Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 39:14 - પવિત્ર બાઇબલ C.L.

14 માણસ મોકલીને યર્મિયાને ચોકીદારોના ચોકમાંથી મુક્ત કર્યો અને તેમણે યર્મિયાને પોતાને ઘેર સહીસલામત પહોંચાડવા શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યાને યર્મિયાની સોંપણી કરી. આમ તે પોતાના લોક સાથે રહ્યો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 માણસ મોકલીને યર્મિયાને ચોકીમાંથી કાઢયો, ને તેને ઘેર લઈ જવા માટે શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને સ્વાધીન કર્યો. અને યર્મિયા લોકોમાં જઈને રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેઓએ યર્મિયાને ચોકીમાંથી બહાર કાઢ્યો. અને તેને ઘરે લઈ જવા સારુ શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલ્યાને સ્વાધીન કર્યો, આમ તે પોતાના લોકો સાથે જ રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 યર્મિયાને કેદખાનામાંથી કાઢી લાવવા માટે તેઓએ સૈનિકોને મોકલ્યા, યર્મિયાને ચોકીમાંથી બહાર કાઢયો, તે તેને ઘેર લઇ જવા સારું શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને સ્વાધીન કર્યો; આમ તે પોતાના લોકો સાથે જ રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 39:14
18 Iomraidhean Croise  

તેણે હિલકિયા યજ્ઞકારને, શાફાનના પુત્ર અહીકામને, મીખાયાના પુત્ર આખ્બોરને, મંત્રી શાફાનને અને રાજાના સેવક અસાયાને આવો આદેશ આપ્યો:


હિલકિયા, અહીકામ, આખ્બોર, શાફાન અને અસાયા યરુશાલેમમાં નવા વસવાટમાં રહેતી હુલ્દા નામની સંદેશવાહિકા પાસે પૂછપરછ કરવા ગયા. (હાર્હાસના પુત્ર તિકવાનો પુત્ર શાલ્લૂમ તેનો પતિ હતો; તે મંદિરમાં ઝભ્ભાઓને લગતું કામ સંભાળતો હતો.) તેમણે તેને સઘળી વાત જણાવી.


તેણે હિલકિયાને, શાફાનના પુત્ર અહિકામને, મિખાયાના પુત્ર આબ્દોનને, રાજમંત્રી શાફાનને અને રાજાના અનુચર અસાયાને આવો આદેશ આપ્યો:


યોસેફે ભાખેલું ભવિષ્યકથન પૂર્ણ થયું અને પ્રભુના સંદેશ પ્રમાણે તે સાચો ઠર્યો, ત્યાં સુધી તેની ક્સોટી થઈ.


પણ યહોયાકીમ રાજાએ આખ્બોરના પુત્ર એલ્નાથાનને બીજા માણસો સાથે ઇજિપ્ત મોકલ્યો.


પણ શાફાનના પુત્ર અહિકામે યર્મિયાનો પક્ષ લીધો તેથી તેને મારી નાખવા માટે લોકોના હાથમાં સોંપવામાં આવ્યો નહિ.”


એ સમયે બેબિલોનના રાજાના લશ્કરે યરુશાલેમને ઘેરો ઘાલ્યો હતો અને યર્મિયાને રાજમહેલના ચોકીદારોના ચોકમાં નજરકેદ રાખવામાં આવ્યો હતો.


તેથી સિદકિયાએ તે મુજબ હુકમ આપ્યો અને તેમણે યર્મિયાને ચોકીદારોના ચોકમાં રાખ્યો. જ્યાં સુધી નગરમાં આહાર ઉપલબ્ધ હતો, ત્યાં સુધી ભઠિયારાઓની શેરીમાંથી તેને દરરોજ થોડો થોડો ખોરાક આપવામાં આવતો. આમ, યર્મિયા ચોકીદારોના ચોકમાં રહ્યો.


પછી તેમણે યર્મિયાને દોરડા વડે ટાંકામાંથી બહાર ખેંચી કાઢયો. ત્યાર પછી યર્મિયા ચોકીદારોના ચોકમાં જ રહ્યો.


યરુશાલેમ જીતી લેવામાં આવ્યું ત્યાં સુધી યર્મિયા ચોકીદારોના ચોકમાં જ રહ્યો.


તેથી નબૂઝારઅદાને તથા નબૂશાઝાબાન, રાબ-સારીસ, નેર્ગાલ- શારએસેર, રાબ-માગ અને બેબિલોનના રાજાના બધા સેનાપતિઓએ


યર્મિયા ચોકીદારોના ચોકમાં રખાયો હતો ત્યારે તેને પ્રભુનો સંદેશ મળ્યો.


યરુશાલેમ અને યહૂદિયાના લોકોને કેદી તરીકે દેશનિકાલ માટે બેબિલોન લઈ જવામાં આવતા હતા. યર્મિયા પણ તેમની જેમ સાંકળોથી બંધાયેલો હતો ત્યારે અંગરક્ષકદળના વડા નબૂઝારઅદાને યર્મિયાને રામા નગરમાં મુક્ત કર્યો, તે વખતે યર્મિયા પાસે પ્રભુનો સંદેશો આવ્યો.


પણ યર્મિયાએ ઉત્તર ન આપ્યો, એટલે તેણે કહ્યું, “શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યા પાસે પાછો જા. બેબિલોનના રાજાએ તેને યહૂદિયાનો રાજ્યપાલ બનાવ્યો છે. તેની સાથે લોકો મધ્યે રહેજે; અથવા તને યોગ્ય લાગે ત્યાં રહેજે.” પછી અંગરક્ષકદળના વડાએ તેને આહાર અને બક્ષિસ આપીને વિદાય કર્યો.


પછી યર્મિયા મિસ્પામાં ગદાલ્યા પાસે દેશમાં બાકી રહેલા લોકો મધ્યે રહેવા માટે ગયો.


યહૂદિયાના ખુલ્લા ક્ષેત્રમાંના કેટલાક સેનાનાયકો અને સૈનિકોએ શરણાગતિ સ્વીકારી નહોતી. તેમણે સાંભળ્યું કે બેબિલોનના રાજાએ અહીકામના પુત્ર ગદાલ્યાને આ પ્રદેશનો રાજ્યપાલ નીમ્યો છે અને બેબિલોનમાં દેશનિકાલ નહિ કરાયેલાં ગરીબમાં ગરીબ માણસો, સ્ત્રીઓ અને બાળકોને તેની હકૂમતમાં સોંપ્યાં છે.


સાતમા મહિનામાં એલિશામાનો પૌત્ર અને નાથાન્યાનો પુત્ર ઇશ્માએલ, જે રાજવંશી અને રાજાનો મુખ્ય અધિકારી હતો તે પોતાની સાથે દસ માણસોને લઇને ગદાલ્યાને મળવા મિસ્પા ગયો. ત્યાં મિસ્પામાં તેઓ બધા સાથે મળીને ભોજન કરતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan