Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 4:15 - પવિત્ર બાઇબલ C.L.

15 જુઓ, દાન નગરમાંથી સંદેશકનો પોકાર સંભળાય છે અને એફ્રાઈમના ઉચ્ચપ્રદેશમાંથી સંદેશકો માઠા સમાચાર જાહેર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 કેમ કે દાનથી વાણી સંભળાય છે, ને એફ્રાઈમના પર્વતોથી વિપત્તિ પ્રગટ કરવામાં આવે છે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 કેમ કે દાનથી વાણી સંભળાય છે. અને એફ્રાઇમના પર્વતો પરથી વિપત્તિ પ્રગટ કરવામાં આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 કારણકે દાનથી અને એફ્રાઇમના પર્વતો પરથી તમારા માટેના ચુકાદાની જાહેરાત થઇ ચૂકી છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 4:15
8 Iomraidhean Croise  

વધામણીની વાત લઈ આવી રહેલા સંદેશકના પગ પર્વતો પર કેવા સુંદર લાગે છે! તે તો શાંતિની જાહેરાત કરે છે, શુભસંદેશ લાવે છે, ઉદ્ધાર પ્રગટ કરે છે અને સિયોનને કહે છે, ‘તારા ઈશ્વર રાજ કરે છે!’


અરે, સાંભળો; સમાચાર આવ્યા છે, ઉત્તર તરફના દેશમાંથી મોટો કોલાહલ સંભળાય છે; યહૂદિયાનાં નગરો ઉજ્જડ કરી દેવા અને તેમને શિયાળોનો વાસ બનાવી દેવા લશ્કર આવી રહ્યું છે!


ઓ બિન્યામીનના લાકો, બચાવ માટે યરુશાલેમમાંથી નાસી છૂટો. તકોઆમાં રણશિંગડું વગાડો અને બેથ-હાક્કેરેમમાં મશાલ પેટાવીને તેના સંકેતથી ચેતવણી આપો. કારણ, ઉત્તર તરફથી આફત અને ભારે વિનાશ ઝળુંબી રહ્યાં છે.


ઉત્તરની સરહદે આવેલા દાન નગરથી શત્રુના અશ્વોનો હણહણાટ સંભળાય છે; તેમના પાણીદાર અશ્વોની તબડકથી આખી ધરતી ધ્રૂજી ઊઠી છે. દુશ્મનો આપણો આખો પ્રદેશ અને તેમાંનું સર્વસ્વ તથા બધાં નગરો અને રહેવાસીઓનો નાશ કરવાને આવી રહ્યા છે.


યહોશુઆએ જવાબ આપ્યો, “તમારી વસ્તી વધારે હોય અને એફ્રાઈમનો પહાડીપ્રદેશ તમને નાનો પડતો હોય તો જંગલમાં જાઓ અને ત્યાં પરિઝ્ઝીઓ અને રફાઈઓની જમીનમાં વૃક્ષો કાપી નાખીને તમારે માટે જગા કરો.”


તેથી તેમણે યર્દનની પશ્ર્વિમ તરફ નાફતાલીના પહાડીપ્રદેશમાં ગાલીલમાં આવેલા કેદેશને, એફ્રાઈમના પહાડી પ્રદેશમાં આવેલા શેખેમને અને યહૂદિયાના પહાડીપ્રદેશમાં આવેલા હેબ્રોનને તે માટે અલગ કર્યાં.


ઇઝરાયલના પુત્ર, પોતાના પૂર્વજ દાનના નામ પરથી તેમણે તેનું નામ દાન પાડયું, તેનું મૂળ નામ તો લાઈશ હતું.


ઉત્તરમાં દાનથી દક્ષિણે બેરશેબા સુધી અને પૂર્વમાં છેક ગિલ્યાદના પ્રાંતમાંથી સર્વ ઇઝરાયલીઓએ એ પડકાર ઝીલી લીધો. તેઓ સૌ મિસ્પામાં પ્રભુ સમક્ષ એક મને એકત્ર થયા.


Lean sinn:

Sanasan


Sanasan