Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 38:7 - પવિત્ર બાઇબલ C.L.

7 હવે રાજમહેલમાં કામ કરતા એબેદ-મેલેખ નામના કૂશી અધિકારીએ સાંભળ્યું કે યર્મિયાને ટાંકામાં નાખી દેવામાં આવ્યો છે. તેથી રાજા જ્યારે બિન્યામીન દરવાજા પાસે રાજદરબારમાં બેઠો હતો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હવે રાજાના મહેલમાંના એક હબશી ખોજા એબેદ-મેલેખે સાંભળ્યું કે તેઓએ યર્મિયાને ટાંકામાં નાખ્યો છે, ને રાજા બિન્યામીનના દરવાજામાં હાલ બેઠો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હવે રાજાના મહેલમાં એક કૂશ દેશના ખોજા, એબેદ-મેલેખે સાંભળ્યું કે તેઓએ યર્મિયાને ટાંકામાં નાખ્યો છે. અને રાજા બિન્યામીનના દરવાજા આગળ બેઠો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 કૂશનો એબેદ-મેલેખ એ રાજમહેલમાં એક ખોજો હતો. તેણે સાંભળ્યું કે તેઓએ યર્મિયાને ધાતુના ટાંકામાં નાખવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 38:7
22 Iomraidhean Croise  

નબૂખાદનેસ્સાર યહોયાખીન, તેની માતા, તેની પત્નીઓ, તેના અમલદારો અને યહૂદિયાના અગ્રણીઓને યરુશાલેમમાંથી બંદીવાનો તરીકે બેબિલોન લઈ ગયો.


ઇજીપ્તના રાજદૂતો નજરાણામાં જાંબલી રાજદ્વારી કાપડ લાવશે; કૂશ દેશના લોકો તરત જ પોતાના હાથમાં ભેટો લઈને આવશે.


ઘાતકી માણસો પ્રામાણિક માણસોને ધિક્કારે છે, તેઓ સદાચારીઓનો જીવ લેવા મથે છે.


પ્રભુના સંબંધમાં આવેલા પરદેશીએ ‘પ્રભુ મને પોતાના લોકની સાથે ભજન કરવા નહિ દે’ એમ બોલવું નહિ. અરે, ‘હું તો સુકાઈ ગયેલા વૃક્ષ સમાન નપુંસક છું.’ એમ વ્યંડળોએ કહેવાની જરૂર નથી.


શું કોઈ કૂશી પોતાની ચામડીનો કાળો રંગ બદલી શકે? શું ચિત્તો પોતાનાં ટપકાં દૂર કરી શકે? જો એ શકાય બને તો દુષ્ટતા આચરવાને ટેવાયેલા તમે સદાચરણ કરી શકો!”


તેથી તેણે યર્મિયાને ફટકા મરાવીને મંદિરના ઉપલા બિન્યામીન દરવાજાએ તેના પગ લાકડાની હેડમાં પૂર્યા.


પછી અધિકારીઓએ અને સર્વ લોકોએ યજ્ઞકારોને તથા સંદેશવાહકોને કહ્યું, “આ માણસ દેહાંતદંડને પાત્ર નથી. કારણ, તેણે આપણા ઈશ્વર પ્રભુને નામે આપણને ઉપદેશ કર્યો છે.”


પણ જ્યારે તે બિન્યામીનના દરવાજે પહોંચ્યો ત્યારે હનાન્યાનો પૌત્ર અને શેલેમ્યાનો પુત્ર ઇરિયા જે ચોકીદારોનો ઉપરી હતો તેણે યર્મિયાને અટકાવ્યો અને આક્ષેપ કર્યો “તું ખાલદીઓના પક્ષમાં ભળી જવા જાય છે.”


ત્યારે એબેદ-મેલેખે મહેલમાંથી ત્યાં જઈને રાજાને કહ્યું,


અદાલતમાં અન્યાયને પડકારનાર અને સાચું બોલનારનો તમે તિરસ્કાર કરો છો.


ઉત્તરમાં ગેબાથી માંડીને દક્ષિણમાં રિમ્મોન સુધીનો સમગ્ર પ્રદેશ સપાટ થઈ જશે. યરુશાલેમ આસપાસના સર્વ પ્રદેશ કરતાં ઊંચું કરાશે; શહેરનો વિસ્તાર બિન્યામીનના દરવાજાથી અગાઉ જ્યાં દરવાજો હતો ત્યાં ખૂણાના દરવાજા સુધી અને હનાનએલના બુરજથી રાજવી દ્રાક્ષકુંડ સુધીનો હશે.


ઈસુએ અંતમાં કહ્યું, આમ, જેઓ છેલ્લા છે તેઓ પ્રથમ થશે, અને જેઓ પ્રથમ છે તેઓ છેલ્લા થશે.


તો તેનાં માબાપ તેને નગરના વડીલો સમક્ષ ન્યાયચુકાદો આપવાના સ્થળે લાવે.


ખૂની આવા કોઈએક નગરમાં નાસી જાય અને નગરના પ્રવેશદ્વારે ન્યાય કરવાની જગ્યાએ જઈને ત્યાંના આગેવાનોને જે કંઈ બન્યું હોય તેની સ્પષ્ટતા કરે. તે પછી તેઓ તેને નગરમાં પ્રવેશવા દે અને તેને વસવાટનું સ્થાન આપે, જેથી પેલો માણસ ત્યાં રહી શકે.


Lean sinn:

Sanasan


Sanasan