Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 39:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તે દરમ્યાન બેબિલોનના લશ્કરે રાજમહેલ અને લોકોનાં ઘર બાળી નાખીને ભસ્મીભૂત કર્યાં અને યરુશાલેમનો કોટ તોડી પાડયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 ખાલદીઓએ રાજાના મહેલને તથા લોકોનાં ઘરોને આગ લગાડીને બાળી નાખ્યાં, ને યરુશાલેમનો કોટ તોડી પાડયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ખાલદીઓએ રાજાના મહેલને અને લોકોનાં ઘરોને બાળી મૂક્યાં અને યરુશાલેમની દીવાલ તોડી નાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 બાબિલવાસીઓએ રાજમહેલને અને લોકોના ઘરોને બાળી મૂક્યા અને યરૂશાલેમની દીવાલ તોડી નાખી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 39:8
25 Iomraidhean Croise  

બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારના અમલના ઓગણીસમા વર્ષના પાંચમા માસને સાતમે દિવસે, બેબિલોનના રાજાના અંગત સલાહકાર અને અંગરક્ષક દળના વડા નબૂઝારઅદાને યરુશાલેમમાં પ્રવેશ કર્યો.


તેણે ઈશ્વરના મંદિરને બાળી નાખ્યું અને યરુશાલેમનો કોટ તોડી પાડયો. વળી, તેણે નગરના રાજમહેલોને તેમાંની સર્વ સંપત્તિ સહિત બાળી નાખ્યા.


તેમણે કહ્યું, “જેઓ દેશનિકાલમાંથી બચી જઈ પ્રાંતમાં જીવતા રહ્યા છે તેઓ ભારે મુશ્કેલીમાં અને અપમાનજનક સ્થિતિમાં છે. યરુશાલેમનો કોટ હજી તૂટેલી હાલતમાં જ છે અને દરવાજાઓ બાળી નાખ્યા પછી સમારવામાં આવ્યા નથી.”


તેમણે યાકોબના વંશજો, એટલે તમારા લોકનો ભક્ષ કર્યો છે; શત્રુઓએ તેમના વસવાટને ઉજ્જડ કર્યો છે.


સર્વસમર્થ પ્રભુએ મને જણાવ્યું છે: “આ બધાં મોટાં ઘર ઉજ્જડ બની જશે અને સુંદર હવેલીઓ નિર્જન બની જશે.


પણ જો તમે મારું સાંભળશો નહિ, એટલે કે સાબ્બાથદિનને પવિત્ર દિવસ તરીકે પાળશો નહિ અને તે દિવસે બોજ ઊંચકશો તથા યરુશાલેમના દરવાજાઓમાં થઈને માલસામાનની હેરફેર કરશો તો હું એ દરવાજાઓને આગ ચાંપી દઈશ અને તે આગમાં યરુશાલેમના મહેલો સળગી જશે અને તે આગ બુઝાવી શકાશે નહિ.”


કારણ, મેં આ નગરને બચાવવાનું નહિ, પણ તેનો નાશ કરવાનું નક્કી કર્યું છે. તેને બેબિલોનના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે અને તે તેને બાળીને ખાક કરી દેશે. હું પ્રભુ આ બોલું છું.”


તેના પર આક્રમણ કરનાર ખાલદીઓ નગરમાં પ્રવેશીને તેને આગ ચાંપશે અને તેને તથા જે ઘરોની અગાસીઓ પર મને રોષ ચડાવવા માટે બઆલને ધૂપ ચડાવ્યો હતો અને અન્ય દેવોને દ્રાક્ષાસવના પેયાર્પણ રેડયાં હતાં તે બધાં ઘરો સહિત તેને બાળીને ભસ્મીભૂત કરી નાખશે.


“હું ઇઝરાયલનો ઈશ્વર તને આ આજ્ઞા આપું છું: જા, અને યહૂદિયાના રાજા સિદકિયાને જઈને કહે કે પ્રભુ આ પ્રમાણે કહે છે: હું આ નગરને બેબિલોનના રાજાના હાથમાં સોંપી દઈશ; તે તેને જીતી લેશે અને પછી આગ ચાંપીને બાળી નાખશે.


જુઓ, હું તેમને આજ્ઞા કરીને આ નગર પર આક્રમણ કરવા પાછા લાવીશ. તેઓ તેના પર હુમલો કરશે, અને નગરને જીતી લઈને બાળી નાખશે. યહૂદિયાનાં નગરોને હું વેરાન અને નિર્જન બનાવીશ. હું પ્રભુ એ બોલ્યો છું.”


તમે કદાચ ખાલદીઓના સમગ્ર લશ્કરનો એવો ભારે પરાજય કરો કે જેથી તંબૂઓમાં માત્ર ઘવાયેલા માણસો જ બાકી રહે, તોપણ તેઓ ઊઠીને આ નગરને બાળી મૂકશે!”


પણ જો તું શરણાગતિ નહિ સ્વીકારે તો પછી આ યરુશાલેમ નગરને ખાલદીઓના લશ્કરના હાથમાં સોંપી દેવાશે. તેઓ તેને સળગાવીને ભસ્મીભૂત કરી દેશે અને તું પોતે પણ તેમના સકંજામાંથી છટકી શકશે નહિ.”


“હે ઇઝરાયલના શત્રુઓ, તેની દ્રાક્ષવાડીઓમાં જઈને નાશ કરો; જો કે સંપૂર્ણ નાશ કરશો નહિ: માત્ર તેની ડાળીઓ કાપી જાઓ; કારણ, તેઓ મારી નથી.


તેથી પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે, “હું આ સ્થાન પર મારો કોપ રેડી દઈશ અને લોકો, પ્રાણીઓ, વૃક્ષો અને ખેતરો તેનો ભોગ બનશે. એ કોપ સતત સળગતો રહેશે અને હોલવી શકાશે નહિ.”


તેના દુશ્મનોએ તેના બધા ખજાના લૂંટી લીધા છે. મંદિરમાં જ્યાં પ્રભુએ બિનયહૂદીઓને પ્રવેશની મના ફરમાવી હતી, ત્યાં તે તેમને જતા જુએ છે.


પ્રભુએ યહૂદિયાનાં બધાં ગામોનો નિર્દયપણે નાશ કર્યો છે, અને દેશના સંરક્ષક કિલ્લાઓ તોડી પાડયા છે. તેમણે રાજા અને તેમના અધિકારીઓને બદનામ કર્યા છે.


પ્રભુએ પોતાની વેદીનો નકાર કર્યો છે અને પોતાના પવિત્ર મંદિરનો ત્યાગ કર્યો છે. તેમણે દુશ્મનોને તેની દીવાલો તોડી પાડવાનું કામ સોંપ્યું છે. એકવાર જ્યાં અમે આનંદોત્સવ કરતા હતા, ત્યાં દુશ્મનોનો જયઘોષ થઈ રહ્યો છે.


તેઓ તારાં મકાનો સળગાવી મૂકશે અને સ્ત્રીઓનાં ટોળાનાં દેખતાં તને શિક્ષા કરશે. હું તારી વેશ્યાવૃત્તિ બંધ કરાવીશ અને તારા આશકોને બક્ષિસો અપાવવાનું પણ અટકાવી દઇશ.


ટોળું ભલે તેમના પર પથ્થરમારો કરે, તેમના પર તલવારથી હુમલો કરે, તેમનાં બાળકોને મારી નાખે અને તેમનાં ઘરોને સળગાવી મૂકે.


અમારો દેશનિકાલ થયાના બારમા વર્ષના દસમા માસના પાંચમા દિવસે યરુશાલેમથી નાસી આવેલા એક માણસે મને કહ્યું કે, “યરુશાલેમનું પતન થયું છે.”


તેથી હું યહૂદિયા પર અગ્નિ વરસાવીશ અને યરુશાલેમના કિલ્લા ભસ્મ કરી નાખીશ.”


એ માટે તમારે લીધે સિયોન ખેતરની માફક ખેડાશે, યરુશાલેમ ખંડિયેર બની જશે અને મંદિરનો પર્વત જંગલ જેવો બની જશે.


Lean sinn:

Sanasan


Sanasan