ભૂંડાઈ હું સ્મરણમાં રાખીશ એ વિચાર તો તેમના મનમાં આવતો જ નથી. પણ તેમનાં પાપે તેમને ચોગરદમ ઘેરી લીધા છે અને એ બધાં મારી દષ્ટિ આગળ છે.”


Lean sinn:

Sanasan


Sanasan