Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 4:10 - પવિત્ર બાઇબલ C.L.

10 ત્યારે મેં કહ્યું, “અરેરે, હે પ્રભુ પરમેશ્વર, તમે આ પ્રજાને તથા યરુશાલેમના લોકોને પૂરેપૂરાં છેતર્યાં છે. તમે તો કહ્યું હતું કે ‘શાંતિ થશે’, પરંતુ એને બદલે, તેમના ગળા પર તલવાર ઝઝૂમે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ત્યારે મેં કહ્યું, “આહા, યહોવા! ‘તમને શાંતિ થશે, ’ એમ કહીને તમે આ લોકોને તથા યરુશાલેમને ખરેખર ફસાવ્યાં છે; કેમ કે અહીં તો તરવાર જીવ સુધી આવી પહોંચી છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેથી હું બોલ્યો, આહા, પ્રભુ યહોવાહ, ‘તમને શાંતિ થશે.’ એમ કહીને તમે આ લોકને તથા યરુશાલેમને સંપૂર્ણ છેતર્યા છે. અહીં તો તલવાર જીવ સુધી આવી પહોંચી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ત્યારે હું બોલ્યો, “આહા, પ્રભુ યહોવા, તેં અમને અને યરૂશાલેમના સર્વ લોકોને પૂર્ણપણે છેતર્યા છે તેઁ તેઓને કહ્યું, ‘તમે શાંતિ પામશો.’ પણ તમાર માથા પર તો તરવાર લટકી રહી છે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 4:10
21 Iomraidhean Croise  

ત્યારે મોશેએ પ્રભુ પાસે જઈને તેમને કહ્યું, “હે પ્રભુ, તમે શા માટે લોકોની આવી દુર્દશા કરી છે? તમે શા માટે મને મોકલ્યો છે?


નહિ તો આ વખતની મારી આફત હું માત્ર તારા અમલદારો અને તારી પ્રજા ઉપર જ નહિ, પણ તારા પોતા ઉપર પણ મોકલીશ; જેથી તું જાણે કે સમસ્ત પૃથ્વીમાં મારા જેવો કોઈ છે જ નહિ.


તેઓ દષ્ટાઓને કહે છે, “હવેથી સંદર્શનો જોશો નહિ.” તેઓ સંદેશવાહકોને કહે છે, “તમે અમને સાચો સંદેશ જણાવશો નહિ. અમને તો માત્ર મનગમતી વાતો કહો અને અમારાં ભ્રામક દર્શનો વિશે જ કહો.


મારા પોતાના માનને લીધે અને મારા સેવક દાવિદને આપેલા વચનને લીધે હું આ નગરની રક્ષા કરીને તેનો બચાવ કરીશ.”


તમે અમને તમારા માર્ગોથી શા માટે ભટકી જવા દો છો? અમને એવા હઠીલા કેમ બનાવો છો કે અમે તમારો આદરયુક્ત ડર ન રાખતાં ભટકી જઈએ? હે પ્રભુ, તમારા સેવકો અને તમારા સંપત્તિરૂપ લોકને લીધે પાછા આવો.


મેં ઉત્તર આપ્યો, “ઓ પ્રભુ પરમેશ્વર, મને ઉપદેશ કરતાં આવડતું નથી, હું તો હજી કિશોર જ છું.”


મારી અવગણના કરનારાઓને તેઓ કહે છે, ‘પ્રભુ કહે છે કે તમે સુખશાંતિમાં રહેશો’ અને પોતાના કઠણ દયના દુરાગ્રહને અનુસરનારને તેઓ કહે છે, ‘તમારા પર કોઈ આફત આવવાની નથી.’


“હે સેનાધિપતિ પ્રભુ, તમારા મહાન સામર્થ્યથી અને પ્રચંડ બાહુબળથી તમે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે; તમારે માટે કશું અશક્ય નથી.


હે યહૂદિયા, તારી ચાલ અને તારાં કાર્યોને લીધે તારી આવી દશા થઈ છે. આ તો તારા પાપની કડવાશ છે અને તેનાથી તારું હૃદય વીંધાયું છે.”


પ્રભુના લોકો પ્રભુ વિષે જૂઠું બોલ્યા છે કે, “ઈશ્વર ખરેખર કંઈ કરવાના નથી. આપણા પર આફત આવવાની નથી.


જ્યારે હકીક્તમાં કલ્યાણ નથી ત્યારે ‘કલ્યાણ હો, કલ્યાણ હો,’ એમ કહીને તેઓ મારા લોકનો કારી ઘા રૂઝવવા ઉપરછલ્લો ઉપચાર કરે છે.


હકીક્તમાં, કલ્યાણ નથી ત્યારે ‘કલ્યાણ હો, કલ્યાણ હો’ એમ કહીને તેઓ મારા લોકનો કારી ઘા રુઝવવા ઉપરછલ્લો ઉપચાર કરે છે!


યુવાન કે વૃદ્ધ, સૌ કોઈ શેરીઓમાં રસ્તા પર મરણ પામેલાં પડયાં છે. દુશ્મને તલવારની ધારે યુવાનો અને યુવતીઓનો સંહાર કર્યો છે. તમારા કોપના દિવસે તમે તેમની નિર્દય ક્તલ થવા દીધી છે.


હું સંદેશ પ્રગટ કરી રહ્યો હતો તે જ વખતે બનાયાનો પુત્ર પલાટયા મરણ પામ્યો. મેં ભૂમિ પર શિર ટેકવીને નમન કરતાં મોટે સાદે બૂમ પાડીને કહ્યું, “અરેરે, પ્રભુ પરમેશ્વર શું તમે ઇઝરાયલના બચી ગયેલાઓનો પૂરેપૂરો વિનાશ કરશો?”


માણસોની આવી મૂર્ખાઈને કારણે ઈશ્વરે તેમને તેમના અંત:કરણની દુર્વાસનાઓને સુપરત કરી દીધા છે. પરિણામે, તેઓ એકબીજાનાં શરીરોને ભ્રષ્ટ કરવા લાગ્યા છે.


આ કારણથી ઈશ્વરે તેમને તેમની શરમજનક દુર્વાસના સંતોષવાને ત્યજી દીધા છે. તેમની સ્ત્રીઓ પણ અકુદરતી કુકર્મો દ્વારા તેમની જાતીયતાનો ગેરઉપયોગ કરે છે.


ઈશ્વર વિષેનું સાચું જ્ઞાન પોતાના મનમાં રાખવાનો માણસો ઇમકાર કરે છે. એને લીધે, ન કરવાં જેવાં કામો કરવા માટે ઈશ્વર તેમને ભ્રષ્ટ બુદ્ધિને આધીન કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan