Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 39:16 - પવિત્ર બાઇબલ C.L.

16 તેણે કહ્યું, “જા, કૂશી એબેદ-મેલેખને કહે કે ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: હું મારા સંદેશા પ્રમાણે આ નગર પર આબાદી નહિ, પણ વિપત્તિ લાવીશ એ સંદેશની આગાહી તારી નજર સામે જ પરિપૂર્ણ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 “તું જઈને હબશી એબેદ-મેલેખને કહે, સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, મારાં વચનો પ્રમાણે આ નગરનું હિત નહિ થાય, પણ હું એના પર વિપત્તિ લાવીશ, તે દિવસે તારી આગળ [એ વચનો] ફળીભૂત થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તું જઈને કૂશી એબેદ-મેલેખને કહે કે, સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે; મેં કહ્યા પ્રમાણે આ નગરનું હિત નહિ થાય, પણ હું તેનાં શહેર પર આફત ઉતારનાર છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 “તુ જઇને કૂશના એબેદ-મેલેખને કહે કે, ‘આ ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાના વચન છે: મેં કહ્યા પ્રમાણે આ શહેર પર આફત ઉતારનાર છું, હું એનું ભલું કરનાર નથી. જે વખતે આ બનશે ત્યારે તું એ જોવા હાજર હોઇશ:

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 39:16
24 Iomraidhean Croise  

અને એમ પ્રભુએ યર્મિયા સંદેશવાહક દ્વારા ભાખેલું ભવિષ્ય પૂરું થયું: “દેશ માટે પાળવામાં નહિ આવેલ સાબ્બાથોની સરભર કરવા માટે દેશ સિત્તેર વર્ષ ઉજ્જડ રહીને તેટલો વિશ્રામ ભોગવશે.”


મેં મારી આંખે મારા શત્રુઓનો પરાજય જોયો છે; મેં મારા કાને મારા વિરોધી દુષ્ટોની ચીસો સાંભળી છે.


પરંતુ એટલું જાણી લો કે જો તમે મને મારી નાખશો તો તમારે શિરે, આ નગર પર અને તેના રહેવાસીઓ પર તમે નિર્દોષજનનું લોહી વહેવડાવવાનો દોષ લાવશો. કારણ, તમને આ ચેતવણી રૂબરૂમાં સંભળાવવા પ્રભુએ મને મોકલ્યો છે.”


“યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં મોરેસેથનો મીખા નામે સંદેશવાહક પ્રભુનો સંદેશ પ્રગટ કરતો હતો. તેણે યહૂદિયાના સર્વ લોકોને આમ કહ્યું હતું, ‘સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે; સિયોન નગરને ખેતરની માફક ખેડવામાં આવશે. યરુશાલેમમાં ખંડેરના ઢગલા થઇ જશે, અને મંદિરનો પર્વત જંગલ બની જશે.”


વળી, કિર્યાથ યઆરીમ નગરનો વતની, શમાયાનો પુત્ર ઉરિયા થઇ ગયો. તેણે પણ યર્મિયાની જેમ જ આ નગર અને દેશની વિરુદ્ધ યાહવેને નામે, સંદેશ પ્રગટ કર્યો હતો.


જુઓ, હું તેમને આજ્ઞા કરીને આ નગર પર આક્રમણ કરવા પાછા લાવીશ. તેઓ તેના પર હુમલો કરશે, અને નગરને જીતી લઈને બાળી નાખશે. યહૂદિયાનાં નગરોને હું વેરાન અને નિર્જન બનાવીશ. હું પ્રભુ એ બોલ્યો છું.”


તેથી હવે હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ કહું છું કે હું યહૂદિયા અને યરુશાલેમના બધા લોકો પર મારી ચેતવણી અનુસાર બધી આફતો લાવીશ; કારણ, મેં તેમને કહ્યા કર્યું પણ તેમણે સાંભળ્યું નથી અને મેં તેમને બોલાવ્યા ત્યારે તેમણે ઉત્તર આપ્યો નથી.”


હું રાજાને તથા તેના વંશજોને અને મંત્રીઓને તેમના અપરાધો માટે સજા કરીશ; કારણ, જે બધી વિપત્તિ તેમના પર લાવવાની મેં તેમને ચેતવણી આપી હતી તેની અવગણના કરીને તેમણે તે વિપત્તિઓ પોતાના પર, યરુશાલેમના રહેવાસીઓ પર અને યહૂદિયાના લોકો પર તેમણે વહોરી લીધી છે.


પ્રભુએ તેમના સંદેશ પ્રમાણે જ કર્યું છે અને વિપત્તિ લાવ્યા છે, કારણ, તમારા લોકોએ પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું, અને તેમની વાણીને આધીન થયા નહિ માટે તમારા પર આ બધું આવી પડયું છે.


તમે આબાદ નહિ, પણ બરબાદ થાઓ તેનું હું બરાબર ધ્યાન રાખીશ. ઇજિપ્તમાં વસેલા યહૂદિયાના બધા લોકો ખતમ થઈ જાય ત્યાં સુધી તેઓ યુદ્ધથી અને ભૂખમરાથી નાશ પામતા રહેશે.


તેથી સેનાધિપતિ ઈશ્વર પ્રભુએ મને કહ્યું, “યર્મિયા, આ લોકોએ આવું જૂઠાણું ઉચ્ચાર્યું છે માટે હું તેમને સજા કરીશ. તારા મુખમાં મારો સંદેશ છે. તેને હું અગ્નિરૂપ કરીશ અને તે આ લોકોને લાકડાંની જેમ બાળીને ભસ્મ કરશે.”


અમારા પર મોટી આફત લાવીને અમારી અને અમારા શાસકોની સામે તમે તમારી ઉચ્ચારેલી વાણી સાચી પાડી છે. પૃથ્વીનાં બધાં શહેરો કરતાં તમે યરુશાલેમને વધુ સખત સજા કરી છે.


જો તેમના શત્રુઓ તેમને ગુલામગીરીમાં લઈ જાય તો ત્યાં પણ હું તેમને મારી નાખવાનો હુકમ આપીશ. મેં તેમને સહાય કરવા નહિ, પણ તેમનો વિનાશ કરવા માટે દઢ સંકલ્પ કર્યો છે.”


મારા સેવકો એટલે સંદેશવાહકો દ્વારા મેં તમારા પૂર્વજોને આજ્ઞાઓ અને ચેતવણીઓ આપી, પણ તેમણે તેમનો અનાદર કર્યો અને તેનાં માઠાં પરિણામ ભોગવ્યાં. પછી તેમણે પશ્ર્વાત્તાપ કર્યો અને એકરાર કર્યો કે મેં સર્વસમર્થ પ્રભુએ તેમને યથાયોગ્ય અને નિયત શિક્ષા કરી હતી.”


આકાશ અને પૃથ્વી જતાં રહેશે, પણ મારાં વચનો નિષ્ફળ જશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan