Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 39:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તે સમયે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે અંગરક્ષકદળના વડા નબૂઝારઅદાનને યર્મિયા સંબંધી આવો હુકમ આપ્યો, “યર્મિયાને લઈ આવો અને તેની સંભાળ લો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 હવે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે રક્ષકટુકડીના સરદાર નબૂઝારદાનને યર્મિયા વિષે આજ્ઞા આપી,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હવે બાબિલના રાજા નબૂખાદનેસ્સાર રક્ષક ટુકડીના સરદાર નબૂઝારઅદાનને યર્મિયા વિષે આજ્ઞા આપી કહ્યું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હવે નબૂખાદનેસ્સાર રાજાએ નબૂઝારઅદાનને હુકમ કર્યો કે તે યર્મિયાને શોધી કાઢે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 39:11
12 Iomraidhean Croise  

ઈશ્વર લાચારોને તલવારથી ઉગારે છે; અને કંગાળોને બળવાનોના હાથમાંથી છોડાવે છે.


તેથી ગરીબોમાં આશા ઉત્પન્‍ન થાય છે અને અન્યાયનું મુખ બંધ કરાય છે.


છ સંકટોમાંથી તે તને બચાવશે; સાત સંકટમાં તને કંઈ હાનિ થશે નહિ.


તેમનાથી બીશ નહીં; કારણ, તારું રક્ષણ કરવા હું તારી સાથે છું. હું પ્રભુ પોતે એ બોલ્યો છું.”


હે પ્રભુ, જો મેં તેમના ભલા માટે તમારી સેવા કરી ન હોય, અને તેમને શત્રુઓથી બચાવવા માટે તમને વિનંતી ન કરી હોય, જો તેમના આફત અને દુ:ખના સમયે મેં તમને પ્રાર્થના ન કરી હોય, તો એ બધા શાપ મારા પર ઊતરો.


તો આ લોકો માટે હું તને તાંબાની અભેદ્ય દીવાલ જેવો બનાવીશ. તેઓ ભલે તારા પર આક્રમણ કરે પણ તેઓ તને હરાવી શકશે નહિ, કારણ, તને મદદ કરવાને તથા ઉગારી લેવાને, હું તારી સાથે છું. હું પ્રભુ આ બોલું છું.


દુષ્ટ લોકોના સકંજામાંથી હું તને છીનવી લઈશ અને ઘાતકી લોકોની પકડમાંથી હું તને મુક્ત કરીશ.”


પણ તે અને તેના અધિકારીઓ અને જમીનદાર વર્ગના લોકો યર્મિયા મારફતે પ્રભુએ પાઠવેલા સંદેશાઓને આધીન થયા નહિ.


યરુશાલેમ અને યહૂદિયાના લોકોને કેદી તરીકે દેશનિકાલ માટે બેબિલોન લઈ જવામાં આવતા હતા. યર્મિયા પણ તેમની જેમ સાંકળોથી બંધાયેલો હતો ત્યારે અંગરક્ષકદળના વડા નબૂઝારઅદાને યર્મિયાને રામા નગરમાં મુક્ત કર્યો, તે વખતે યર્મિયા પાસે પ્રભુનો સંદેશો આવ્યો.


હવે હું તારા હાથો પરથી સાંકળો કાઢી નાખીને તને મુક્ત કરું છું. જો તારે મારી સાથે બેબિલોન આવવું હોય તો ભલે આવ. હું તારી સંભાળ રાખીશ, પણ તને બેબિલોન આવવું પસંદ ન હોય તો ન આવીશ. આખો દેશ તારે માટે ખુલ્લો છે; જે જગ્યા તને સારી અને યોગ્ય લાગે ત્યાં જઈને રહેજે.”


બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારના અમલના ઓગણીસમા વર્ષના પાંચમા મહિનાના દસમે દિવસે બેબિલોનના રાજાના અંગત સલાહકાર અને અંગરક્ષકદળના વડા નબૂઝારઅદાને યરુશાલેમમાં પ્રવેશ કર્યો.


ફેલીક્ષે પાઉલના સંરક્ષક અધિકારીને હુકમ આપ્યો કે પાઉલને સંરક્ષકોના પહેરા નીચે રાખો, પણ તેને થોડી સ્વતંત્રતા આપજો અને તેના મિત્રોને તેની જરૂરિયાતો માટે મદદ કરવા દેજો.


Lean sinn:

Sanasan


Sanasan