Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 39:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પરંતુ ખાલદીઓના લશ્કરે તેમનો પીછો કર્યો અને તેમણે સિદકિયાને યરીખોના મેદાનમાં પકડી પાડયો. પછી તેઓ તેને કેદ કરીને હમાથપ્રદેશના રિબ્લાહનગરમાં બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર પાસે લાવ્યા. તેણે સિદકિયાને આ પ્રકારની સજા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પણ ખાલદીઓનું સૈન્ય તેઓની પાછળ પડયું, ને તેઓએ સિદકિયાને યરીખોના મેદાનમાં પકડી પાડયો. અને તેઓ તેને હમાથ દેશના રિબ્લામાં બાબિલના રાજા નબૂખાદનેસ્સારની પાસે લાવ્યા, ને તેણે તેનો ઇન્સાફ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પરંતુ ખાલદીઓના લશ્કરે તેમનો પીછો કર્યો અને યરીખોના મેદાનમાં સિદકિયાને પકડી પાડ્યો. તેઓ તેને કેદ પકડી હમાથના પ્રદેશમાં રિબ્લાહમાં બાબિલના રાજા નબૂખાદનેસ્સાર સમક્ષ લઈ ગયા અને તેણે તેનો ઇનસાફ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પરંતુ બાબિલવાસીઓના લશ્કરે તેમનો પીછો કર્યો અને યરીખોના મેદાનમાં સિદકિયાને પકડી પાડ્યો. તેઓ તેને કેદ પકડી હમાથના પ્રદેશમાં રિબ્લાહ ખાતે બાબિલના રાજા નબૂખાદનેસ્સાર સમક્ષ લઇ ગયા અને તેના પર કામ ચલાવવામાં આવ્યું.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 39:5
26 Iomraidhean Croise  

દાવિદે હદાદએઝેરના આખા સૈન્યને હરાવ્યું છે એ વાત હમાથના રાજા ટોઈના સાંભળવામાં આવી.


આશ્શૂરના સમ્રાટે દેશનિકાલ કરેલા ઇઝરાયલીઓને સ્થાને બેબિલોન, કૂથ, ઈવ્વા, હમાથ અને સફાર્વાઈમ નગરોમાંથી લોકોને લાવીને તેમને સમરૂનનાં નગરોમાં વસાવ્યા. એ નગરો કબજે કરીને તેઓ ત્યાં વસ્યા.


ઇજિપ્તનો રાજા નેખો તેને પકડીને હમાથ પ્રદેશના રિબ્બામાં લઈ ગયો, એટલે તેના અમલનો અંત આવ્યો. નેખોએ યહૂદિયા પર 3.4 ટન રૂપાની અને 3.4 કિલો સોનાની ખંડણી નાખી.


નબૂખાદનેસ્સાર રાજા ત્યારે રિબ્બા નગરમાં હતો. તેથી તેઓ સિદકિયાને ત્યાં તેની પાસે લઈ ગયા. નબૂખાદનેસ્સાર રાજાએ ત્યાં તેને સજા ફટકારી.


તેથી પ્રભુએ આશ્શૂરના રાજાના સેનાપતિઓ દ્વારા યહૂદિયા પર આક્રમણ કરાવ્યું. તેમણે મનાશ્શાને પકડયો, તેને કડીઓ પહેરાવી અને સાંકળે બાંધી બેબિલોન લઈ ગયા.


તમારા સર્વ સેનાપતિઓ એક સાથે નાસી છૂટયા; પણ ધનુષ્ય ચલાવ્યા વિના જ તેમને પકડી લેવામાં આવ્યા. તમારામાંથી જેઓ પકડાઈ ગયા તેઓ સૌને એક સાથે બાંધીને કેદ કરી લઈ જવામાં આવ્યા.


વળી, હું પ્રભુ જ આ કહું છું કે તે પછી હું તને સિદકિયાને, અધિકારીઓને તથા રોગ, યુદ્ધ કે દુકાળમાંથી બચી ગયેલા બાકીના લોકોને નબૂખાદનેસ્સાર રાજાના હવાલામાં સોંપી દઈશ અને તમને મારી નાખવાનો લાગ શોધનારા તમારા શત્રુઓના હાથમાં સોંપી દઈશ. તે કોઈપણ જાતની દયા, દરગુજર કે કરુણા રાખ્યા વગર બધાનો સંહાર કરશે.”


પરંતુ પ્રભુ કહે છે કે, “યહૂદિયાના રાજા સિદકિયા, તેના અધિકારીઓ અને યરુશાલેમના બાકી રહી ગયેલા લોકો જેઓ આ દેશમાં રહ્યા છે કે ઇજિપ્તમાં જઈને વસ્યા છે તે બધાને હું પેલા ખવાય પણ નહિ એવાં બગડી ગયેલાં ખરાબ અંજીરની જેમ તજી દઈશ.


પણ જો તું શરણાગતિ નહિ સ્વીકારે તો પછી આ યરુશાલેમ નગરને ખાલદીઓના લશ્કરના હાથમાં સોંપી દેવાશે. તેઓ તેને સળગાવીને ભસ્મીભૂત કરી દેશે અને તું પોતે પણ તેમના સકંજામાંથી છટકી શકશે નહિ.”


વળી, મેં કહ્યું, “તારી બધી પત્નીઓ તમારાં બાળકો સહિત ખાલદીઓની પાસે લઈ જવાશે અને તું પોતે પણ તેમના સકંજામાંથી છટકી શકશે નહિ. બેબિલોનનો રાજા તને કેદી તરીકે પકડીને લઈ જશે અને આ નગરને સળગાવીને ભસ્મીભૂત કરી દેવામાં આવશે.”


ત્યાંથી એ ભારે આંધી મારી આજ્ઞાથી આવશે. મારા એ ન્યાયશાસનથી તમને થનારી સજા હું અત્યારે જ જાહેર કરીશ:


જેમ મેં યહૂદિયાના રાજાને તેમનો જીવ લેવા ચાહનાર તેના શત્રુ નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધો તે જ પ્રમાણે ઇજિપ્તના ફેરો હોફ્રાને પણ તેનો જીવ લેવા ચાહતા તેના શત્રુઓના હાથમાં સોંપી દઈશ. હું પ્રભુ પોતે આ બોલું છું.”


દમાસ્ક્સ વિષે સંદેશ: પ્રભુ કહે છે, “હમાથ અને આર્પાદના લોકો માઠા સમાચાર સાંભળીને ચિંતાતુર બન્યા છે. સાગરની જેમ તેઓ ખળભળી ઊઠયા છે અને તેમને કંઈ ચેન પડતું નથી


ભારે પીડા ભોગવીને અને સખત વેઠ કરીને યહૂદિયાના લોકો બંદીવાસમાં ગયા છે. તેઓ પરાયા પ્રદેશમાં વસે છે અને એમનું કોઈ ઠામઠેકાણું નથી. પીછો કરનાર દુશ્મનો તેમની આસપાસ ફરી વળ્યા છે અને નાસી છૂટવાનો કોઈ માર્ગ નથી.


અમારા જીવનના આધાર સમો પ્રભુનો અભિષિક્ત દુશ્મનોના ફાંદામાં ફસાઈ ગયો. અમારા એ રાજા વિષે અમે તો એવું બોલતા હતા કે તેની છત્રછાયા નીચે અમે આસપાસની પ્રજાઓ મધ્યે સલામત રહીશું.


તેઓ રથો અને રણગાડીઓ અને બખ્તર, ઢાલ અને ટોપથી સજ્જ થયેલા સૈન્ય સાથે તારા પર ઉત્તરમાંથી ધસી આવશે. હું તેમના હાથમાં તારો ન્યાય સોંપી દઈશ. તેઓ તેમનાં ધોરણ પ્રમાણે તને સજા કરશે.


તેઓ સર્વત્ર ભય અને આતંક ફેલાવે છે. પોતે જ માને તે જ કાયદો એવા તે છે. તેઓ પોતે જ પોતાની પ્રતિષ્ઠા વધારે છે.”


તેથી તેઓ ઉત્તરમાં ગયા અને તેમણે સીનના રણપ્રદેશથી શરૂ કરીને, છેક રહોબ સુધી અને ઉત્તરમાં હમાથના ઘાટ સુધી ફરી ફરીને દેશની જાસૂસી કરી.


ગબાલીઓનો પ્રદેશ; આખો લબાનોન તથા પૂર્વમાં હેર્મોન પર્વતની દક્ષિણે બઆલ- ગાદથી હમાથના ઘાટ સુધીનો પ્રદેશ.


પ્રભુની સમક્ષ લગભગ ચાલીસ હજાર શસ્ત્રસજ્જ લડવૈયા પુરુષો નદી પાર કરીને યરીખો પાસેના મેદાનમાં પહોંચી ગયા.


યરીખો પાસેના મેદાનમાં ગિલ્ગાલ ખાતે ઇઝરાયલીઓ છાવણી નાખી પડયા હતા ત્યારે તે માસને ચૌદમે દિવસે તેમણે પાસ્ખાપર્વ પાળ્યું.


દેશમાં બાકી રહેલી પ્રજાઓમાં પલિસ્તીઓનાં પાંચ નગરોના લોકો, કનાનીઓ, સિદોનીઓ અને બઆલ- હેર્મોન પર્વતથી છેક હમાથના ઘાટ સુધી લબાનોનના પર્વતપ્રદેશમાં રહેતા હિવ્વીઓ હતા.


Lean sinn:

Sanasan


Sanasan