Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 39:9 - પવિત્ર બાઇબલ C.L.

9 પછી અંગરક્ષક દળના વડા નબૂઝારઅદાન નગરમાં બાકી રહેલા લોકોને તથા તેમને શરણે આવેલા લોકોને કેદી તરીકે બેબિલોન લઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પછી નગરમાં જે લોકો રહ્યા હતા, ને જેઓ તેના પક્ષમાં ગયા હતા, તથા [એ સિવાય] જે લોકો બાકી રહ્યા હતા, તેઓને રક્ષકટુકડીનો સરદાર નબૂઝારદાન બંદીવાન કરીને બાબિલ લઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 નગરમાં બાકી રહેલા લોકોને અને જેઓ બાબિલના લોકોને શરણે જતા રહ્યા હતા તેઓને રક્ષકટુકડીનો નાયક નબૂઝારઅદાન બંદીવાન કરીને બાબિલમાં લઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 બાકી રહેલા લોકોને અને જેઓ બાબિલના લોકોને શરણે જતા રહ્યાં હતાં તેમને રક્ષકોના નાયક નબૂઝારઅદાને બાબિલમાં દેશવટો દીધો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 39:9
20 Iomraidhean Croise  

પેલા મિદ્યાનીઓએ યોસેફને ઇજિપ્તમાં ફેરોના અધિકારી અને અંગરક્ષકોના ઉપરી પોટીફારને ત્યાં વેચી દીધો.


તારા પોતાના કેટલાક નજીકના વંશજોને અહીંથી લઈ જઈને તેમને બેબિલોનના રાજાના રાજમહેલમાં વ્યંડળ નોકરો બનાવવામાં આવશે.”


લશ્કરે યરુશાલેમની ચારે બાજુના કોટની બધી દીવાલો તોડી પાડી. અંગરક્ષકદળનો વડો નબૂઝારઅદાન નગરમાં બાકી રહેલા લોકોને તેમજ ખાલદીઓને શરણે ગયેલા બધા લોકોને દેશનિકાલ કરી બેબિલોન લઈ ગયો.


નબૂઝારઅદાન તેમને હમાથના પ્રદેશના રિબ્બા નગરમાં બેબિલોનના રાજા પાસે લઈ ગયો.


તેથી સમજણને અભાવે તમને બંદિવાનો તરીકે લઈ જવામાં આવશે. તમારા આગેવાનો ભૂખે મરશે અને આમજનતા તરસે મરશે.


ઓ દેશના રહેવાસીઓ, પ્રભુ તમને ગોફણના ગોળાની જેમ ફંગોળી દેશે. તમને કચડી નાખવામાં આવશે, અને તે તમને નીચોવીને નાખી દેશે. પ્રભુ આ પ્રમાણે કહે છે.


તેથી હું તમને આ દેશમાંથી તમારા પૂર્વજો કે તમે જાણતા નથી એવા દેશમાં હાંકી કાઢીશ. ત્યાં તમે રાતદિવસ અન્ય દેવોની પૂજા કર્યા કરજો! હું તમારા પર દયા દર્શાવીશ નહિ.”


પરંતુ પ્રભુ કહે છે કે, “યહૂદિયાના રાજા સિદકિયા, તેના અધિકારીઓ અને યરુશાલેમના બાકી રહી ગયેલા લોકો જેઓ આ દેશમાં રહ્યા છે કે ઇજિપ્તમાં જઈને વસ્યા છે તે બધાને હું પેલા ખવાય પણ નહિ એવાં બગડી ગયેલાં ખરાબ અંજીરની જેમ તજી દઈશ.


પણ સિદકિયા રાજાએ યર્મિયાને કહ્યું, “જે યહૂદીઓએ ખાલદીઓની શરણાગતિ સ્વીકારી લીધી છે તેમનો મને ડર છે. કદાચ મને તેમના હાથમાં સોંપી દેવામાં આવે અને તેઓ મને રીબાવે.”


યરુશાલેમ અને યહૂદિયાના લોકોને કેદી તરીકે દેશનિકાલ માટે બેબિલોન લઈ જવામાં આવતા હતા. યર્મિયા પણ તેમની જેમ સાંકળોથી બંધાયેલો હતો ત્યારે અંગરક્ષકદળના વડા નબૂઝારઅદાને યર્મિયાને રામા નગરમાં મુક્ત કર્યો, તે વખતે યર્મિયા પાસે પ્રભુનો સંદેશો આવ્યો.


યહૂદિયાના ખુલ્લા ક્ષેત્રમાંના કેટલાક સેનાનાયકો અને સૈનિકોએ શરણાગતિ સ્વીકારી નહોતી. તેમણે સાંભળ્યું કે બેબિલોનના રાજાએ અહીકામના પુત્ર ગદાલ્યાને આ પ્રદેશનો રાજ્યપાલ નીમ્યો છે અને બેબિલોનમાં દેશનિકાલ નહિ કરાયેલાં ગરીબમાં ગરીબ માણસો, સ્ત્રીઓ અને બાળકોને તેની હકૂમતમાં સોંપ્યાં છે.


નબૂઝારઅદાન એ બધાને કેદ કરીને હમાથ પ્રદેશના રિબ્લા નગરમાં બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર પાસે લઈ ગયો!


ત્યાં બેબિલોનના રાજાએ તેમને મારપીટ કરીને મારી નંખાવ્યા. આ પ્રમાણે યહૂદિયાના લોકો બંદી થઈને બેબિલોનમાં દેશનિકાલ કરાયા.


ત્યારે દાનિયેલ રાજાના અંગરક્ષકોના અધિકારી આર્યોખ પાસે ગયો. આર્યોખે જ્ઞાનીઓની ક્તલ કરવાના હુકમનો અમલ કરવાનો હતો.


હું તમારા પર યુલ મોકલીશ અને તમને પરદેશમાં વેરવિખેર કરી નાખીશ. તમારો દેશ વેરાન બની જશે અને તમારાં નગરો ખંડિયેર થઈ જશે.


પ્રભુ તમને અન્ય દેશોમાં વિખેરી નાખશે અને પ્રભુ તમને જે દેશોમાં દોરી જશે તેઓ મધ્યે તમારામાંથી થોડાક લોકો જ બચવા પામ્યા હશે.


Lean sinn:

Sanasan


Sanasan